Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gujarat Congress : રોહન ગુપ્તાના રાજીનામા પર કોંગ્રેસ નેતાઓની આકરી પ્રતિક્રિયા! શક્તિસિંહ ગોહિલ રાજકોટના પ્રવાસે

08:02 PM Mar 22, 2024 | Vipul Sen

લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) પહેલા ગુજરાત કોંગ્રેસને (Gujarat Congress) એક પછી એક મોટા ઝટકા લાગી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા અમદાવાદ પૂર્વ બેઠક પર રોહન ગુપ્તા (Rohan Gupta) ને ટિકિટ આપવીમાં આવી હતી. પરંતુ, હવે રોહન ગુપ્તાએ કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપી દેતા કોંગ્રેસની મુશ્કેલીઓ વધી શકે તેમ છે. રોહન ગુપ્તાનાં રાજીનામાં પર ગુજરાત કોંગ્રેસ નેતાઓએ પ્રતિક્રિયા આપી છે.

કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલ, મનીષ દોશી અને અમિત ચાવડા (Amit Chavda) સહિતના નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે. જણાવી દઈએ કે, અગાઉ રોહન ગુપ્તાએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. બીજી તરફ, રાજકોટ લોકસભા ઉમેદવારના ગૂંચવાયેલા કોકડા વચ્ચે શક્તિસિંહ ગોહિલ (Shaktisinh Gohil) અચાનક બે દિવસ રાજકોટના પ્રવાસે જશે.

લોકસભા ચૂંટણીને ધ્યાને લઈ અમદાવાદ પૂર્વ (Ahmedabad East) બેઠક પર કોંગ્રેસે તેના ઉમેદવાર તરીકે રોહન ગુપ્તા (Rohan Gupta) ને ટિકિટ આપી હતી. પરંતુ, રોહન ગુપ્તાએ પહેલા પિતાની તબિયત ખરાબ હોવાનું કારણ આગળ ધરી ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. પરંતુ, હવે તેમણે કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તેમના રાજીનામાથી કોંગ્રેસની મુશ્કેલીઓમાં વધારો થાય તેમ છે. રોહન ગુપ્તાના રાજીનામાં પર કોંગ્રેસ નેતાઓની એક પછી એક પ્રતિક્રિયા સામે આવી છે.

તેમણે જે નિર્ણય કર્યો છે તે ખૂબ જ દુ:ખદ છે : અમિત ચાવડા

કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ (Amit Chavda) આ અંગે મીડિયાને જણાવ્યું કે, રોહન ગુપ્તાને પાર્ટી હાઈ કમાન્ડે સોશિયલ મીડિયાના ચેરમેન બનાવ્યા, AICC માં પ્રવક્તા સુધીની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. પરંતુ, આજે તેમણે જે નિર્ણય કર્યો છે તે ખૂબ જ દુ:ખદ છે. જે પાર્ટીએ તેમને ઓળખ આપી, માન-સન્માન, જવાબદારી, હોદ્દા આપ્યા, જે પાર્ટીએ તમારા પર વિશ્વાસ રાખીને લોકસભા ચૂંટણીની ટિકિટ પણ આપી, એવા પક્ષ સાથે સંઘર્ષના સમયે કોઈ પણ વ્યાજબી કારણ વગર રાજીનામું આપવું અને પીછેહઠ કરવી તે યોગ્ય નથી. તેમણે કહ્યું કે, મજબૂત વિચારધાર સાથે લડનારા આજે પણ લાખો કાર્યકરો કોંગ્રેસમાં છે.

પાર્ટી એમને ટિકિટ આપી હતી એ અમારી સ્ટ્રેટેજી હતી : હેમાંગ રાવલ

કોંગ્રેસ (Gujarat Congress) પ્રવક્તા હેમાંગ રાવલે (Hemang Rawal) આ મામલે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, રોહન ગુપ્તાએ જે આક્ષેપ કર્યા કે કોંગ્રેસે ત્રણ વર્ષથી તેમને કોરણે મૂક્યા તે સંપૂર્ણ રીતે પાયાવિહોણા છે. રોહન ગુપ્તાએ કોંગ્રેસનો ઉપયોગ કરીને પદ અને પ્રતિષ્ઠા મેળવી. ટિકિટ મળી અને પિતાની તબિયતની વાત કરીને રાજીનામું આપ્યું છે. પક્ષ માટે જે વાતો કરી છે, એ જાણે ટાઇમલાઇન મુજબ નક્કિ હોય એમ લાગે છે. જો કે, ટાઈમલાઈન નક્કી હતી અને તે પ્રમાણે જ રોહન ગુપ્તાએ રાજીનામું આપ્યું છે. રાષ્ટ્રીય સ્તરે પણ એમના વિશે અમને વિગતો મળી હતી. પક્ષમાં રહીને તેઓ શું પ્રવૃત્તિ કરતા હતા, તેનાથી પણ સૌ કોઇ વાકેફ હતા.

