Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

યુક્રેન સાથે બીજા તબક્કાની ચર્ચા પહેલા રશિયાની ચેતવણી, અમેરિકાના સહારે ખોટા ન નાચો..

06:55 AM Apr 26, 2023 | Vipul Pandya

રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ
દિવસે દિવસે આક્રમક બની રહ્યું છે. રશિયા દ્વારા મોટા હુમલાઓ કરવામાં આવી રહ્યા
છે. તો બીજી તરફ યુક્રેન પણ હથિયાર હેઠા મુકવા માટે તૈયાર નથી. જો  કે એક વાત સારી છે કે બંને વચ્ચે આજે બીજા
તબક્કાની ચર્ચા થવા જઈ રહી છે. આજે યુક્રેન અને રશિયા વચ્ચે બીજા રાઉન્ડની બેઠક
યોજાવાની છે. આમાં કંઈક ઉકેલ મળવાની આશા છે
.જેનાથી યુદ્ધ અટકશે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે કહ્યું છે કે
રશિયા કિવ સાથે બીજા રાઉન્ડની વાતચીત માટે તૈયાર છે. પરંતુ યુક્રેન અત્યારે
અમેરિકાના ઈશારે રમી રહ્યું છે.
આજે સવારે અમેરિકી રાષ્ટ્રપતિએ પોતાના
સંબોધનમાં કહ્યું કે પુતિને યુક્રેન પર હુમલો કરીને મોટી ભૂલ કરી છે.
આ પહેલા રશિયાના વિદેશ મંત્રી લાવરોવે કહ્યું હતું કે રશિયા યુક્રેનને પરમાણુ
હથિયારો પ્રાપ્ત કરવા દેશે નહીં. તેમણે કહ્યું કે જો ત્રીજું વિશ્વ યુદ્ધ થાય છે
તો તે પરમાણુ યુદ્ધ હશે અને ખૂબ જ વિનાશક હશે.


યુદ્ધના સાતમા દિવસે રશિયન સૈનિકોએ
યુક્રેનને ઘેરી લીધું
હતું. સવારથી સરકારી ઈમારતો પર હુમલા
ચાલુ છે. તો સાથે સાથે રશિયાની રાજદ્વારી તૈયારી પણ ચાલી રહી છે. તેથી આજે રાત્રે
રશિયા અને યુક્રેન ફરી એકવાર વાટાઘાટોના ટેબલ પર આવશે. જો કે
આ વાતચીત ક્યાં લઈ જશે તે અત્યારે
કહેવું મુશ્કેલ છે. પરંતુ બંને દેશો વચ્ચે બીજી વખત વાતચીત થશે. 
ઉલ્લેખનિય છે કે રશિયા અને યુક્રેન
વચ્ચે બેલારુસમાં પ્રથમ રાઉન્ડની વાતચીત થઈ છે. આ બેઠક કુલ સાડા ત્રણ કલાક ચાલી
હતી. મંત્રણામાં યુક્રેને માંગ કરી હતી કે રશિયા ક્રિમિયા અને ડોનબાસ સહિત સમગ્ર
દેશમાંથી પોતાની સેના હટાવે. યુક્રેને બેઠક બાદ કહ્યું હતું કે રશિયા સાથે વાતચીત
“ચોક્કસ નિર્ણયો” પર પહોંચી છે.