Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ઋતુરાજ ગાયકવાડની ટીમ ઈન્ડિયામાં જગ્યા પાક્કી! ચાલુ ટૂર્નામેન્ટમાં ફટકારી ચોથી સદી

04:26 AM Apr 24, 2023 | Vipul Pandya
વિજય હજારે ટ્રોફીમાં મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર (MAH vs SAU)વચ્ચે ફાઈનલ રમાઈ રહી છે. જ્યાં આ દિવસોમાં યુવા ઓપનર ઋતુરાજ ગાયકવાડનું બેટ ધૂમ મચાવી રહ્યું છે. સૌરાષ્ટ્ર સામે વિજય હજારે ટ્રોફીની ફાઈનલમાં શાનદાર સદી ફટકારીને મહારાષ્ટ્રનો સુકાની તેની ટીમ માટે તારણહાર બન્યો છે. ચાલુ ટૂર્નામેન્ટમાં ગાયકવાડની આ ચોથી સદી છે, આ પહેલા તેણે ક્વાર્ટર ફાઈનલ અને સેમીફાઈનલમાં ફટકારી હતી.
ધીમી શરૂઆત બાદ કરી તોફાની બેટિંગ
વિજય હજારે ટ્રોફી 2022 ની ફાઈનલ મેચ મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર વચ્ચે શુક્રવારે 2 ડિસેમ્બરે અમદાવાદમાં રમાઈ રહી છે. જેમાં સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રના ઇન-ફોર્મ ઓપનર ઋતુરાજ ગાયકવાડે ફાઈનલમાં પણ હંગામો મચાવ્યો હતો. તેણે ધીમી શરૂઆત બાદ શાનદાર સદી ફટકારી હતી. છેલ્લા ઘણા સમયથી ઋતુરાજ ગાયકવાડ તેની શાનદાર ઇનિંગ્સના કારણે હેડલાઇન્સમાં રહે છે. જણાવી દઈએ કે, ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરી ચુકેલા ઋતુરાજ ગાયકવાડે ફાઈનલમાં સૌરાષ્ટ્ર સામે શાનદાર સદી ફટકારી હતી. જોકે, તેણે પોતાની ઇનિંગ્સની શરૂઆત ખૂબ જ ધીમી રીતે કરી હતી. ગાયકવાડે 61 બોલમાં માત્ર 16 રન બનાવ્યા હતા. પરંતુ આ પછી તેણે આગામી 64 બોલમાં 83 રન બનાવીને જબરદસ્ત સદી ફટકારી હતી. નોંધપાત્ર વાત એ છે કે ગાયકવાડ 108 રન બનાવીને રનઆઉટ થયો હતો. ગાયકવાડે આ ઈનિંગમાં 7 ફોર અને 4 સ્કાય હાઈ સિક્સર પણ ફટકારી છે.

ગાયકવાડ સિવાય કોઇ બેટ્સમેન ન ચાલ્યો
મહારાષ્ટ્ર ક્રિકેટ ટીમના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે સિંહની જેમ ગર્જના કરીને પોતાની સદીની ઉજવણી કરી હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે. ગાયકવાડ તે વીડિયોમાં સદી ફટકાર્યા બાદ સિંહની જેમ ગર્જના કરતા જોવા મળ્યો હતો. વળી, ડ્રેસિંગ રૂમમાં બેઠેલા ખેલાડીઓ પણ તેના માટે તાળીઓ પાડી રહ્યા હતા અને તેની પ્રશંસા કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં ઋતુરાજનો આ વીડિયો હવે ખૂબ ચર્ચામાં છે. મેચની વાત કરીએ તો આ સમયે મહારાષ્ટ્રે સૌરાષ્ટ્રને 249 રનનો ટાર્ગેટ આપ્યો છે. ગાયકવાડ સિવાય કોઈ ખેલાડી મોટી ઈનિંગ્સ રમી શક્યો નહોતો. 
વિજય હજારે ટ્રોફીમાં ઋતુરાજ ગાયકવાડનો રેકોર્ડ
વિજય હજારે ટ્રોફીના ઈતિહાસમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે ઋતુરાજ ટોચ પર છે. વળી, તે વિજય હજારે ટ્રોફીની વર્તમાન સિઝનમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં બીજા સ્થાને છે. નંબર વન પર તમિલનાડુંનો બેટ્સમેન એન જગદીસન છે જેણે આ સિઝનમાં 8 મેચમાં કુલ 830 રન બનાવ્યા છે અને 5 સદી પણ ફટકારી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.