+

RMC BUDGET : રૂ. 50 કરોડની નવી યોજનાઓ! સિનિયર સિટીઝન, દિવ્યાંગને સિટી બસમાં નિઃશુલ્ક મુસાફરી

RMC BUDGET : રાજકોટમાં (Rajkot) મનપા કમિશનર આનંદ પટેલ (Anand Patel) દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેને આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે.…

RMC BUDGET : રાજકોટમાં (Rajkot) મનપા કમિશનર આનંદ પટેલ (Anand Patel) દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેને આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. માહિતી મુજબ, મનપા કમિશનર આનંદ પટેલ દ્વારા રૂ. 2,817 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટ રૂ. 17.77 કરોડના કરબોજ સાથે સ્ટેન્ડિંગ કમિટીને રજૂ કરવામાં આવ્યું હતું. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરી આ બજેટ અંગે માહિતી અપાઈ છે.

સ્ટેન્ડિંગ કમિટીના (Standing Committee) ચેરમેન જયમીન ઠાકર (Jaymin Thacker) દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપવામાં આવી છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ. 17.77 કરોડના કરબોજ સાથે રૂ. રૂ. 2,817 કરોડનું અંદાજપત્ર (RMC BUDGET) રજૂ કરવામાં આવ્યું છે. જો કે, કરબોજ વગરના બજેટને મંજૂરી આપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે બજેટને લગતી આપેલી મુખ્ય માહિતીઓ આ મુજબ છે…

> રાજકોટ મનપાને 50 વર્ષ પૂર્ણ થતા 50 કરોડની નવી યોજનાઓની જાહેરાત
> રાજકોટમાં નવો સાઉથ ઝોન જાહેર કરવામાં આવશે.
> આજ સુધી માત્ર સેન્ટર ઝોન, વેસ્ટ ઝોન અને ઈસ્ટ ઝોન જ હતા.
> ત્રણ વિધાનસભા વિસ્તારમાં ત્રણ નવા મહિલા હોકર્સ ઝોન તૈયાર કરાશે.

> કોર્પોરેટરોની ગ્રાન્ટ વાર્ષિક રૂ. 15 લાખથી વધારી રૂ. 20 લાખ કરાઈ.
> મેયર, ડે. મેયર સહિતના હોદ્દેદારોની વાર્ષિક ગ્રાન્ટમાં રૂ. 2 લાખ સુધીનો વાધારો કરાયો.
> પુસ્તકાલયોના નવીનીકરણ માટે રૂ. 45 લાખની ફાળવણી કરાશે.
> સિનિયર સિટીઝન, દિવ્યાંગ, થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓને સિટી બસમાં નિઃશુલ્ક મુસાફરીની સુવિધા અપાશે.

> ભાડાના મકાનમાં ચાલતી 61 આંગણવાડીઓના બિલ્ડિંગ બનાવવામાં આવશે.
> મધવરાવ ક્રિકેટ સ્ટેડિયમનું નવીનીકરણ કરવામાં આવશે.
> દરેક મનપા સંચાલિત કચેરીઓમાં વીજળીના બિલ ઘટાડવા માટે રૂફટોપ ફિટ કરાશે.

> કિસાનપરા ચોકથી મહિલા કોલેજ અન્ડરબ્રિજ સુધી પાઈલોટ પ્રોજેકટ રૂપે નવા રોડ બનાવાશે.
> રાજકોટમાં 7.5 ઇચની સાઈઝના વોટર પ્રુફ Y કોટિંગવાળા રોડ બનાવવામાં આવશે.
> કટારિયા ચોકડી ખાતે નવા બ્રિજને મંજૂરી અપાઈ.
> વોકળા પાકા કરવા માટે રૂ. 3.5 કરોડની જોગવાઈ
(રાજકોટ – સર્વેશ્વર ચોક દુર્ઘટના બાદ ગુજરત ફર્સ્ટ જર્જરિત વોકળા મુદ્દે સવાલો ઊઠાવ્યા હતો. જે બાદ બજેટમાં આ અંગે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.)
> મોરબી રોડ પર નવું સ્મશાન બનાવવાની જાહેરાત.

 

આ પણ વાંચો – Junagadh : મહાતોડકાંડમાં આરોપી તરલ ભટ્ટને બેંક એકાઉન્ટની વિગતો આપનાર બુકીઓ પર ATS નો સકંજો

Whatsapp share
facebook twitter