Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ભરુચમાં રીક્ષાચાલકો દ્વારા સીએનજીમાં થયેલા ભાવ વધારાનો વિરોધ

01:17 PM Apr 26, 2023 | Vipul Pandya

દેશમાં અત્યારે મોંઘવારીએ માઝા મુકી છે. જીવન જરુરિયાાતની વસ્તુઓમાં સતત થઇ રહેલા વધારાના કારણે લોકો હેરાન થઇ રહ્યા છે. તેમાં રપણ ખાસ કરીન પેપેટ્રોલ ડીઝલ તથા સીએનજીના ભાવમાં તો જાણે કે ભડકો થયો છે. જે સતત વધી જ રહ્યા છે. આ ભાવ વધારોનો સડકથી લઇને સંસદ સુધી વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભરુચ જિલ્લાના રીક્ષાચાલકો પણ આ વિરોધમાં જોડાયા છે.
ભરૂચ જિલ્લામાં રિક્ષાચાલકોની હાલત દયનીય બની ગઇ છે. સિટી બસના પ્રારંભથી જ રિક્ષા ચાલકોના વેપાર-ધંધા પડી ભાંગ્યા છે. ત્યાં જ સીએનજી ગેસમાં પણ ૬.૪૫ પૈસાનો ભાવ વધારો ઝીંકાતા ફરી એકવાર રીક્ષા ચાલકોની હાલત કફોડી બની છે. જેનો આજે રીક્ષાચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો. તેમણે રીક્ષાચાલકો બેરોજગારીના ખપ્પરમાં ધકેલાઈ રહ્યા હોવાના આક્ષેપ સાથે સીએનજીમાં થયેલા ભાવ વધારાને પરત ખેંચવાની માગ કરી હતી. ગુજરાત સરકારની હાય-હાયના નારા લગાવી સીએનજી ગેસમાં કરેલો ભાવ વધારો પરત ખેંચવા માગ કરી હતી.
ગુજરાતમાં પેટ્રોલના ભાવે સદી ફટકારી છે અને ડીઝલ પણ હવે ટૂંક સમયમાં સદી ફટકાારી દેશે. તો બીજી તરફ સીએનજી ગેસમાં ભાવ વધારાના પગલે રીક્ષાચાલકોની હાલત દયનીય બની રહી છે. જેના પગલે સરકારે કરેલા સીએનજીના ભાવ વધારા મુદ્દે રિક્ષાચાલકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. સીએનજીમાં ભાવ વધારાના પગલે જો રીક્ષાના ભાડામાં વધારો કરવામાં આવે તો તે મુસાફરોને પોસાય તેમ નથી અને સરવાળે રીક્ષાચાલકોને નુકસાન થતું હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે.