+

રેણૂ ભાટિયાના બિગડે બોલ, કહ્યું- OYO રુમ્સમાં છોકરીઓ હનુમાનજીની આરતી કરવા તો જતી નથી

હરિયાણા મહિલા આયોગના અધ્યક્ષ રેણૂ ભાટિયાનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. ભાટિયાએ પ્રેમના નામે શારિરિક શોષણની ઘટનાઓ મુદ્દે કહ્યું કે ‘OYO રુમ્સમાં છોકરીઓ હનુમાનજીની આરતી કરવા તો જતી નથી,…

હરિયાણા મહિલા આયોગના અધ્યક્ષ રેણૂ ભાટિયાનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. ભાટિયાએ પ્રેમના નામે શારિરિક શોષણની ઘટનાઓ મુદ્દે કહ્યું કે ‘OYO રુમ્સમાં છોકરીઓ હનુમાનજીની આરતી કરવા તો જતી નથી, આવી જગ્યાઓ પર જતા પહેલા ધ્યાન રાખવું જોઈએ કે ત્યાં તમારી જોડે ખોટું પણ હોઈ શકે છે’.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આરોપીએ તેને ડ્રિંકમાં કંઈક ભેળવીને પીવડાવ્યું અને પછી તેના પર શારીરિક હુમલો કરે છે. છોકરીઓને ખબર નથી હોતી કે આવી જગ્યાએ કંઈપણ ખોટું થઈ શકે છે. આવા કિસ્સાઓમાં પરિવાર બગડવાનો ભય રહે છે. બે પરિવારો તૂટી જાય છે. લિવ ઇન રિલેશનશિપ કાયદાને કારણે ગુનાઓની સંખ્યા પણ વધી રહી છે.

હરિયાણા મહિલા આયોગના અધ્યક્ષ રેણુ ભાટિયા કાયદાકીય અને સાયબર ક્રાઈમ જાગૃતિ કાર્યક્રમમાં ભાગ લેવા કૈથલની આરકેએસડી કોલેજ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે અત્યાર સુધી સૌથી વધુ કેસ તેમની પાસે લિવ ઇન રિલેશનશિપના આવ્યા છે. આવા કિસ્સાઓમાં તેઓ વધુ દખલ કરી શકતા નથી પરંતુ તેને ઉકેલવા માટે પ્રયત્નો કરવામાં આવે છે.

આ પણ વાંચો : કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ થયા કોરોના પોઝિટિવ, ઘરમાં થયા આઇસોલેટ

Whatsapp share
facebook twitter