+

રશિયાના હુમલાથી 14 બાળકો સહિત 352 યુક્રેનિયનના થયા મોત

યુદ્ધ ક્યારે કોઇ દેશ માટે યોગ્ય નિર્ણય સાબિત થતું નથી. યુદ્ધ દરમિયાન બંને બાજુએથી હુમલા થતા હોય છે પરંતુ ખાસ કરીને આ સમયે સામાન્ય નાગરિકો યુદ્ધનો ભોગ બનતા હોય છે. આવું જ કઇંક રશિયા-યુક્રેન યુદ્ધમાં જોવા મળી રહ્યુે છે. જણાવી દઇએ કે, યુક્રેનના ગૃહ મંત્રાલયે કહ્યું છે કે રશિયન હુમલામાં 14 બાળકો સહિત 352 યુક્રેનિયન માર્યા ગયા છે અને 116 બાળકો સહિત 1,684 લોકો ઘાયલ થયા છે. ભારતે સુરક્ષા પરિષદના à
યુદ્ધ ક્યારે કોઇ દેશ માટે યોગ્ય નિર્ણય સાબિત થતું નથી. યુદ્ધ દરમિયાન બંને બાજુએથી હુમલા થતા હોય છે પરંતુ ખાસ કરીને આ સમયે સામાન્ય નાગરિકો યુદ્ધનો ભોગ બનતા હોય છે. આવું જ કઇંક રશિયા-યુક્રેન યુદ્ધમાં જોવા મળી રહ્યુે છે. જણાવી દઇએ કે, યુક્રેનના ગૃહ મંત્રાલયે કહ્યું છે કે રશિયન હુમલામાં 14 બાળકો સહિત 352 યુક્રેનિયન માર્યા ગયા છે અને 116 બાળકો સહિત 1,684 લોકો ઘાયલ થયા છે. 
ભારતે સુરક્ષા પરિષદના મતમાં ભાગ લીધો નહી ં
મંત્રાલયે રવિવારે એક નિવેદનમાં આ માહિતી આપી, પરંતુ યુક્રેનની સશસ્ત્ર દળોના કેટલા જવાનોને જાનહાનિ થઇ તે જણાવ્યું નથી. રશિયાએ દાવો કર્યો છે કે, તેના દળો માત્ર યુક્રેનમાં લશ્કરી પ્રતિષ્ઠાનોને નિશાન બનાવી રહ્યા છે અને યુક્રેનમાં નાગરિકોને કોઈ ખતરો નથી. રશિયાના સંરક્ષણ મંત્રાલયે રવિવારે જ સ્વીકાર્યું કે રશિયન સૈનિકોને જાનહાનિ થઈ છે, પરંતુ સંખ્યા સ્પષ્ટ કરી નથી. યુક્રેન પર રશિયાના હુમલાના મુદ્દા પર 193-સભ્ય યુએન જનરલ એસેમ્બલીનું “ઇમરજન્સી સ્પેશિયલ સત્ર” બોલાવવા માટે ભારતે સુરક્ષા પરિષદના મતમાં ભાગ લીધો ન હતો. બે દિવસ પહેલા, રશિયાએ યુક્રેન વિરુદ્ધ રશિયન આક્રમણ પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવને વીટો કર્યો હતો.
પાંચ દેશ મતદાન સમયે વીટો પાવરનો ઉપયોગ કરી શક્યા નહીં
15 સભ્યોની સુરક્ષા પરિષદ રવિવારે બપોરે (સ્થાનિક સમય મુજબ) એક વિશેષ સત્ર બોલાવવા પર મત આપવા માટે મળી હતી. 1950 થી સામાન્ય સભાના આવા માત્ર 10 સત્રો બોલાવવામાં આવ્યા છે. ભારત મતદાનથી દૂર રહ્યું, જ્યારે રશિયાએ ઠરાવની વિરુદ્ધમાં મતદાન કર્યું અને કાઉન્સિલના 11 સભ્યોએ તેના સમર્થનમાં મતદાન કર્યું. સુરક્ષા પરિષદના પાંચ સ્થાયી સભ્યો – ચીન, ફ્રાન્સ, રશિયા, બ્રિટન અને યુએસ – સત્ર બોલાવવા માટે મતદાન પ્રક્રિયા દરમિયાન તેમના વીટો પાવરનો ઉપયોગ કરી શક્યા નહીં.
Whatsapp share
facebook twitter