Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

યુક્રેન સામેના યુદ્ધ વચ્ચે રશિયાએ કર્યું મોટું એલાન

01:39 AM May 08, 2023 | Vipul Pandya

રશિયા
અને યુક્રેન વચ્ચે છેલ્લા ઘણા દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધ વચ્ચે રશિયાએ
આજે એક મોટું એલાન કર્યું છે. સોના પર વેટ ઘટાડવાનો નિર્ણય કર્યો છે. જેના પગલે
હવે સોનાના ભાવમાં ઘટાડો થશે. રશિયાના રાષ્ટ્રપિત વ્લાદિમીર પુતિને યુએસ ડોલર સામે
સુરક્ષિત રોકાણ તરીકે પીળી ધાતુને પ્રાધાન્ય આપવા માટે સોનાની ખરીદી પરના વેટને
દૂર કરવાની જાહેરાત કરી છે.


સોનું
સસ્તું થશે

રશિયાએ
વેટ હટાવવાથી સોનું પહેલા કરતા સસ્તું થશે. રશિયામાં સોનું ખરીદતા પહેલા
ખરીદ કિંમતના 20% વેટ તરીકે ચૂકવવા પડતા હતા અને જ્યારે
ગ્રાહકો સોનું વેચવા જાય ત્યારે તેમને વેટની રકમ પાછી મળતી ન હતી. આમ સલામત રોકાણ
તરીકે સોનું મોંઘું હતું.


યુક્રેન
સામેના યુદ્ધના પગલે રશિયામાં
યુએસ ડોલર સામે રૂબલમાં તીવ્ર ઘટાડો થયો છે. આ કારણોસર રશિયાએ યુએસ ડૉલર સહિત કેટલીક વિદેશી
ચલણોની ખરીદી પર નિયંત્રણો લાદ્યા છે
. જેના કારણે લોકોનો રશિયન રુબલમાં રોકાણ
કરવાનું વલણ વધ્યું છે.
રશિયામાં લોકો સામાન્ય રીતે તેમની
બચતનું રોકાણ ડૉલર (યુ.એસ. ડૉલર)માં કરે છે. પુતિને બુધવારે એક આદેશ પસાર કર્યો
હતો
જેમાં 1 માર્ચથી પીળી ધાતુ પરનો વેટ હટાવી દેવામાં આવ્યો હતો. જેથી રોકાણકારો ડૉલર કરતાં પીળી ધાતુમાં
વધુ રોકાણ કરવા તરફ વળે.