Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

દેશની આર્થિક રાજધાની Mumbai માં આતંકી હુમલાનું જોખમ, જાહેર કરાયું એલર્ટ

12:42 PM Sep 28, 2024 |

દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈ (Mumbai) પર એકવાર ફરી આતંકવાદી હુમલાનું એલર્ટ (terrorist attack alert) જારી કરવામાં આવ્યું છે. આ એલર્ટને ધ્યાનમાં રાખીને મુંબઈ શહેરની સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે. ગુપ્તચર એજન્સીના ઇનપુત (intelligence agency inputs) અનુસાર, આતંકવાદીઓ ફરી એકવાર મુંબઈ (Mumbai) માં આતંક મચાવવાનું કાવતરું ઘડી રહ્યા છે. એલર્ટ બાદ ધાર્મિક સ્થળો અને અન્ય ભીડવાળા સ્થળો પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

મુંબઈમાં આતંકવાદી હુમલાનું એલર્ટ જારી

મુંબઈમાં એકવાર ફરી આતંકવાદી હુમલાનું એલર્ટ જારી કરવામાં આવ્યા બાદ શહેરના અનેક ધાર્મિક સ્થળો અને અન્ય ભીડવાળા સ્થળોએ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસને ગીચ સ્થળો અને ધાર્મિક સ્થળોએ ‘મોક ડ્રીલ’ કરવા સૂચના આપવામાં આવી છે. શહેરના તમામ DCP ને પોતપોતાના ઝોનમાં સુરક્ષા વ્યવસ્થા પર વિશેષ ધ્યાન આપવા પણ કહેવામાં આવ્યું છે. એક અધિકારીએ જણાવ્યું કે શુક્રવારે પોલીસે ક્રાફર્ડ માર્કેટ વિસ્તારમાં મોકડ્રીલ કરી હતી. આ એ વિસ્તાર છે જ્યાં ભારે ભીડ હોય છે. અહીં બે મુખ્ય ધાર્મિક સ્થળો પણ છે. સિક્યોરિટી ડ્રિલ અંગે પોલીસે સત્તાવાર રીતે કહ્યું હતું કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ એક્સસાઈઝ હતી. પરંતુ આ બધું અચાનક કેમ કરવામાં આવી રહ્યું છે તે અંગે તેણે કંઈ જણાવ્યું ન હતું.

પોલીસનું કહેવું છે કે આગામી તહેવારો અને ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મુંબઈમાં ક્રોફર્ડ માર્કેટ અને અન્ય સ્થળોએ મોક ડ્રીલ કરવામાં આવી રહી છે. એલર્ટ જારી કરવામાં આવ્યા બાદ સિદ્ધિવિનાયક મંદિરના પૂર્વ ટ્રસ્ટી રાજારામ દેશમુખે કહ્યું કે, કેન્દ્રીય એજન્સીઓ તરફથી એલર્ટ મળ્યા બાદ પોલીસે તેમને કહ્યું કે સુરક્ષા વધારવામાં આવે. ભક્તોને દર્શન કરવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે તકેદારી વધારવી જોઈએ. આ તમામ બાબતોને જોતા પોલીસે પોતાની સંખ્યા વધારી દીધી છે અને વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે. મંદિર પ્રશાસન ભક્તોને અપીલ કરી રહ્યું છે કે જો તેઓ કોઈ શંકાસ્પદ વસ્તુ જુએ તો તરત જ તેની જાણ કરે.

શુક્રવારે નવા ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવી

શુક્રવારે જ મંદિરમાં નવા ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવી છે. વર્તમાન ટ્રસ્ટીઓ મહેશ મુદલિયાર, ભાસ્કર શેટ્ટી છે. તેમણે શુક્રવારે જ ચાર્જ સંભાળ્યો હતો. ઉલ્લેખનીય છે કે દેશમાં ટૂંક સમયમાં નવરાત્રીનો તહેવાર શરૂ થવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં મુંબઈમાં વિવિધ સ્થળોએ દેવી પંડાલ લગાવવામાં આવે છે અને ત્યાં લોકોની ભારે ભીડ જોવા મળે છે. આવી સ્થિતિમાં આતંકીઓ તેમના નાપાક ઈરાદાઓ સાથે આ જગ્યાઓ પર ષડયંત્ર રચી શકે છે. મુંબઈ પોલીસે આતંકવાદીઓ પર કડક કાર્યવાહી કરી છે અને આ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

આ પણ વાંચો:  Delhi માં કારના શોરૂમમાં અંધાધૂંધ ગોળીબાર, ચિઠ્ઠી પર લખેલું હતું – BHAU GANG 2020