+

RTI activist case: RTI activist આવ્યા CM ની રડારમાં, CM ભૂપેન્દ્ર પટેલે પોલીસને સૂચના પાઠવી

RTI activist case: દેશમાં RTI એટલે કે… Right to infornation ના માધ્મથી નાગરિકો સરકાર દ્વારા કરવામાં આવતા સામાજિક કલ્યાણના કાર્યો વિશે માહિતી મેળવી શકે છે. ત્યારે રાજ્યમાં RTI Activist મહેન્દ્ર…

RTI activist case: દેશમાં RTI એટલે કે… Right to infornation ના માધ્મથી નાગરિકો સરકાર દ્વારા કરવામાં આવતા સામાજિક કલ્યાણના કાર્યો વિશે માહિતી મેળવી શકે છે. ત્યારે રાજ્યમાં RTI Activist મહેન્દ્ર પટેલ દ્વારા આ કાનૂનનો દુરઉપયોગ કરવામાં આવ્યો છે. આ મામલે CM Bhupendra Patel એ જાહેર સૂચના પાઠવવામાં આવી છે.

  • CID એ મહેન્દ્ર પટેલના નિવાસસ્થાને દરોડા પાડ્યા
  • મહેન્દ્ર પટેલના ધરેથી કરોડા રૂપિયા જપ્ત કરાયા
  • CM Bhupendra Patel એ આદેશ જારી કર્યો

CID એ મહેન્દ્ર પટેલના નિવાસસ્થાને દરોડા પાડ્યા

જો કે મહેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગરમાં શાળા સંચાલક પાસેથી ગેરકાયદેસર પૈસા ચાઉં કરવામાં આવી રહ્યા હતા. ત્યારે મહેન્દ્ર પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. આ કેસમાં CID દ્વારા મહેન્દ્ર પટેલના ધરે દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે સામે આવ્યું હતું કે, તેણે 18 શાળાઓના સંચાલકો પાસેથી Black mail કરી કરોડા રૂપિયા ચાઉં કરવામાં આવ્યા હતા.

મહેન્દ્ર પટેલના ધરેથી કરોડા રૂપિયા જપ્ત કરાયા

CID એ મહેન્દ્ર પટેલની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા 2 ફેબ્રુ. સુધીના રિમાન્ટ મંજૂર કરાયા હતા. તે ઉપરાંત તેના ધરેથી 1 કરોડથી વધુની રોકડ સહિત સોનાના દાગીના અને 400 કરતા વધુ ફાઈલો મળી આવી હતી. જો કે મહેન્દ્ર પટેલને વર્ષ 1995માં શાળાઓમાં બાળફિલ્મો બતાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. જે બાદ તેના શિક્ષણખાતામાં સંપર્કો વધતા તેનો દૂરપયોગ શરૂ કર્યો હતો.

CM Bhupendra Patel એ આદેશ જારી કર્યો

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક ખાસ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ આદેશ RTI ના નામે તોડબાજી કરતા અસામાજિક કરતા શખ્સોને લઈને અમલમાં મૂકવામાં આવ્યો છે. આ સૂચનામાં જણાવવામાં આવ્યું છે કે, જો કે RTI એક્ટિવિસ્ટ દ્વારા ગેરકાયદેસર વલણ અપનાવી આર્થિક કે સામાજિક રીતે શોષણ કરવામાં આવશે. તો પોલીસ ફરિયાદ અચૂકપણે કરવાનું સૂચન જાહેર કર્યું છે. તે સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે, જો આ RTI એક્ટિવિસ્ટ સાથ અન્ય સરકારી અધિકારીઓની મિલીભગત હોય તો પણ પોલીસ દ્વારા તેમના વિરુદ્ધ વિભાગીય અને કાયદાકીય પગલાં ભરવાની સૂચના પાઠવવામાં આવી છે.

આ પણ વાંચો: રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલા ક્રિકેટ સટ્ટામાં અચાનક લાગી બ્રેક ?

Whatsapp share
facebook twitter