Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Rohit Pawar: શરદ પવારના પૌત્ર રોહિત પવારની રૂ. 50 કરોડની સંપત્તિ ED એ કરી જપ્ત

09:50 PM Mar 08, 2024 | Aviraj Bagda

Rohit Pawar: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (SP) ના પ્રમુખ શરદ પવારને મોટો ઝટકો લાગ્યો છે. તેનું મુખ્ય કારણ એ છે કે, તાજેતરમાં ED દ્વારા શરદ પવારના પૌત્ર રોહિત પવારની સુગર મીલ સહિત 50 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે.

  • રોહિત પવારની સંપત્તિ ED એ કરી જપ્ત
  • ED એ કયા કેસમાં કાર્યવાહી કરી?
  • 11 કલાક સુધી પૂછપરછ ચાલી હતી

ED એ કયા કેસમાં કાર્યવાહી કરી?

ED એ તેના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ED એ કથિત મહારાષ્ટ્ર સ્ટેટ કોઓપરેટિવ બેંક (MNSB) કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં આ કાર્યવાહી કરી હતી. ઔરંગાબાદ જિલ્લાના કન્નડ ગામમાં સ્થિત કન્નડ સહકારી સાખાર કારખાના લિમિટેડ (Kannad SSK) ની કુલ 161.30 એકર જમીન, પ્લાન્ટ, મશીનરી અને ઈમારતને Prevention of Money Laundering Act (PMLN) હેઠળ કામચલાઉ રીતે સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.

Kannad SSK બારામતી એગ્રો લિમિટેડ રોહિત પવારની માલિકીની છે. નોંધનીય છે કે કર્જત-જામખેડ વિધાનસભા સીટના 38 વર્ષીય વિધાનસભ્ય રોહિત પવારની જાન્યુઆરીમાં બારામતી એગ્રો, Kannad SSK અને અન્ય કેટલાક પરિસરમાં સર્ચ કર્યા બાદ ED દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી.

11 કલાક સુધી પૂછપરછ ચાલી હતી

રોહિત પવાર દક્ષિણ મુંબઈમાં તપાસ એજન્સીની ઓફિસમાં 11 કલાકથી વધુ સમય રોકાયા હતો. ED ના સમન્સ પર રોહિત પવાર ઓફિસ પહોંચ્યા અને પોતાનું નિવેદન આપ્યું હતું.

આ પણ વાંચો: Lok Sabha Election 2024: કોંગ્રેસે જાહેર કરેલી યાદીમાં આ છે ખાસ વાત, આટલા યુવા નેતાને મળી ટિકિટ