+

રશિયા-યુક્રેન યુદ્ધમાં પરમાણુ હથિયારોની એન્ટ્રીથી વિશ્વમાં હલચલ,વૈશ્વિક સ્તરે રશિયા પર દબાણ

યુક્રેન પર સતત ચોથા દિવસે પણ રશિયાના હુમલા ચાલુ છે. લેટેસ્ટ અપડેટ મુજબ રશિયાએ બેલારુસમાં યુક્રેન સાથે વાતચીત કરવા માટે એક પ્રતિનિધિ મંડળ મોકલ્યું છે. જોકે આ યુક્રેને આ મુદ્દે અક્કડ વલણ દાખવ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીએ કહ્યું હતું કે રશિયા સાથે વાતચીત માટે તૈયાર છીએ પરંતુ બેલારુસમાં નહીં તેમજ રશિયાએ પોતાની શરતો સ્વીકાર કરવા અંગે પણ માંગણી મૂકી છે. હાલમાં તો આ યુદ્ધ
યુક્રેન પર સતત ચોથા દિવસે પણ રશિયાના હુમલા ચાલુ છે. લેટેસ્ટ અપડેટ મુજબ રશિયાએ બેલારુસમાં યુક્રેન સાથે વાતચીત કરવા માટે એક પ્રતિનિધિ મંડળ મોકલ્યું છે. જોકે આ યુક્રેને આ મુદ્દે અક્કડ વલણ દાખવ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીએ કહ્યું હતું કે રશિયા સાથે વાતચીત માટે તૈયાર છીએ પરંતુ બેલારુસમાં નહીં તેમજ રશિયાએ પોતાની શરતો સ્વીકાર કરવા અંગે પણ માંગણી મૂકી છે. હાલમાં તો આ યુદ્ધ ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે. બીજી તરફ રશિયા-યુક્રેન યુદ્ધમાં પરમાણુ હથિયારોની એન્ટ્રીથી વિશ્વમાં હલચલ મચી છે. વૈશ્વિક સ્તરે 28 દેશોએ યુક્રેનને ટેકો આપ્યો છે. 
રાજધાની કિવ બહાર યુક્રેને રશિયન સેનાને આપી  જોરદાર ટક્કર 
બીજી તરફ સતત ચોથા દિવસે  રશિયન આર્મી યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવમાં દાખલ થઈ ગઈ છે. તો સામે યુક્રેનની આર્મી ઘુંટણીએ પડવા તૈયાર નથી. રાજધાની કિવ બહાર યુક્રેને રશિયાની સેનાને જોરદાર ટક્કર આપી છે.  આ લડતમાં યુક્રેનની સેનાએ રશિયા તરફથી લડી રહેલા ચેચેન સ્પેશિયલ ફોર્સના ટોપ જનરલને ઠાર માર્યો છે.  મિડિયા રિપોર્ટ મુજબ આ યુદ્ધમાં યુક્રેનના 198  લોકોનાં મોત થયા છે. જેમાં 33 બાળકો પણ સામેલ છે જ્યારે  1115 લોકો ઘાયલ થઈ ચૂક્યા છે. રશિયાના હુમલાના લીધે ચર્નોબિલ ન્યુક્લિયર પ્લાન્ટની પાસે રેડિએશનનું જોખમ 20 ગણુ વધી ગયું છે. રશિયાના સૈનિકોએ ખાર્કિવમાં ગેસ પાઈપલાઈન ઉડાવી દીધી છે. જ્યારે, બાર્સિલકીવમાં ફાયરિંગને કારણે પેટ્રોલિયમ બેઝમાં આગ લાગી હતી.
રશિયા-યુક્રેન યુદ્ધમાં પરમાણુ હથિયારોની એન્ટ્રીથી વિશ્વમાં હલચલ મચી 
ફ્રાન્સના રાષ્ટ્રપતિએ બેલારુસના રાષ્ટ્રપતિને આ મુદ્દે  ફોન પર વાતચીત પણ કરી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોના બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કો સાથે ફોન પર વાત કરી. તેમણે બેલારુસના નિર્ણયની  આકરા શબ્દોમાં  નિંદા કરી હતી, જેમાં બેલારુસે કહ્યું કે તે રશિયાને બેલારુસની જમીન પર પરમાણુ હથિયારો સજ્જ કરવાની મંજૂરી આપશે. આંતરરાષ્ટ્રીય અહેવાલો મુજબ  રાષ્ટ્રપતિ મેક્રોને બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કોને બેલારુસ અને યુક્રેનના લોકોની લાગણીઓનું સન્માન કરવા કહ્યું હતું અને યુક્રેન પર રશિયાના હુમલામાં મદદ ન કરવા પણ કહ્યુ હતું તેમણે વૈશ્વિક હિતોની રક્ષા કરવાં પણ કહ્યું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને પણ યુક્રેનની મદદ કરવાનું એલાન આપ્યું છે. તેમણે એક નિવેદન  આપ્યું કે, યુક્રેન પર રશિયાના હુમલા વચ્ચે રશિયા બેલારુસનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યું છે.અમેરિકા અને યુરોપિયન યુનિયને રશિયા પર અનેક પ્રતિબંધોની જાહેરાત કરી છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને મોટું નિવેદન આપતા કહ્યું છે કે આ પ્રતિબંધોનો એકમાત્ર વિકલ્પ ત્રીજું વિશ્વ યુદ્ધ જ છે. એક ઈન્ટરવ્યુમાં બાઈડેને કહ્યું કે રશિયા સામે યુદ્ધ લડવું જોઈએ. તેમણે કહ્યું કે બીજો વિકલ્પ એ છે કે જે પણ દેશ આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન ન કરે, તેણે મોટી કિંમત ચૂકવવી જ પડશે. રશિયા યુક્રેન યુદ્ધ પર  ઉત્તર કોરિયાનું નિવેદન સામે આવ્યું છે. ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયે નિવેદન જારી કરીને કહ્યું- અમેરિકાની અસમર્થતા, મનમરજી અને રશિયાની સુરક્ષાની માંગને અવગણવાથી યુદ્ધની શરૂઆત થઈ છે. તેમણે અમેરિકા પર કટાક્ષ કરતા કહ્યુ હતુ કે હવે એ દિવસો ગયા કે જ્યારે અમેરિકા સુપર પાવર હતું, રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચે મિત્રતા છે. 
રશિયા યુક્રેન યુદ્ધમાં અત્યારસુધીની મહત્ત્વની ઘટનાઓ
– યુદ્ધના ચોથા દિવસે રશિયાએ યુક્રેનમાં નોવા કાખોવકા પર કબજો કર્યો છે. દક્ષિણ યુક્રેનિયના શહેરો ખેરસોન અને બર્ડિયાન્સ્કને ધેર્યા છે. 
– ચેર્નોબિલ પર રશિયાના કબજા પછી, પરમાણુ રેડિયેશનનો ખતરો 20 ગણો વધી ગયો છે.
– અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને મોટું નિવેદન આપતા કહ્યું છે કે ત્રીજું વિશ્વ યુદ્ધ જ એકમાત્ર વિકલ્પ છે. 
– બેલારુસે કહ્યું કે તે રશિયાને બેલારુસની ધરતી પર પરમાણુ હથિયારો સુસજ્જ કરવા સંમતિ આપી
–  યુક્રેનમાંથી લગભગ 1 લાખ 20 હજાર લોકો પોલેન્ડ, મોલ્દોવા જેવાં પડોશી દેશોમાં  આશરો લીધો
– ફ્રાન્સે યુક્રેનને 300 મિલિયન યુરો અને લશ્કરી સાધનોની મદદ કરી 
-જર્મનીએ યુક્રેનને 1,000 એન્ટી ટેન્ક હથિયારો, 500 સ્ટિંગર મિસાઇલોની મદદ કરી. 
– પોલેન્ડે રશિયા સાથેની લડાઈમાં યુક્રેનને હથિયારો આપવા સંમતિ દર્શાવી 
– યુક્રેને રશિયા અને બેલારુસ સાથેની તેની સરહદો બંધ કરી દીધી છે.
 
