Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

RR VS RCB : વિરાટની સદી એળે ગઈ, RR ની ટીમની સતત ચોથી જીત

12:05 AM Apr 07, 2024 | Harsh Bhatt

IPL 2024 માં 19મી મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ હતી. રાજસ્થાનની ટીમે બંગલોર સામે આ મેચમાં વિજય મેળવ્યો હતો. આ મેચમાં RCB એ પ્રથમ બેટિંગ કરતાં 183 રન બનાવ્યા હતા અને RR ને 184 રનનો ટાર્ગેટ આપ્યો હતો. RR એ આ સ્કોર 19.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. જ્યાં એક તરફ આ ટૂર્નામેન્ટમાં રાજસ્થાનની આ સતત ચોથી જીત છે, તો બીજી તરફ RCB ની આ સતત ત્રીજી હાર છે.

મેચમાં મળ્યા 2 શતકવીર

આ મેચમાં 2 શતકવીરો મળ્યા હતા. આ મેચમાં RCB ના વિરાટ કોહલી અને RR ના જોસ બટલર એ સદી ફટકારી હતી. રાજસ્થાન તરફથી આ મેચમાં જોશ બટલરે શાનદાર સદી ફટકારી હતી. આ મેચમાં બટલરની સદીએ વિરાટ કોહલીની સદીને ઢાંકી દીધી હતી. બટલરે 58 બોલમાં 100 રનની અણનમ ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગ દરમિયાન બટલરે 9 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. ત્યારે વિરાટ કોહલીએ 72 બોલમાં શાનદાર 113 રન ફટકાર્યા હતા.

RCB પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 183 રન બનાવ્યા

RR અને RCB વચ્ચેની આ મેચ રાજસ્થાનના આંગણે એટલે કે સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.  RCB એ પોતે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 183 રન બનાવ્યા હતા. RCB માટે વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી. વિરાટે 72 બોલમાં અણનમ 113 રન બનાવ્યા હતા. કોહલીએ પોતાની ઇનિંગ દરમિયાન 12 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. આ સિવાય કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે 33 બોલમાં 44 રનની ઇનિંગ રમી હતી. ફાફે પોતાની ઈનિંગમાં 2 ફોર અને 2 શાનદાર સિક્સર ફટકારી હતી. પરંતુ આ સ્કોરનો પણ પીછો રાજસ્થાનની ટીમે સરળતાથી કર્યો હતો.

સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલે શાનદાર બોલિંગ રજૂ કરી

રાજસ્થાન રોયલ્સ વતી સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલે શાનદાર બોલિંગ રજૂ કરી હતી. ચહલે 4 ઓવરમાં 34 રન આપીને 2 વિકેટ લીધી હતી. ચહલે જ રાજસ્થાનને આ મેચમાં પ્રથમ સફળતા અપાવી હતી. ચહલે ઉપરાંત બર્ગરે પણ ઘણી સારી બોલિંગ કરી હતી. બર્ગરે 4 ઓવરમાં 33 રન આપીને એક વિકેટ લીધી હતી.

RR એ સરળતાથી આ સ્કોરનો પીછો કર્યો હતો

રાજસ્થાન જ્યારે આ સ્કોરનો પીછો કરવા માટે આવ્યું ત્યારે તેમણે સરળતાથી આ સ્કોરનો પીછો કર્યો હતો. જેમાં RR તરફથી બટલરે શાનદાર શતક મારી હતી. જેમાં તેણે 58 બોલમાં 100 માર્યા હતા અને કપ્તાન સંજુ સેમસને પણ પોતાનું યોગદાન આપતા આ મેચમાં 42 બોલમાં 69 રન ફટકાર્યા હતા અને RR ની ટીમે આ લક્ષ્ય 19.1 ઓવર હાંસલ કર્યો હતો.

આ પણ વાંચો : Rishabh Pant : ઋષભ પંતને મોટો ઝટકો, BCCIએ દિલ્હી કેપિટલ્સને પણ ફટકાર્યો દંડ,જાણો સમગ્ર મામલો