+

અમદાવાદની RTO કચેરીમા લાઈસન્સ માટે હાલાકી!

RTOમાં ગોકળગાયની ગતિએ ચાલતા કામને પગલે મુશ્કેલીઅમદાવાદનાં સુભાષબ્રીજ,વસ્ત્રાલ તેમજ બાવળા ખાતે અનેક લાઈસન્સની અરજીઓ પેન્ડિંગ પડી છે. એક તરફ લાઈસન્સ વગર વાહનો ચલાવવા ગુનો બને છે તો RTOની બે મહિનાઓ સુધી લાઈસન્સની અરજીઓ લગભગ બે થી પણ વધુ મહિના સુધી પેન્ડિંગ પડી રહે છે.અરજીઓ છે પેન્ડિંગબાવળા ખાતે ARTOમાં 2,735 લાઈસન્સની અરજી પેન્ડિંગ પડી છે જ્યારે અમદાવાદ જિલ્લા ગ્રામ્યની  ARTO કચેરીમાં છ


RTOમાં ગોકળગાયની ગતિએ ચાલતા કામને
પગલે મુશ્કેલી

અમદાવાદનાં સુભાષબ્રીજ,વસ્ત્રાલ તેમજ બાવળા ખાતે અનેક
લાઈસન્સની અરજીઓ પેન્ડિંગ પડી છે. એક તરફ લાઈસન્સ વગર વાહનો ચલાવવા ગુનો બને છે તો RTOની બે મહિનાઓ સુધી લાઈસન્સની અરજીઓ લગભગ બે થી પણ વધુ મહિના સુધી પેન્ડિંગ પડી
રહે છે.


અરજીઓ છે પેન્ડિંગ

બાવળા ખાતે ARTOમાં 2,735 લાઈસન્સની
અરજી પેન્ડિંગ પડી છે જ્યારે
 અમદાવાદ જિલ્લા
ગ્રામ્યની  ARTO કચેરીમાં છેલ્લા દોઢ મહીનાથી પાકા લાઈસન્સ આપવામાં આવ્યા નથી
અને લાઇસન્સ માટેની
 2735 જેટલી અરજીઓ પેન્ડીંગ પડી છે.જેના
પરિણામે લાઈસન્સ મેળવવા માટેના અરજદારોની મુશ્કેલિમાં વધારો થયો છે.


શું કહે છે RTO?

લોકોની સમસ્યા અંગે વાતચીત કરતાં અધિકારીએ જણાવ્યુ છે કે ‘કામ ટૂંક સમયમાં જ ફરી શરૂ થશે અને લોકોને લાઇસન્સ મળશે તેવી બાહેધરી તો આપવામાં આવી છે’. પરંતું ક્યારે આ અરજીઓનું નિરાકરણ
આવશે અને લોકોને લાઈસન્સ મળશે


બાવળામાં એ.આર.ટી.ઓ. કચેરીમાં છેલ્લા દોઢ મહીનાથી એટલે કે 24 ડિસેમ્બરથી પાકા લાઇસન્સ કાઢવાની કામગીરી બંધ થઈ ગઈ છે.જેથી
અમદાવાદ જિલ્લાનાં અત્યાર સુધીનાં આશરે
 2,735 જેટલા પાકા લાઈસન્સ નીકળી શક્યા નથી.જેને પરિણામે અરજદારોને મુશ્કેલીઓ પડી રહી હતી અને લાઇસન્સ અંગ સતત
પૂછપરછ થઈ રહી છે.

 

ચાલી રહ્યો છે હાઇકોર્ટમાં વિવાદ

લાઇસન્સનાં કોન્ટ્રાકટનો બે કંપની
વચ્ચેનો વિવાદ હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે.વાહન વ્યવહાર વિભાગે હાલની સ્માર્ટ ચીપ
કંપનીનો કોન્ટ્રાક્ટ રિન્યૂ કર્યો નહોતો
અને આ કંપનીએ તેની કામગીરી બંધ કરી દેતાં પાકા લાઇસન્સની અરજીઓનો ભરાવો
થઈ જવા પામ્યો છે.જેથી આખા ગુજરાતમાં આશરે અઢી લાખ જેટલી પાકા લાઈસન્સની અરજીઓ
પેન્ડીંગ પડી રહેતાં આ પાકા લાઈસન્સનો બેકલોગ ઘટાડવા માટે અને અરજદારોની ફરીયાદોને
ધ્યાનમાં રાખીને અને અરજદારોને તકલીફનાં પડે તે માટે વાહન વ્યવહાર વિભાગે જયાં
સુધી હાઇકોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી હાલની સ્માર્ટચીપ કંપનીને તેમની કામગીરી
ચાલું કરવાનો ઓર્ડર આપ્યો છે
જેના પરિણામે ટૂંક સમયમાં જ કામગીરી ચાલું કરી દેવામાં આવશે.

 

બંન્ને કંપનીઓ વચ્ચે ચાલતા વિવાદને
પગલે થોડા સમયમાં જ કામગીરી શરૂ થશે અને લોકોને લાઈસન્સ ડિસપેચ કરી દેવાની પણ
કામગીરી કરવામાં આવશે.હવે જોવુ રહ્યુ કે બંન્ને કંપનીના વિવિદનો કેસ ક્યાં સુધી
ચાલે છે અને ગોકળગાયની સ્થિતિ એ ચાલતી કામગીરીમાં હજુ લોકોને કેટલા દિવસ લાઈસન્સની
રાહ જોવી પડશે.

 

Whatsapp share
facebook twitter