+

Sabarkantha Lok Sabha Candidate: જિલ્લામાં 29 ઉમેદવારી પત્રો ભરાયા હવે, ઉમેદવારી પત્રોની ચકાસણી થશે

Sabarkantha Lok Sabha Candidate: સાબરકાંઠામાં લોકસભાની ચૂંટણી 2024 (Lok Sabha Election) માં ઉમેદવારી પત્રો (Lok Sabha Candidate) ભરવાનો પ્રથમ તબક્કો 19 એપ્રિલે પૂર્ણ થઇ ચુકયો છે. ત્યારે અત્યાર સુધીમાં કુલ…

Sabarkantha Lok Sabha Candidate: સાબરકાંઠામાં લોકસભાની ચૂંટણી 2024 (Lok Sabha Election) માં ઉમેદવારી પત્રો (Lok Sabha Candidate) ભરવાનો પ્રથમ તબક્કો 19 એપ્રિલે પૂર્ણ થઇ ચુકયો છે. ત્યારે અત્યાર સુધીમાં કુલ 29 ઉમેદવારી પત્રો (Nomination Form) ભરાયા છે. હવે 20 એપ્રિલના રોજ ઉમેદવારી પત્રો (Nomination Form) ની હિંમતનગર સ્થિત કલેકટર કચેરીમાં અધિકારીઓની હાજરીમાં ચકાસણી કરાશે.

  • ઉમેદવારી પત્રો ભરવાનો પ્રથમ તબક્કો 19 એપ્રિલે પૂર્ણ થયો
  • કુલ 82 ઉમેદવારી પત્રોનું વિતરણ થયું હતું
  • અંદાજે 29 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી દીધી

જેમાં કેટલા ઉમેદવારી પત્રો (Nomination Form) માન્ય અને કેટલા અમાન્ય ઠર્યા છે તે જાણી શકાશે. તે પછી જો કોઈ ઉમેદવાર (Lok Sabha Candidate) પોતાનુ ઉમેદવારી પત્ર (Nomination Form) પરત ખેંચવાની ઇચ્છા ધરાવશે, તો તેવા ઉમેદવારો (Lok Sabha Candidate) ઓએ તા. 22 એપ્રિલ સુધીમાં પાછા ખેંચી શકશે. તો બીજી તરફ એક સામાજીક કાર્યકરે ચૂંટણી અધિકારીને ઉમેદવાર વિરૂધ્ધ ફરિયાદ કર્યા બાદ ભાજપના ઉમેદવારે (Lok Sabha Candidate) ઉમેદવારી પત્ર (Nomination Form) ભરવાના છેલ્લા દિવસે પોતાના નામે વધુ એક ઉમેદવારી પત્ર (Nomination Form) ભરીને ચૂંટણી અધિકારીને સુપ્રત કરી દીધુ હતુ.

આ પણ વાંચો: Khoraj : પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પહેલી રાતે માયાભાઈ આહીર, કિર્તીદાન ગઢવી, અલ્પાબેન પટેલ કરશે જમાવટ, અહીં જુઓ LIVE પ્રસારણ

કુલ 82 ઉમેદવારી પત્રોનું વિતરણ થયું હતું

આ અંગે ચૂંટણી શાખાનામાંથી મળતી માહિતી મુજબ સાબરકાંઠા લોકસભા બેઠક માટે ઉમેદવારી પત્રો (Nomination Form) ભરવાની શરૂઆત 12 એપ્રિલથી શરૂ થઇ હતી. જેમાં શુક્રવાર સુધીમાં કુલ 82 ઉમેદવારી પત્રો (Nomination Form) નું વિતરણ થયું હતું. તે દરમિયાન કેટલાક અપક્ષ તથા અન્ય પક્ષના ઉમેદવારો (Lok Sabha Candidate) એ ઉમેદવારી પત્રો (Nomination Form) ભરીને ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરી દીધા હતા. તે દરમિયાન તા. 16 એપ્રિલના રોજ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પણ જાહેરસભા યોજી રેલી કાઢી વાજતે ગાજતે ઉમેદવારી નોંધાવી હતી.

આ પણ વાંચો: Surat news મરાઠી ભાવ બની મહારાષ્ટ્રમાં માર્યો છાપો, સુરત પોલીસની કામગીરી

અંદાજે 29 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી દીધી

તેજ પ્રમાણે શુક્રવારે ઉમેદવારી પત્રો ભરવાના છેલ્લા દિવસે એટલે કે તા. 19 એપ્રિલના બપોરે 3 વાગ્યા સુધીમાં લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી લડવા માંગતા અંદાજે 29 ઉમેદવારો (Lok Sabha Candidate) એ ઉમેદવારી નોંધાવી દીધી છે. તે દરમિયાન કેટલાક અપક્ષો અને અન્ય પક્ષના ઉમેદવારો (Lok Sabha Candidate) ને ઉમેદવારી પાછી ખેંચી લેવા માટે વિવિધ પ્રલોભનો અપાઇ રહ્યા છે.

અહેવાલ  – યશ ઉપાધ્યાય 
Whatsapp share
facebook twitter