વૈશ્વિક સ્તરે રશિયા પર દબાણ 
ફેસબુક મેટાએ તમામ રશિયન મીડિયા આઉટલેટ્સને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત કરવા પર પ્રતિબંધ મૂક્યો. વિડિઓ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ YouTubeરશિયન સ્ટેટ મીડિયા આઉટલેટ RTસહિત અનેક ચેનલો પર પ્રતિબંધ મૂક્યો છે. રશિયાની ફ્લાઈટ્સને જર્મન એરસ્પેસમાંથી પસાર થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર જેલેન્સકીએ યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસને UNSCમાં રશિયાનો મતદાનનો અધિકાર છીનવી લેવા વિનંતી કરી છે.અમેરિકાએ દાવો કર્યો છે કે રશિયાએ અત્યાર સુધીમાં યુક્રેન પર 250થી વધુ મિસાઈલો છોડી છે. જોકે રશિયન સેના રાજધાની કીવ, ઉત્તરપૂર્વીય શહેર ખાર્કિવ અને દક્ષિણ શહેર ખેર્સોનમાં સૌથી વધુ મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. આ ત્રણેય શહેરોમાં યુક્રેની સેના છેલ્લા 24 કલાકથી રશિયાને સીધી ટક્કર આપી રહી છે. 
Whatsapp share
facebook twitter