Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રશિયામાં જો બાઈડન, માર્ક ઝુકરબર્ગની સહીત 963 સેલિબ્રિટી પર પ્રતિબંધ

05:46 AM Jun 18, 2023 | Vipul Pandya

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લગભગ ત્રણ મહિના થવા જઈ રહ્યા છે. પરંતુ હજુ સુધી તેનો અંત આવવાના કોઈ સંકેત નથી. રશિયા પર લગામ લગાવવા માટે ઘણા મોટા દેશોએ અનેક પ્રકારના પ્રતિબંધો પણ લગાવ્યા હતા. પરંતુ રશિયા પર તેની કોઈ અસર થઈ નથી. ત્યારબાદ રશિયાએ ઘણા દેશો પર પ્રતિબંધો લાદવાનું શરૂ કર્યું. હવે રશિયાએ શનિવારે 963 અગ્રણી અમેરિકનોની યાદી જાહેર કરી છે જે લોકોના નામ આ યાદીમાં છે તેઓ રશિયામાં પ્રવેશ કરી શકશે નહીં.
 
આ યાદીમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન, ફેસબુક ચીફ માર્ક ઝકરબર્ગ અને હોલીવુડ અભિનેતા મોર્ગન ફ્રીમેનનો સમાવેશ થાય છે. અમેરિકાએ યુક્રેનને યુદ્ધમાં સાથ આપતા રશિયાના કેટલાક પ્રભાવશાળી લોકો પર પ્રતિબંધ લગાવ્યો હતો. જેના જવાબમાં રશિયાએ પણ અમેરિકાના પ્રભાવશાળી લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
રશિયન વિદેશ મંત્રાલયની વેબસાઇટ પરની યાદીમાં યુએસ સરકારના અધિકારીઓ, ધારાશાસ્ત્રીઓ અને અન્ય અગ્રણી વ્યક્તિઓના નામ પણ છે. રશિયાએ અગાઉ એક સૂચિ જાહેર કરીને ઘણા અમેરિકન લોકો પર પ્રતિબંધોની જાહેરાત કરી હતી. જેમાં જો બાઈડન, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન, ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટિન અને માર્ક ઝકરબર્ગનો સમાવેશ થાય છે.
રશિયન વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રતિબંધો જરૂરી છે અને તેનો હેતુ યુએસને સબક શીખવાડવાનો છે. જે વિશ્વમાં નિયો-વસાહતી ‘વર્લ્ડ ઓર્ડર’ લાદવાનો પ્રયાસ કરી રહ્યું છે. રશિયાએ કહ્યું કે મોસ્કો હંમેશા વાતચીત માટે તૈયાર છે. અમેરિકાના લોકો અને અધિકારીઓને રુસોફોબિયા થઈ ગયો છે.
યુક્રેનમાં આક્રમણથી મોસ્કોએ રશિયાના સેંકડો એંગ્લો-સેક્સન પર પ્રતિબંધ મૂક્યો છે. રશિયાએ કેનેડિયન વડાપ્રધાનની પત્ની સોફી ટ્રુડો સહિત 26 વધુ કેનેડિયનો પર પણ પ્રતિબંધો લાદ્યા છે.