Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રશિયાના હુમલામાં 345 બાળકોના મોત, 600થી વધુ ઈજાગ્રસ્ત

03:24 PM Apr 23, 2023 | Vipul Pandya

રશિયા
અને યુક્રેન વચ્ચે છેલ્લા
4 મહિના
કરતાં પણ વધુ સમયથી યુદ્ધ ચાલુ છે. રશિયા યુદ્ધગ્રસ્ત દેશના રહેણાંક વિસ્તારોને
સતત નિશાન બનાવી રહ્યું છે. મોસ્કોએ દાવો કર્યો છે કે તેના દળોએ રવિવારે લુહાન્સ્ક
પ્રાંતના છેલ્લા મોટા યુક્રેનિયન-નિયંત્રિત શહેર લિસિચાન્સ્ક પર કબજો કરી લીધો છે.
હવે તેની નજર યુક્રેનના ઘણા મોટા શહેરો પર છે. દરમિયાન
, પ્રોસીક્યુટર જનરલ ઓફિસે
જણાવ્યું હતું કે રશિયન સૈન્ય હુમલાથી ઓછામાં ઓછા
989 બાળકોને અસર થઈ છે. જ્યારે આ
યુદ્ધમાં
345 બાળકો માર્યા ગયા છે. પીજીઓએ વધુમાં જણાવ્યું કે રશિયન હુમલામાં 644થી વધુ બાળકો ઘાયલ થયા છે.


ડોનેત્સ્ક
ક્ષેત્રમાં રશિયન હુમલામાં સૌથી વધુ
345 લોકો માર્યા ગયા છે. જ્યારે
ખાર્કિવ (
185), કિવ (116), ચેર્નિહાઇવ (68), લુહાન્સ્ક (61), માયકોલાઇવ પ્રદેશ (53), ખેરસન (52) અને ઝાપોરિઝ્ઝ્યામાં 31 લોકો માર્યા ગયા હતા. વધુમાં, યુક્રેનમાં 2,102 થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ રશિયન
સૈન્ય દ્વારા દૈનિક હવાઈ અને આર્ટિલરી હુમલામાં નાશ પામી હતી. જેમાંથી
215 સંસ્થાઓ સંપૂર્ણપણે નાશ પામી
હતી.


ઝેલેન્સ્કીએ લિસિચાન્સ્ક પર
કબ્જા નો કર્યો ઇનકાર
 
યુક્રેનના
રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ રવિવારે એ વાતને નકારી કાઢી હતી કે રશિયન દળોએ
યુક્રેનના લુહાન્સ્ક પ્રાંતના છેલ્લા ગઢ પર સંપૂર્ણ કબજો કરી લીધો છે. તેમણે
મુલાકાતે આવેલા વડાપ્રધાન સાથેની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે
, “લિસિચેન્સ્ક શહેર માટે હજુ પણ
યુદ્ધ ચાલી રહ્યું છે.
રશિયાએ
રવિવારે શહેર પર નિયંત્રણનો દાવો કર્યો હતો. નોંધપાત્ર રીતે
, લુહાન્સ્ક પ્રાંત પર રશિયાનું
નિયંત્રણ તેના સૈનિકોને ડોનેટ્સકને કબજે કરવામાં મદદ કરશે. રશિયાના સંરક્ષણ પ્રધાન
સર્ગેઈ શોઇગુએ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને માહિતી આપી હતી કે રશિયન સૈનિકોએ
સ્થાનિક લશ્કર સાથે મળીને
લિસિચાંસ્કશહેર પર સંપૂર્ણ કબજો કરી લીધો
છે.


રશિયા સામે યુક્રેનિયન આર્મીની
સ્થિતિ નબળી

યુક્રેનના
સૈનિકો છેલ્લા ઘણા અઠવાડિયાથી લિસિચાન્સ્ક શહેરની રક્ષા કરવાનો પ્રયાસ કરી રહ્યા
છે અને હવે રશિયાની સરખામણીમાં તેમની સ્થિતિ નબળી પડી રહી છે. જ્યારે પડોશી
સ્વ્યારોડોનેત્સ્ક પર માત્ર એક અઠવાડિયા પહેલા જ રશિયાનો કબજો છે. યુક્રેનના
રાષ્ટ્રપતિએ કહ્યું
, ‘અમે અત્યારે કોઈ અંતિમ નિષ્કર્ષ પર પહોંચી શકતા નથી.
લિસિચાન્સ્કમાં હજુ પણ લડાઈ ચાલી રહી છે.