Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

યુક્રેનના પાંચ સૈનિકો માર્યાનો રશિયાનો દાવો, પૂર્વી યુક્રેનને માન્યતા આપવાની તૈયારીમાં પુતિન

05:27 AM Apr 29, 2023 | Vipul Pandya

રશિયા અને યુક્રેન વચ્ચે શરુ થયેલો તણાવ ઓછો થવાના બદલે દિન પ્રતિદિન વધી રહ્યો છે. જેના કારણે સમગ્ર વિશ્વમાં તણાવની સ્થિતિ ઉભી થઇ છે. જો રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરુ થયું તો તેને વિશ્વ યુદ્ધમાં પરિણમતા વાર નહીં લાગે. આવી સ્થિતિ વચ્ચે આજે બંને દેશ વચ્ચે તણાવ ચરમ પર પહોંચ્યો હોય તેવું લાગી રહ્યું છે. થોડા સમય પહેલા રશિયા દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે યુક્રેન તરફથી કરવામાં આવેલા બોમ્બમાારાામાં તેમની સુરક્ષા ચોકીનો નાશ થયો છે. જો કે યુક્રેને આ વાતનો ઇનકાર કર્યો હતો. ત્યારે હવે રશિયાએ અન્ય એક મોટો દાવો કર્યો છે.

રશિયામાં ઘૂસેલા યુક્રેનના પાંચ સૈનિકો માર્યા
રશિયાએ દાાવો કર્યો કે તેણે પાંચ યુક્રેનના સૈનિકોને ઠાર માર્યા છે. આ અંગે રશિયાએ જણાવ્યું કે રશિયાની સરહદ પાર કરીને આગળ વધવાનો પ્રયાસ કરી રહેલી યુક્રેનના બે બખ્તર બંધ વાહનોને રશિયાએ ફૂંકી માર્યા છે. રશિયાની સાઉથર્ન મિલિટ્રી ડિસ્ટ્રિકટની પ્રેસ સર્વિસ દ્વારા રશિયન મીડિયાાને આ જાણકાારી આપવામાં આવી છે. જે મુજબ એફએસબી બોર્ડર જવાનો દ્વારા રશિયામાં ઘુસવાનો પ્રયાસ કરતા પાંચ યુક્રેની સૈનિકોને મારવામાં આવ્યા છે. રશિયાની સેનાએ જણાવ્યા પ્રમાણે સંઘર્ષ દરમિયાન, યુક્રેનથી રશિયન સરહદ પાર કરી રહેલા પાંચ યુક્રેની સૈનિકોને મારી નાંખ્યા છે. સ્થાનિક સમય અનુસાર સવારે 6:00 વાગ્યે રોસ્ટોવ ક્ષેત્રમાં મિત્યાકિન્સકાયા ગામની નજીક આ ઘટના બની હતી.

યુક્રેને તમામ આરોપો ખોટા ગણાવ્યા
રશિયાએ આ આરોપો લગાવ્યાના થોડા સમય બાદ જ યુક્રેનના વિદેશ મંત્રીએ તેને નકારી કાઢ્યા હતા. દિમિત્રો કુલેબાએ ટ્વિટર પર કહ્યું કે યુક્રેને કંઈ કર્યું નથી. તેણે ડોનેટ્સક અને લુહાન્સકી પરના હુમલાથી લઈને રશિયા પર ગોળીબાર કરવા, બળવાખોરોને સરહદ પાર મોકલવા સુધીના તમામ આરોપોને નકારી કાઢ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા રશિયાએ યુક્રેન પર બોમ્બમારાનો આરોપ પમ લગાવ્યો હતો.
પૂર્વી યુક્રેનને સ્વતંત્ર માાન્યતા
એક તરફ યુક્રેન અને રશિયા દ્વારા એકબીજા પર વિવિધ આરોપો લગાવવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને મોટું નિવેદન આપ્યું છે. તેમણે સુરક્ષા પરિષદ સાથેની બેઠકમાં કહ્યું કે પૂર્વી યુક્રેનને સ્વતંત્ર માન્યતા આપવા પર તેો વિચાર કરી રહ્યા છે. રશિયાએ તણાવ ઓછો કરવાના દરેક પ્રયાસો કર્યા છે. શાંતિપૂર્ણ માહોલ બની રહે તેવા પ્રયાસો પણ શરુ છે. સાથે જ પુતીને એવું પણ કહ્યું છે કે અમને NATO અને અમેરિકાની કોઇ ગેરેન્ટી નથી જોઇતી.
શાંતિ યોજનાની કોઇ સંભાવના નહીં
રશિયાના પ્રમુખ પુતિનનું વલણ દિવસેને દિવસે વધાકે કડક થતું જાય છે. એએફપીના રિપોર્ટ પ્રમાણે વ્લાદિમીર પુતિનને કહ્યું કે યુક્રેન સંઘર્ષને સમાપ્ત કરવા માટે શાંતિ યોજનાની કોઈ સંભાવના નથી. પૂર્વી યુક્રેનમાં વધી રહેલા તણાવ વચ્ચે સોમવારે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને રશિયન સુરક્ષા પરિષદની અસાધારણ બેઠક યોજી હતી. બેઠકમાં તેમણે કહ્યું કે રશિયા પૂર્વી યુક્રેનના અલગતાવાદી પ્રજાસત્તાકોની સ્વતંત્રતાને માન્યતા આપવાની વિનંતી પર વિચાર કરી રહ્યું છે.