Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Republic Day Special: દિલ્હીના કર્તવ્ય પથ પર કચ્છ સંસ્કૃતિએ કર્યા લોકોને મંત્રમુગ્ધ

05:38 PM Jan 26, 2024 | Aviraj Bagda

Republic Day Special: આજરોજ ગુજરાત દ્વારા પ્રજાસત્તાક દિને બેનમૂન ટેબ્લોનું નવી દિલ્હીના કર્તવ્ય પથ પરથી પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે ધોરડોના વિષય આધારિત રજુ થયેલો ગુજરાતનો ટેબ્લો તેની સંખ્યાબંધ વિશેષતાઓના લીધે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.

  • કચ્છ લોક ગીતને દિવાળીબેન દ્વારા પ્રદર્શિત કરાયું
  • વર્ષ 2007 પછી 60 થી વધુ સંગીત આલ્બમ રિલીઝ કર્યા છે
  • દીવાળીબેનને જિલ્લા પુરસ્કારોથી નવાજવામાં આવ્યા

ધોરડો UNTWO ના ‘બેસ્ટ વિલેજ”ની યાદીમાં સામેલ થયેલું છે. તેની કચ્છી કલા-સંસ્કૃતિ, સરહદી પ્રવાસન, રણોત્સવ, આર્થિક નિર્ભરતા UNESCO માં અનોખો દરજ્જો પ્રાપ્ત કર્યો છે. તે સહિત ICH નો દરજ્જો પ્રાપ્ત કરી ચૂકેલા ગરબા તેમેજ પરંપરાગત કચ્છી ગીત “રાણો ચીંધો રાજ મેં ભેંનું” લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.

કચ્છ લોક ગીતને દિવાળીબેન દ્વારા પ્રદર્શિત કરાયું

Republic Day Special

ગરબા સાથે હલકદાર અવાજમાં રજુ થયેલા 50 સેકંડના કચ્છી ગીતને કંઠ આપવામાં અને તેને સ્વરબધ્ધ કરવામાં કચ્છના જ જાણીતા લોકગાયિકા દિવાળીબેન ડાંગરનું અનેરું યોગદાન રહ્યું છે. દિવાળીબેન ડાંગર મૂળે ભુજ જિલ્લાના નાડાપા ગામના રહેવાસી છે. જો કે તેઓ સ્થાનિક કલાકારોમાં દિવાળીબેન આહિરના નામે પ્રચલિત છે.

વર્ષ 2007 પછી 60 થી વધુ સંગીત આલ્બમ રિલીઝ કર્યા છે

વર્ષ-2007 પછી દિવાળીબેનના આશરે બે થી ત્રણ સંગીત આલ્બમ વાર્ષિક ધોરણે નિયમિત રીતે બહાર પડતા રહયા છે. અત્યાર સુધીમાં કચ્છી અને ગુજરાતી ભાષામાં દિવાળીબેનના આશરે 60 થી વધુ મ્યુઝિક આલ્બમ બહાર પડી ચુક્યા છે. જેમાં ઘણુંખરું ધાર્મિક, રાસ-ગરબા, ડાયરા, કૃષ્ણ સંગીત, માં આશાપુરાને સ્પર્શતા આલ્બમનો સમાવેશ થાય છે.

દીવાળીબેનને જિલ્લા પુરસ્કારોથી નવાજવામાં આવ્યા

માં આશાપુરામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા દિવાળીબેન પ્રજાસત્તાક દિનની પરેડમાં તેમના કંઠે ગવાયેલા ગીતની પસંદગીથી અત્યંત ઉત્સુક છે. તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય પર્વમાં આ તક પ્રાપ્ત થવી માટે હું માં આશાપુરા, મારા માતા-પિતા પુનઈબેન અને વાલાભાઇ ડાંગર અને સમગ્ર પરિવારની સદૈવ ઋણી રહીશ. રાજ્ય સરકારે આ કામ માટે મને ઉચિત ઠેરવી તે બાબત મારા માટે હંમેશા ગૌરવપ્રદ રહેશે.’ તે ઉપરાંત દિવાળીબેનને જિલ્લા સ્તરેથી સંખ્યાબંધ પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે.

અહેવાલ કૌશિક છાંયા

આ પણ વાંચો: તમારું એક ક્લિક અને જીતશે Gujarat! આપણાં ટેબ્લો ‘ધોરડો’ને આપો ભરપૂર મત