Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

યુક્રેનની રાજધાની કિવ નજીક પહોંચી રશિયન સેના, ચેર્નોબિલ પરમાણુ પ્લાન્ટ પર કબજો કર્યો

12:20 PM Apr 26, 2023 | Vipul Pandya

રશિયાએ યુક્રેન પર સવારથી શરુ કરેલા હુમલાઓને કારણે યુક્રેનમાં ભાારે નુકસાન થયુ છે. અનેક લોકોના મોત થયા છે. તો અનેક ઇમારતો અને જગ્યાઓ પણ કાટમાળમાં ફેરવાય છે. આ બધા વચ્ચે રશિયા દ્વારા હવે એવો દાવો કરવામાં આવ્યો છે કે તેણે અત્યાર સુધીમાં યુક્રેનના 11 રનવે અને 70 કરતા પણ વધારે સૈન્ય અડ્ડા નષ્ટ કર્યા છે. અનેક લોકોના મોત સાથે જ અનેક લોકોએ પોતાના ઘર છોડવાનો વારો પણ આવ્યો છે.
રશિયાએ કહ્યું કે તેની સેનાએ યુક્રેનમાં 11 એરફિલ્ડ સહિત 70 થી વધુ સૈન્ય મથકોને નષ્ટ કરી દીધા છે. રશિયન સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ઇગોર કોનાશેન્કોવે જણાવ્યું હતું કે, રશિયન સશસ્ત્ર દળોના હુમલાના પરિણામે યુક્રેનમાં 74 સૈન્ય અડ્ડાનો નાશ થયો હતો. તેમણે કહ્યું કે નાશ પામેલા સૈન્ય મથકોમાં 11 એરફિલ્ડ પણ સામેલ છે. તેમણે કહ્યું કે યુક્રેનનું એક સૈન્ય હેલિકોપ્ટર અને ચાર ડ્રોન પણ તોડી પાડવામાં આવ્યા છે.

યુક્રેનની રાજધાની નજીક પહોંચ્યું રશિયા
યુક્રેનિયન સૈનિકો પર સતત હુમલો કરીને રશિયન સેના યુક્રેનની રાજધાની કિવની નજીક પહોંચી ગઈ છે. દરમિયાન, સરકારે કિવમાં કર્ફ્યુની જાહેરાત કરી છે. યુક્રેન રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું કે અમે ઘણું સહન કર્યું છે. તેણે આરોપ લગાવ્યો કે રશિયા પણ ચેર્નોબિલ પરમાણુ પ્લાન્ટ પર કબજો કરવા માંગે છે. 

રશિયાએ યુક્રેનના બંધ પરમાણુ પ્લાન્ટને કબ્જે કર્યો
યુક્રેનના રાષ્ટ્રપતિ ભવન તરફથી કહેવામાં આવ્યું છે કે રશિયન સેનાએ તેના ચેર્નોબિલ પરમાણુ પ્લાન્ટ પર કબજો કરી લીધો છે. આ ન્યુક્લિયર પ્લાન્ટ 1986થી બંધ છે. તે સમયે અહીં પરમાણુ દુર્ઘટનામાં 1.25 લાખ લોકોના મોત થયા હતા.