+

રશિયન મીડિયાના દાવા પોકળ સાબિત થયા, ઝેલેન્સ્કી યુક્રેનમાં જ છે, Video કર્યો શેર

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ હજુ પણ બંધ થયુ નથી. રશિયા રોજ યુક્રેનના કોઇ એક શહેરને કબજે કરવાનું જાહેર કરે છે. વળી યુક્રેન સૈનિકો પૂરી તાકત સાથે રશિયન સૈનિકોનો સામનો કરી રહ્યા છે. વળી આ દરમિયાન રશિયન મીડિયાએ એવો દાવો કર્યો હતો કે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સ્કી દેશ જોડી ચુક્યા છે. પરંતુ આ વાત એકવાર ફરી તેમણે જ ખોટી સાબિત કરી દીધી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલ
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ હજુ પણ બંધ થયુ નથી. રશિયા રોજ યુક્રેનના કોઇ એક શહેરને કબજે કરવાનું જાહેર કરે છે. વળી યુક્રેન સૈનિકો પૂરી તાકત સાથે રશિયન સૈનિકોનો સામનો કરી રહ્યા છે. વળી આ દરમિયાન રશિયન મીડિયાએ એવો દાવો કર્યો હતો કે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સ્કી દેશ જોડી ચુક્યા છે. પરંતુ આ વાત એકવાર ફરી તેમણે જ ખોટી સાબિત કરી દીધી છે. 
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સ્કી વિશે શુક્રવારે એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તે દેશ છોડીને ભાગી ગયા છે અને તેમણે પોલેન્ડમાં આશરો લીધો છે. જોકે, ઝેલેન્સકીએ આ વાતને ખોટી સાબિત કરી છે અને સોશિયલ મીડિયા પર એક વિડીયો જાહેર કર્યો છે, જેમાં તે કીવમાં તેમની ઓફિસમાં છે. તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરાયેલા એક વિડીયોમાં ઝેલેન્સકીએ કહ્યું, “દર બે દિવસે એક રિપોર્ટ એવો દાવો કરે છે કે, હું યુક્રેન, કીવ, ઓફિસથી ભાગી ગયો છું. તમે જુઓ, હું અહીં, સ્થળ પર છું. આન્દ્રે બોરિસોવિચ [યર્મક, રાષ્ટ્રપતિ કાર્યાલયના વડા] અહીં છે. કોઈ ભાગ્યું નથી. અમે કામ કરીએ છીએ અમને દોડવું ગમે છે, પરંતુ હવે વિવિધ કાર્ડિયો વર્કઆઉટ્સ માટે સમય નથી, તો ચાલો કામ પર લાગીએ! યુક્રેનની જય!” 
24 ફેબ્રુઆરીના રોજ, રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને યુક્રેન સામે યુદ્ધની ઘોષણા કરી અને મોટા પ્રમાણમાં આક્રમણ શરૂ કર્યું હતુ. રશિયનો તોપમારો કરી રહ્યા છે અને મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નાશ કરી રહ્યા છે. યુક્રેનમાં લશ્કરી કાયદો લાદવામાં આવ્યો હતો અને સામાન્ય એકત્રીકરણની જાહેરાત કરવામાં આવી હતી. યુક્રેને રશિયન ફેડરેશન વિરુદ્ધ હેગમાં સંયુક્ત રાષ્ટ્રની આંતરરાષ્ટ્રીય અદાલતમાં દાવો દાખલ કર્યો છે. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના પ્રોસિક્યુટર કરીમ ખાને યુક્રેનની પરિસ્થિતિની તપાસ શરૂ કરી હતી.
Whatsapp share
facebook twitter