+

Russia-Ukraine War: યુક્રેનની રાજધાનીમાં મોડી રાતે હવાઈ હુમલા, બે લોકો ઘવાયા, ઘણી ઇમારતોને થયું નુકસાન

યુક્રેનની રાજધાની કીવમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. કીવમાં એક સાથે ઘણા હવાઇ હુમલા કરવામાં આવ્યા છે. કીવના મેયર વિટાલી ક્લિટસ્કોએ સોમવારે કહ્યું કે, રશિયાએ કીવ પર રાતભરમાં ઘણા હવાઇ…

યુક્રેનની રાજધાની કીવમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. કીવમાં એક સાથે ઘણા હવાઇ હુમલા કરવામાં આવ્યા છે. કીવના મેયર વિટાલી ક્લિટસ્કોએ સોમવારે કહ્યું કે, રશિયાએ કીવ પર રાતભરમાં ઘણા હવાઇ હુમલા કર્યા છે. આ હુમલાઓમાં ઘણી બિલ્ડિંગને નુકસાન પહોંચ્યું છે.

અહેવાલ અનુસાર, સોશિયલ મીડિયા એપના માધ્યમથી ક્લિટસ્કોએ જણાવ્યું કે, કિવના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં હોલોસિવસ્કી જિલ્લામાં કટોકટી સેવાઓ મોકલવામાં આવી હતી. જ્યાં મિસાઇલનો એક ભાગ ત્યાંની એક બિલ્ડિંગ સાથે અથડાયો હતો. તેમણે જણાવ્યું કે, શહેરના અન્ય બે જિલ્લાઓમાં પણ કટોકટી સેવાઓ મોકલવામાં આવી છે. કીવના મેયર વિટાલી ક્લિટ્સ્કોએ જણાવ્યું કે, શહેરના દક્ષિણ-પૂર્વી ભાગમાં ડાર્નિટ્સ્કી જિલ્લામાં એક પુરુષ અને એક મહિલા આ હુમલામાં ઇજાગ્રસ્ત થયા છે.

કીવમાં આ હવાઇ હુમલા બાદ સૈન્ય અધિકારીઓએ જણાવ્યું કે, કીવમાં હવાઈ હુમલા થવાની ચેતવણી આપવામાં આવી છે. સાથે જ લોકોને સતર્ક રહેવા અને સુરક્ષિત જગ્યાએ ખસી જવાનું પણ કહેવાયું છે. ઉપરાંત, આ હુમલા અંગે યુક્રેનિયન વાયુસેનાએ જણાવ્યું હતું કે, “યુક્રેનની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ સોમવારે વહેલી સવારે કીવમાં રશિયા દ્વારા છોડવામાં આવેલી આઠ મિસાઈલોને નષ્ટ કરી દીધી હતી.”

આ પણ વાંચો – દર્દનાક તસ્વીરની દર્દનાક કહાની : તસ્વીર લીધા બાદ ફોટોગ્રાફરે કરી આત્મહત્યા, સુસાઇડ નોટમાં લખી હ્રદયસ્પર્શી વાત

 

Whatsapp share
facebook twitter