Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ફાયરિંગની તાલીમ પુરી કરી પરત ફરી રહેલ SRP જવાનોથી ભરેલ બસ પલટી

10:00 PM Oct 30, 2023 | Maitri makwana

અહેવાલ – નામદેવ પાટીલ, પંચમહાલ

પાવાગઢની તળેટીમાં ફાયરિંગની ટ્રેનિંગ લેવા માટે આવેલ દાહોદ જિલ્લાના એસઆરપી ગ્રુપના જવાનોના બસને હાલોલ પાસે અકસ્માત નડ્યો છે.જેમાં 33 જવાનોને ઇજા પોહચી છે. મળતી માહિતી મુજબ ,દાહોદ જિલ્લાના પાવડી એસઆરપી ગ્રુપના જાવાનો ફાયરિંગની ટ્રેનીંગ માટે પાવાગઢની તળેટી ખાતે આવ્યા હતા.અને ફાયરિંગની ટ્રેનિંગ પુરી કરી એસઆરપીના જવાનો બસમાં પરત ફરી રહ્યા હતા.ત્યારે બસના બ્રેક ફેલ થઈ જતા બસ પલટી ગઈ હતી.જેમાં 33 જેટલા જવાનો ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઇજાગ્રસ્ત જવાનોને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામા આવ્યા હતા. જેમાંથી બે થી વધુ એસઆરપીના જવાનો ગંભીર ઇજાગ્રસ્ત હોવાના કારણે તેઓને વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ જિલ્લા પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.

પંચમહાલ જીલ્લાના હાલોલ નજીક આવેલ પાવાગઢની તળેટીના ડુંગરાળ વિસ્તારમાં ફાયરિંગની તાલીમ લેવા માટે દાહોદ જિલ્લાના પાવડી એસઆરપી ગ્રુપના 150 જેટલા એસઆરપી જવાનો ત્રણ દિવસની ફાયરિંગની તાલીમ પુરી કરવા માટે આવ્યા હતા.જેમાં આજની તાલીમ પુરી કરી એસઆરપીના જવાનો બસમાં પરત ફરી રહ્યા હતા. પાવાગઢના ડુંગરાળ વિસ્તારના માર્ગ ઉપરથી બહાર નીકળતી એક બસ ઢાળ ઉતરી રહી હતી.તે દરમ્યાન બસ ના બ્રેક ફેઈલ થઈ જતા બસ બેકાબુ બની હતી અને રોડની સાઈડમાં આવેલ કોતરમાં ઉતરી જઈ પલટી ખાઈ ગઈ હતી.

સર્જાયેલા અકસ્માતમાં બસમાં એસઆરપી ના 45 જવાનો હતા. બસ અકસ્માતમાં 33 જવાનોને ઇજાઓ ઇજાઓ પોહચી હતી. ઇજાગ્રસ્ત તમામ જવાનોને એસઆરપીની અન્ય બસ અને 108 મારફતે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ 33 ઇજાગ્રસ્ત જવાનોમાંથી બે વધુ જવાનોને વધુ ઇજાઓ પોહચતાં તેઓને વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારી સહિત એસઆરપીના અધિકારીઓ ઘટના સ્થળે પોહચ્યા હતા.

આ પણ વાંચો –    SVPI : અમદાવાદથી ડાયરેક્ટ દીવ, જેસલમેર, પોર્ટ બ્લેર અને આગ્રાની ફ્લાઈટ્સ શરૂ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.