Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કોંગ્રસ પર શાંબ્દિક પ્રહાર કરી સર્જીકલ સ્ટ્રાઇકની અપાવી યાદ, જાણો જમ્મુમાં PM મોદીએ શું કહ્યું

03:25 PM Sep 28, 2024 |
  • જમ્મુમાં PM મોદીનું જબરદસ્ત સંબોધન
  • આ નવું ભારત છે, ઘરમાં ઘૂસીને મારે છે : PM
  • કોંગ્રેસ સંપૂર્ણપણે શહેરી નક્સલવાદીઓના નિયંત્રણમાં : PM
  • જમ્મુ-કાશ્મીરના લોકો ત્રણ પરિવારો (કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ અને PDP) થી પરેશાન છે : PM

આજે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) જમ્મુમાં જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ (Congress) પાર્ટી સહિત વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું હતું. સંબોધનની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ કહ્યું કે, જમ્મુમાં આ સભા વિધાનસભા ચૂંટણી (Assembly Elections) માટે મારી છેલ્લી સભા છે. જમ્મુમાં ભાજપ (BJP) ને લઈને લોકોમાં ઉત્સાહ છે. ઘાટીના લોકો આતંક અને અલગાવ ઈચ્છતા નથી. ત્યારબાદ તેમણે વિપક્ષ પર પણ જોરદાર પ્રહારો કર્યા હતા. શું કહ્યું આવો જાણીએ આ આર્ટિકલમાં…

PM મોદીએ જમ્મુમાં એક વિશાળ જાહેર સભાને સંબોધી

જમ્મુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ કહ્યું કે, આજની કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણપણે શહેરી નક્સલવાદીઓના નિયંત્રણમાં છે. મને સમજાતું નથી કે વિદેશમાંથી ઘૂસણખોરો અહીં આવે છે ત્યારે કોંગ્રેસને તે કેમ ગમે છે. તેમને તેમનામાં તેમની વોટ બેંક દેખાય છે. પરંતુ તેઓ પોતાના લોકોના દુઃખની કઠોર રીતે મજાક કરે છે. જણાવી દઇએ કે, વડાપ્રધાન મોદીએ આજે ​​જમ્મુમાં એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરતી વખતે શહીદ ભગતસિંહને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે આ બેઠકને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે તેમની છેલ્લી બેઠક ગણાવી હતી. PM મોદીએ કહ્યું કે છેલ્લા અઠવાડિયામાં તેમને જમ્મુ અને કાશ્મીરના વિવિધ ભાગોની મુલાકાત લેવાની તક મળી અને તેઓ જ્યાં પણ ગયા ત્યાં તેમણે ભારતીય જનતા પાર્ટી (BJP) માટે ભારે ઉત્સાહ જોયો.

PM મોદીએ જણાવ્યું હતું કે માઁ નવરાત્રીના દિવસે 8 ઓક્ટોબરે પરિણામ જાહેર કરવામાં આવશે. અમે બધા માતા વૈષ્ણો દેવીની છાયામાં મોટા થયા છીએ અને 12મી ઓક્ટોબરે વિજયાદશમી છે. આ વખતે વિજયાદશમી આપણા બધા માટે એક શુભ શરૂઆત હશે. જમ્મુ હોય, સાંબા હોય, કઠુઆ હોય, બધે એક જ સૂત્ર ગુંજી રહ્યું છે, ‘આ જમ્મુની હાકલ છે, ભાજપની સરકાર આવી રહી છે…’

અહીં લોકો ત્રણ પરિવારોથી પરેશાન છે : PM મોદી

PM મોદીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરના લોકો ત્રણ પરિવારો (કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ અને PDP)થી પરેશાન છે. લોકોને એવી જ વ્યવસ્થા નથી જોઈતી જેમાં ભ્રષ્ટાચાર હોય અને નોકરીઓમાં ભેદભાવ હોય. જમ્મુ-કાશ્મીરના લોકો હવે આતંક, અલગતાવાદ અને રક્તપાત ઇચ્છતા નથી. અહીંના લોકો શાંતિ ઈચ્છે છે. PM એ આગળ કહ્યું કે, કોંગ્રેસે જમ્મુ-કાશ્મીરને બરબાદ કરી દીધું છે. જમ્મુ અને કાશ્મીરમાં દાયકાઓથી ભેદભાવ કરવામાં આવતો હતો. PM એ કહ્યું કે જમ્મુ-કાશ્મીરના લોકો સારું ભવિષ્ય ઈચ્છે છે.

ભાજપ સરકાર તમારી પીડા દૂર કરશે : PM મોદી

PM એ કહ્યું કે, છેલ્લા બે તબક્કામાં થયેલા ભારે મતદાનથી જમ્મુ અને કાશ્મીરના લોકોનો મૂડ સ્પષ્ટ થઈ ગયો છે. બંને તબક્કામાં ભાજપની તરફેણમાં જબરદસ્ત મતદાન થયું છે. હવે એ નિશ્ચિત છે કે ભાજપ અહીં સંપૂર્ણ બહુમતી સાથે પોતાની પ્રથમ સરકાર બનાવશે. જમ્મુ ક્ષેત્રના લોકો માટે આવો અવસર ઈતિહાસમાં પહેલા ક્યારેય આવ્યો નથી, જે આ ચૂંટણીમાં આવ્યો છે. હવે પહેલીવાર જમ્મુ ક્ષેત્રની જનતાની ઈચ્છા મુજબ સરકાર બનવા જઈ રહી છે. તમારે આ તક ગુમાવવાની જરૂર નથી. કારણ કે અહીં બનેલી ભાજપ સરકાર તમારી પીડા દૂર કરશે.

આ પણ વાંચો:   Jammu and Kashmir ની રેલીમાં અમિત શાહે કહ્યું- ‘આતંક દફન થઈ ગયો છે, હવે પાછા ફરવા નહીં દેવાય’