Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Rishikesh Patel : મંત્રી ઋષિકેશ પટેલે બજેટ સત્ર, બાળ મૃત્યુદર અને પોલીસ ભરતી અંગે આપી માહિતી, વાંચો અહેવાલ

05:53 PM Jan 31, 2024 | Vipul Sen

આવતીકાલે બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. ત્યારે ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી અને પ્રવક્તા ઋષિકેશ પટેલે (Rishikesh Patel) આ અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું કે, આવતી કાલે બજેટ સત્ર (Budget Session) શરૂ થઈ રહ્યું છે. સત્રમાં ગુજરાતને આગળ વધારતું બજેટ રજૂ કરાશે. તેમણે કહ્યું કે, 1 ફેબ્રુઆરીએ રાજપાલ દ્વારા આભાર પ્રસ્તાવ, સાથે જ ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા કરેલી કામગીરી અને વિકાસની જે પત્રિકા હતી તે દર્શાવવામાં આવશે.

પ્રવક્તા ઋષિકેશ પટેલે આગળ કહ્યું કે, 1 થી 29 ફેબ્રુઆરી સુધી બજેટ સત્ર મળશે. 2 ફેબ્રુઆરીએ નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ (Kanubhai Desai) 2024-25 માટે બજેટ રજૂ કરશે. આ બજેટ ગુજરાતને આગળ વધારતું હશે. આગામી 25 વર્ષ દરમિયાન ગુજરાતના વિકાસના રોડમેપ દર્શાવતું બજેટ રજૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, અગાઉની સમયસૂચી મુજબ, દર શનિવારે બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ, હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને ધારાસભ્યો સાથે ચર્ચા કર્યા બાદ શનિવારની જગ્યાએ બીજા દિવસે ડબલ બેઠકો યોજી કોઈ પણ પ્રશ્ન રહી ના જાય તે પ્રમાણે ગૃહમાં સમયસૂચી બનાવવામાં આવી છે.

અયોધ્યામાં બનશે ગુજરાતી ભવન

મંત્રી ઋષિકેશ પટેલે (Rishikesh Patel) આગળ કહ્યું કે, પીએમ મોદીના નેજા હેઠળ અયોધ્યામાં (Ayodhya) ઐતિહાસિક રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો (Ram Mandir Pran Pratishtha) કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થતા વિધાનસભામાં સત્ર દરમિયાન 5મીના રોજ સર્વસંમતિથી અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે એવું નક્કિ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે અયોધ્યામાં જમીન લીધી છે, જ્યાં ગુજરાતી ભવન બનાવવામાં આવશે. આ ભવનમાં લોકોને સારી સુવિધા મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રયાસ કરાશે. આ સાથે તેમણે આરટીઆઈના (RTI) નામે બ્લેકમેલિંગ કરનારા સામે કડક પગલાંઓ લેવામાં આવશે એવી પણ માહિતી આપી હતી.

‘રાજ્યમાં નવજાત શિશુનો મૃત્યુદર 1 હજાર એ 16 નો’

બાળ મૃત્યુ અંગે સવાલ પૂછતા મંત્રી ઋષિકેશ પટેલે (Rishikesh Patel) કહ્યું કે, હાલ રાજ્યમાં નવજાત શિશુનો મૃત્યુદર 1 હજાર એ 16 નો છે. તેમણે કહ્યું કે, એક મહિનાની વાત કરીએ તો 1600 જેટલા બાળમરણ સંભવિત છે. હાલ રાજ્યમાં બાળ મૃત્યુદરના આંકડાઓ ખૂબ જ ઓછા છે. છતાંય બાળ મૃત્યુદર વધુ ઓછો કરવા માટે રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે. રાજ્ય સરકાર દરેક ગર્ભવતી માતા અને તેના બાળકનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે કટિબદ્ધ છે. સુરેન્દ્રનગર (Surendranagar) ખાતે કોલસા ખાણમાં મજૂરોના મૃત્યુ અંગેના પ્રશ્નનો જવાબ આપતા તેમણે કહ્યું કે, બેદરકારીથી કોલસા કાઢવાની પ્રક્રિયામાં મજૂરોના મોત થયા છે. આ ઘટના અંગે જાણ થતા સરકાર તરફે કડક પગલા લેવામાં આવ્યા છે અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ ભરતી અંગે થયેલ પીએલઆઈ અને સરકારના એફિડેવિટ અંગે ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 12 હજાર પોલીસ ભરતી ભવિષ્યમાં કરવા અંગે સરકારે એફિડેવિટ કર્યું છે.

 

આ પણ વાંચો – Taral Bhatt : 2 હજાર કરોડના સટ્ટાકાંડમાં માનવતા ભારે પડી, તરલ ભટ્ટે મહાકાંડ કર્યો