Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Sabarkantha : ઈડર, વડાલી, ખેડબ્રહ્મા પંથકમાં કરા પડ્યા, ઘઉં-બટાટા અને જીરૂના પાકને નુકસાન

06:03 PM Mar 02, 2024 | Hardik Shah

Sabarkantha : હવામાન વિભાગ (Meteorological Department) ની આગાહી મુજબ સાબરકાંઠા જિલ્લા (Sabarkantha district) માં શનિવારે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. જેના કારણે ઈડર, વડાલી અને ખેડબ્રહ્મા (KhedBrahma) પંથકમાં ચોમાસા (Monsoon) ની જેમ માવઠાની સાથે બરફના કરા પડ્યા હતા. જેના કારણે પાકનો સોથ વળી ગયો છે. જેના લીધે જિલ્લાના ખેડૂતો (Farmers) ને વ્યાપક નુકસાન થવા પામ્યું છે. દરમિયાન શનિવારે સવારે પ્રાંતિજ (Pratinj) અને પોશીના પંથકમાં વરસાદ (Rain) ના સામાન્ય છાંટા પડયા હતા. જોકે આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું હોવાને કારણે જિલ્લાની ખેડૂત આલમ હજુ પણ ચિંતાતુર છે.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં તા. 01 થી 03 માર્ચ દરમ્યાન હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. જેના ભાગરૂપે શુક્રવારે જિલ્લામાં આકાશ વાદળછાયું રહ્યું હતુ. તો બીજી તરફ શનિવારે બપોર બાદ જિલ્લાના ઈડર,વડાલી અને ખેડબ્રહ્મા પંથકમાં પવન સાથે કરા પડતા ખેડૂતોમાં નિરાશાનું મોજુ પ્રસરી ગયું હતુ. તો બીજી તરફ શનિવારે વહેલી સવારે પ્રાંતિજ, પોશીના તથા હિંમતનગર તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડયો હતો. જેના કારણે ખેડૂતોમાં ઉચાટ વધી ગયો હતો. સૂત્રોના જણાવાયા મુજબ પોશીના તાલુકાના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી લઈ વધુ વરસાદ પડતા ખેડૂતોએ ઘઉંના પાકને બચાવવા માટે હવાતીયા માર્યા હતા.

એકાએક કરા સાથે પડેલા વરસાદને કારણે ઈડર તાલુકામાંથી પસાર થતાં હાઈવે પરના ઝાડ પડી જતાં નજીકમાં આવેલા ખેતરોના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે. કડીયાદરા સહિતના આસપાસના વિસ્તારોમાં કરા સાથે પડેલા વરસાદને કારણે ઘઉં, બટાકા અને વરીયાળી તથા જીરૂના પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું છે. જો આગામી દિવસોમાં ભારે માવઠુ થશે તો ઘઉં, વરીયાળી, શાકભાજી સહિતના અન્ય પાકોને વ્યાપક નુકસાન થવાની શક્યતા નકારી શકાતી નથી. દરમ્યાન હવામાન વિભાગે રવિવારે પણ હળવો વરસાદ થવાની શક્યતા દર્શાવી છે ત્યારે ખેડૂતો અને લગ્નના આયોજકો સહિત વેપારી વર્ગ ઉચાટ અનુભવી રહ્યો છે.

અહેવાલ – યશ ઉપાધ્યાય 

આ પણ વાંચો – ભલભલાને રનિંગમાં હંફાવતા Porbandar ના પ્રેમજી રાજ્ય કક્ષાએ ચેમ્પિયન

આ પણ વાંચો – Gondal : સૌરાષ્ટ્રમાં ચાલતા ગેરકાયદેસર ડીઝલનો કારોબાર બંધ કરાવવા મુખ્યમંત્રીને ફરિયાદ