Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Russia Ukraine War Update: નવા વર્ષ પહેલા ભીષણ યુદ્ધ

01:18 PM Dec 31, 2023 | Aviraj Bagda

Russia Ukraine War Update:  વર્ષ 2023 ના અંત પહેલા Russia અને Ukraine વચ્ચે યુદ્ધ વધુ તીવ્ર બન્યું છે. સૌપ્રથમ 29 ડિસેમ્બરે યુક્રેને રશિયન શહેર બેલગોરોડ પર રોકેટ છોડ્યા હતા. જેમાં 14 રશિયન લોકોના મોત થયા હતા અને 100 થી વધુ લોકો ઘાયલ થયા હતા. જે બાદ રશિયન રક્ષા મંત્રાલયે ચેતવણી જાહેર કરી અને બીજા દિવસે Ukraine ના શહેરો અને ગામડાઓ પર 158 મિસાઈલો છોડી હતી.

Russia Ukraine War Update

આ હુમલામાં Ukraine ના 39 થી વધુ લોકોના મોત થયા હતા. છેલ્લા ત્રણ દિવસમાં Russia અને Ukraine વચ્ચેની લડાઈ વધુ ઉગ્ર બની છે. જો આપણે 29 ડિસેમ્બરની વાત કરીએ તો યુક્રેને Russia ના બેલગોરોડ પર હુમલો કર્યો હતો. હુમલામાં 2 બાળકો સહિત 14 લોકોના મોત થયા હતા. બીજા જ દિવસે 30 ડિસેમ્બરે રશિયન સંરક્ષણ પ્રધાને દાવો કર્યો હતો કે રશિયન સેનાએ Ukraine ના મેરિંકા શહેર પર કબજો કરી લીધો છે. એટલે કે સ્થિતિ સુધરવાને બદલે બગડી છે.

રાષ્ટ્રપતિ Zelenskyy એ રશિયન હુમલાઓ પર નિવેદન જારી કર્યું છે. Zelenskyy એ કહ્યું કે Russia એ ઘણા શહેરોને નિશાન બનાવ્યા છે. રશિયન ઇમારતોને ધરાશાયી કરી છે. આ હુમલામાં 39 નાગરિકોના મોત થયા છે અને 120 થી વધુ વસાહતો સંપૂર્ણપણે નાશ થઈ ગઈ છે.

Zelenskyy એ કહ્યું કે Russia ના આ હુમલામાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમની સાથે મારી સંવેદના છે. આ સમયે પીડિતોને પાયાની મદદ પૂરી પાડવી ખૂબ જ જરૂરી છે. જે લોકોના ઘર અને એપાર્ટમેન્ટ નાશ પામ્યા છે તેમને મદદ કરવી પડશે. સરકારી અને સ્થાનિક બંને સ્તરે કામ કરવું પડશે.

Ukraine ના રાષ્ટ્રપતિ Zelenskyy એ કહ્યું કે ખાર્કિવમાં અન્ય બચાવ અભિયાન પણ ચાલી રહ્યું છે. જેમાં 17 લોકો ઘાયલ થયા છે. Russia એ ખાર્કિવમાં પણ હુમલા કર્યા છે. Ukraine ના ઘણા શહેરો રશિયન હુમલાથી પ્રભાવિત છે. આ તમામ ઘટનાઓની જવાબદારી Russia ની છે.

Zelenskyy એ Russia ને ચેતવણી આપી છે કે અમે આવતા વર્ષે વધુને વધુ હથિયાર બનાવીશું. અમે અમારા સહયોગી દેશો સાથે યોજના બનાવી રહ્યા છીએ અને અમારા સૈનિકોને જરૂરી મદદ આપી રહ્યા છીએ. અમારો આખો દેશ એક સાથે ઉભો છે. અમે Russia થી ડરતા નથી. તેને સમય સાથે યોગ્ય જવાબ આપવામાં આવશે.

આ પણ વાંચો: Imran Khan :પાકિસ્તાન ચૂંટણી પંચે ઈમરાન ખાનને આપ્યો મોટો ઝાટકો