તેમણે કહ્યું કે, પાર્ટી એમને ટિકિટ આપી હતી એ અમારી સ્ટ્રેટેજી હતી અને અમને ખ્યાલ પણ આવી ગયો હતો. અહેમદ પટેલ (Ahmed Patel) રાજ્યસભાની ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે એ સિવાય પણ કોંગ્રેસ પાર્ટીની રણનીતિની વાતો વિરોધી પાર્ટીમાં જતી હતી. આ જ કારણને લઈને અમે રોહન ગુપ્તાને પાર્ટીની ઘણી વાતોથી દૂર રાખવામાં આવ્યા હતા. તેમણે અંદાજ લગાવતા કહ્યું કે, ટૂંક સમયમાં રોહન ગુપ્તા ભાજપમાં (BJP) જોડાશે તેની ખાતરી છે. કોંગ્રેસને ખબર હતી કે તેઓ પક્ષ છોડીને જવાના હતા માટે જ તેમને ટિકિટ અપાઈ હતી. હવે અમારા કાર્યકરો ફટાકડા ફોડે તો નવાઈ નહિ.

તેમણે પાર્ટી સાથે તો વિશ્વાસઘાત કર્યો છે : મનીષ દોશી

કોંગ્રેસ નેતા મનીષ દોશીએ (Manish Doshi) કહ્યું કે, તેમણે પાર્ટી સાથે વિશ્વાસઘાત કર્યો છે. પાર્ટીએ તેમને પદ આપ્યો પ્રતિષ્ઠા આપી અને સાથે જ તમને હજારો કાર્યકર્તાઓએ પસંદ કર્યા ત્યારે ખબર પડે છે કે તમે પિતાનાં સ્વાસ્થ્યનું કારણ આગળ ધરીને ઉમેદવારીથી નામ પરત ખેંચો છો. પરંતુ, હકીકત એ છે કે તમારી એવી કોઈ ભાગેદારી છે, જેના કારણે તમે પીછેહઠ કરી છે અને રાજીનામું આપ્યું છે.

 

શક્તિસિંહ ગોહિલ બે દિવસ રાજકોટના પ્રવાસે

બીજી તરફ, રાજકોટ લોકસભા ઉમેદવારના ગૂંચવાયેલા કોકડા વચ્ચે કોંગ્રેસના (Gujarat Congress) પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ બે દિવસ રાજકોટના પ્રવાસે છે. મનાઈ રહ્યું છે કે, પરેશ ધાનાણી ચૂંટણી લડવાની ના પાડતા રાજકોટ (Rajkot) કોંગ્રેસ જૂથવાદ શાંત પાડવા ખુદ પ્રદેશ પ્રમુખને મેદાને ઉતરવું પડ્યું છે. એક ને ટિકિટ આપે તો બીજું જૂથ નારાજ થાય તેવી સંભાવના સેવાઈ રહી છે. અહેવાલ મુજબ, કોળી ઉમેદવારના નામની ચર્ચાથી પણ કોંગ્રેસ નારાજ છે. માહિતી મુજબ, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ આવતીકાલે રાત્રે કાર્યકર્તાઓની એક બેઠકમાં હાજર રહેશે. રવિવારે કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના સ્થાનિક નેતાઓને મળશે. ઉમેદવારને લઇને જૂથવાદ દૂર કરીને કાર્યકર્તાઓને એક કરવાનો શક્તિસિંહ (Shaktisinh Gohil) પ્રયાસ કરશે. નોંધનીય છે કે, રાજકોટ કોંગ્રેસ ઉમેદવાર જાહેર થાય તે પહેલાં જ વિવાદ ઘેરાયો છે. હજુ સુધી રાજકોટમાં ઉમેદવારના નામને લઇને સર્વ સંમતિ જોવા મળી નથી.

આ પણ વાંચો – ચૂંટણી ટાણે જ કોંગ્રેસને મોટો ઝટકો, રોહન ગુપ્તાએ આપ્યું રાજીનામું

આ પણ વાંચો – Shaktisinh Gohil : કોંગ્રેસ ચૂંટણી ના લડી શકે તે માટે 11 એકાઉન્ટ ફીઝ કરાયાં!

આ પણ વાંચો – એકવાર ફરી ગુજરાત કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, દેવભૂમિ દ્વારકામાં આ નેતાએ પાર્ટીને કહ્યું રામ રામ