Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Sabarkantha : લોકસભા ચૂંટણી પહેલા AAP ના જાણીતા નેતાએ આપ્યું રાજીનામું, હવે નોંધાવશે અપક્ષ ઉમેદવારી!

04:00 PM Apr 11, 2024 | Vipul Sen

સાબરકાંઠાના (Sabarkantha) રાજકારણમાંથી મોટા સમાચાર આવ્યા છે. પોલીસ મહાઆંદોલનના (Police Mahaandolan) પ્રણેતા અને આમ આદમી પાર્ટી (AAP) નેતા નરેન્દ્રસિંહ પરમારે (Narendra Singh Parmar) પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે. નરેન્દ્રસિંહ પરમારે રાજીનામું આપવાની સાથે અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભા (Lok Sabha Election) ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. નરેન્દ્રસિંહ પરમાર આમ આદમી પાર્ટીના લોકસભા પ્રભારી છે.

લોકસભા ચૂંટણી પહેલા રાજીનામાનો દોર હાલ પણ યથાવત્ છે. એક તરફ કોંગ્રેસમાંથી (Congress) કેટલાક નેતાઓએ રાજીનામું આપીને કેસરિયો ખેસ ધારણ કર્યો છે. ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટી (AAP) માંથી પણ એક પછી એક નેતાઓ રાજીનામું આપી રહ્યા છે. ત્યારે હવે સાબરકાંઠાના (Sabarkantha) રાજકારણમાંથી મોટા સમાચાર આવ્યા છે. આમ આદમી પાર્ટીના નેતા અને લોકસભા પ્રભારી નરેન્દ્રસિંહ પરમારે (Narendra Singh Parmar) આપ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હોવાની માહિતી સામે આવી છે.

આમ આદમી પાર્ટી નેતા નરેન્દ્રસિંહ પરમાર

અપક્ષ ઉમેદવાર તરીકે લડશે લોકસભા ચૂંટણી

પ્રાપ્ત અહેવાલ અનુસાર, નરેન્દ્રસિંહ પરમારે આમ આદમી પાર્ટી (AAP) ના તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે અને આ સાથે તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભા ચૂંટણી (Lok Sabha Election) લડવાની તૈયારી દાખવી છે. લોકસભા ચૂંટણી માટે તેઓ જલદી અપક્ષ ઉમેદવારી નોંધાવશે. જણાવી દઈએ કે, પોલીસ મહાઆંદોલનને (Police Mahaandolan) લઈને બરતરફ થયા બાદ તેઓ આમ આદમી પાર્ટી (AAP) માં જોડાયા હતા.

 

આ પણ વાંચો – Rupala controversy : રૂપાલા વિવાદ મામલે વિભીષણવાળી! ઘરના જ ભેદી હોવાનો રિપોર્ટ હાઈકમાન્ડ સુધી મોકલાયો!

આ પણ વાંચો – Ganiben Thakor : ગેનીબેન ઠાકોરે ભુવાજીને કરી વિનંતી, કહ્યું- ધુણતા ધુણતા ઘરના ભુવા હોય તો..!

આ પણ વાંચો – Lok Sabha elections : આવતીકાલથી વધશે રાજકીય ગરમાવો! ઉમેદવારી ફોર્મ ભરવાની થશે શરૂઆત