Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

SABARKANTHA : હિંમતનગર સ્થિત ભાજપ કાર્યાલય આગળ નારાજ કાર્યકરોએ કર્યો વિરોધ

07:25 PM Apr 06, 2024 | Harsh Bhatt

 SABARKANTHA :  સાબરકાંઠા ( SABARKANTHA ) લોકસભા બેઠક પર કોંગ્રેસમાંથી આવેલા પૂર્વ ધારાસભ્યના પત્નિને ભાજપે ટીકીટ આપી છે તે દિવસથી સાબરકાંઠા ( SABARKANTHA ) અને અરવલ્લી જિલ્લામાં તે મામલે પડેલા ઘેરા પ્રત્યાઘાત હજુ પણ શાંત પડવાનું નામ લેતા નથી ત્યારે શનિવારે વધુ એક વખત નારાજ કાર્યકરોએ હિંમતનગર સ્થિત ભાજપ કાર્યાલય આગળ એકત્ર થઈને આયાતી ઉમેદવારને બદલોની માંગ સાથે જિલ્લા પ્રમુખને આવેદનપત્ર આપ્યુ હતુ.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સાબરકાંઠા ( SABARKANTHA ) બેઠક માટે ભાજપે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્નિ શોભનાબેન બારૈયાની પસંદગી કરતાની સાથે જ બંને જિલ્લામાં ભાજપના પાયાના કાર્યકરો અને જનસંઘની વિચારસરણી ધરાવતા અનેક કાર્યકરોમાં નારાજગી પ્રસરી છે. દરમ્યાન આ નારાજ કાર્યકરોએ શનિવારે હિંમતનગર ભાજપ કાર્યાલય આગળ એકત્ર થઈને વિરોધ વ્યક્ત કર્યો હતો. જેમાં વનરાજસિંહએ ઉપસ્થિત કાર્યકરોએ સંબોધતા જણાવ્યુ હતુ કે જે લોકોને ભાજપે ટીકીટ આપી છે તે અમને મંજુર નથી.

ત્યારબાદ નારાજ કાર્યકરો વચ્ચે ઉપસ્થિત થયેલા જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલે એવી હૈયાધારણ આપી હતી કે આપણે સૌ એકજ પરિવારના છીએ, તેમ છતાં કોઈ ગેરસમજ કે નારાજગી હોય તો સોશ્યલ મીડીયામાં વાયરલ કરવી જોઈએ નહી અને જરૂર પડે મને રૂબરૂ અથવા ટેલિફોનીક સંપર્ક કરીને વાત કરવી જોઈએ. ત્યારબાદ સૌ ઉપસ્થિત કાર્યકરોએ જિલ્લા પ્રમુખની વાતને સારો પ્રતિસાદ આપ્યો હતો.

અહેવાલ : યશ ઉપાધ્યાય 

આ પણ વાંચો : MORBI : મોરબી ક્રાઈમ બ્રાંચનો સપાટો, લાખોની કિમતનો વિદેશી દારૂ કર્યો જપ્ત