Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Richest woman: જાણો… વિશ્વની ધનિક મહિલાઓમાં ભારતીય મહિલાઓ કયાં ક્રમાંક પર ?

11:56 PM Feb 08, 2024 | Aviraj Bagda

Richest woman: વિશ્વની સૌથી ધનિક મહિલાઓની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી Slingo research ના માધ્યમથી બહાર પાડવામાં આવી છે. આ સંશોધનના આધારે વિશ્વસ્તરે મહિલા સશક્તિકરણ વધું પ્રભાવશાળી છે.

  • Slingo research પ્રમાણે કોણ વિશ્વની સૌથી ધનિક મહિલા
  • બીજા અને ત્રીજા સ્થાને કોણ અબજોપતિ ?
  • મહિલા અબજોપતિઓની સંપત્તિના સંદર્ભમાં ટોચના દેશ

Slingo research પ્રમાણે કોણ વિશ્વની સૌથી ધનિક મહિલા

Slingo research ના સંશોધન પ્રમાણે $80.5 Billion ની નેટવર્થ સાથે Françoise Bettencourt Meyers પ્રથમ ક્રમાંક પર છે. L’Oréal કંપનીને આગળ વધારવાનું કામ Bettencourt Meyers સખત મહેનત કરી રહી છે. આ બ્રાન્ડ આખી દુનિયામાં ફેમસ થઈ રહી છે.

Richest woman

બીજા અને ત્રીજા સ્થાને કોણ અબજોપતિ ?

આ યાદીમાં જુલિયા કોચ બીજા સ્થાને છે. તેમની કુલ સંપત્તિ 59 અબજ ડોલર છે. કોચ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડ સભ્ય તરીકે જુલિયા કોચ મુખ્ય વ્યક્તિ તરીકે ગણાય છે. આ કંપનીનો કાગળના ઉત્પાદનથી લઈને Oil refinery સુધીના ઉદ્યોગોમાં મોટો ફાળો છે. આ યાદીમાં alice walton $56.7 Billion ની નેટવર્થ સાથે ત્રીજા સ્થાને છે. તેણીની કંપની Wallmart રિટેલ જાયન્ટના કાયમી પ્રભાવને દર્શાવે છે.

મહિલા અબજોપતિઓની સંપત્તિના સંદર્ભમાં ટોચના દેશ

જ્યારે સૌથી વધુ સરેરાશ મહિલા અબજોપતિ નેટવર્થ ધરાવતા દેશોની વાત આવે છે, ત્યારે ફ્રાન્સ $23.0 Billion ની સરેરાશ નેટવર્થ સાથે યાદીમાં ટોચ પર છે. Marie Besnier Beauvalot જેવી મહિલાઓ દેશની આર્થિક તાકાત વધારે છે. બીજા સ્થાને યુનાઇટેડ સ્ટેટ્સ છે, જેની સરેરાશ નેટવર્થ $16.0 Billion છે. અંતે ભારત $12.3 Billion ની સરેરાશ નેટવર્થ સાથે ત્રીજા ક્રમે છે. સાવિત્રી જિંદાલ જેવી વ્યક્તિઓ ભારતના વિકસતા આર્થિક લેન્ડસ્કેપનું પ્રતિનિધિત્વ કરે છે.

આ પણ વાંચો: US : ‘ભારતને અમેરિકા પર વિશ્વાસ નથી, એટલે જ તેઓ રશિયાની નજીક છે’ – નિક્કી હેલી