Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રશિયાએ યુક્રેન પર સીઝફાયરનું કર્યું એલાન, ફસાયેલા લોકોને બહાર કાઢવાનું શરૂ

03:58 PM May 04, 2023 | Vipul Pandya

રશિયા અને યુક્રેન વચ્ચે હજુ સુધી કોઇ પણ પરિણામ સામે આવ્યું નથી. રશિયન સૈનિકો વધુને વધુ આક્રમક બની રહ્યા છે. યુક્રેનના ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર કબજો કર્યા બાદ રશિયન સેના ઝડપથી હુમલો કરી રહી છે. મળી રહેલી માહિતી અનુસાર, રશિયન સૈનિકો યુક્રેનની રાજધાની કીવમાં હવાઈ હુમલા કરી રહ્યા છે, જેમા સાત લોકોના માર્યા ગયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. 
યુદ્ધવિરામ ભારતીય સમય અનુસાર સવારે 11.30 વાગ્યાથી અમલમાં આવ્યું
વળી આ વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે, રશિયાએ યુક્રેનમાં યુદ્ધવિરામની જાહેરાત કરી છે. કહેવામાં આવ્યું છે કે, જ્યાં સુધી અહીં ફસાયેલા લોકોને બહાર નહીં કાઢવામાં આવે ત્યાં સુધી હુમલા કરવામાં આવશે નહીં. આ યુદ્ધવિરામ ભારતીય સમય અનુસાર સવારે 11.30 વાગ્યાથી અમલમાં આવ્યું છે. જો કે આ બંને ક્ષેત્રોમાં ભારતીયોની સંખ્યા ઘણી ઓછી છે, તેમ છતા તે શાંતિની દિશામાં એક સારું પગલું છે. એવું માનવામાં આવે છે કે, યુક્રેન અને રશિયા વચ્ચે બીજા રાઉન્ડની વાતચીત બાદ આ કોરિડોર બનાવવા માટે સમજૂતી થઈ છે.
માનવતાના ધોરણે યુદ્ધવિરામ
રશિયાએ જાહેરાત કરી છે કે, આ યુદ્ધવિરામ 11.30 વાગ્યે શરૂ થશે, જે માનવતાના ધોરણે કરવામાં આવ્યું છે જેથી સામાન્ય નાગરિકોને ત્યાંથી જવાની તક મળી શકે. રશિયન સંરક્ષણ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે, ‘આજે 5 માર્ચે મોસ્કોના સમય મુજબ સવારે 10 વાગ્યે, રશિયન પક્ષ યુદ્ધવિરામ કરવા જઈ રહ્યું છે. રશિયા મારિયોપોલ અને વોલ્વોનોખામાં માનવતાવાદી કોરિડોર ખોલવા જઈ રહ્યા છે.
કીવ નજીક બુચામાં એક કાર પર ફાયરિંગમાં 17 વર્ષની છોકરી સહિત 2ના મોત
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુક્રેનની રાજધાની કીવ નજીક બુચામાં એક કાર પર ફાયરિંગ થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. ફાયરિંગમાં 17 વર્ષની છોકરી સહિત 2ના મોત થયાના સમાચાર છે. અહીં યુક્રેને કહ્યું છે કે, રશિયાએ ચેર્નોબિલ ન્યુક્લિર પ્લાન્ટના કર્મચારીઓને 10 દિવસ સુધી બંધક બનાવી રાખ્યા છે.
રશિયન સેનાએ રાજધાની કીવની બહાર ઇરપિન શહેરમાં મિલિટરી હોસ્પિટલ પર બોમ્બમારો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશિયન સેનાએ રાજધાની કીવની બહાર ઇરપિન શહેરમાં મિલિટરી હોસ્પિટલ પર બોમ્બમારો કર્યો છે. સમાચાર અનુસાર, રશિયન સૈનિકોએ સવારથી ઇરપિન શહેરમાં ગોળીબાર કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે કીવ, ખાર્કિવ, ઓડેસા તેમજ સૂમીમાં રશિયન સેના જોરથી વિસ્ફોટ કરી રહી છે.