+

AAP નેતા Satyendar Jain ના વચગાળાના જામીન મંજુર, SC એ રાખી આ શરતો

આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે સત્યેન્દ્ર જૈનને વચગાળાના જામીન આપ્યા છે. કોર્ટે મેડિકલ ગ્રાઉન્ડના આધારે જૈનને 42 દિવસ માટે જામીન આપ્યા છે. મની…

આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે સત્યેન્દ્ર જૈનને વચગાળાના જામીન આપ્યા છે. કોર્ટે મેડિકલ ગ્રાઉન્ડના આધારે જૈનને 42 દિવસ માટે જામીન આપ્યા છે. મની લોન્ડરિંગના કેસમાં 30 મે 2022ના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરવામાં આવી હતી. તેને 360 દિવસ બાદ વચગાળાના જામીન મળ્યા હતા. સત્યેન્દ્ર જૈન ગુરુવારે તિહાર જેલના બાથરૂમમાં પડી ગયા હતા ત્યારબાદ તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જૈનને DDU હોસ્પિટલમાંથી દિલ્હીની LNJP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં તેને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.

સુપ્રીમ કોર્ટે આપી રાહત

સત્યેન્દ્ર જૈન છેલ્લા 1 વર્ષથી જેલમાં છે. દિલ્હી હાઈકોર્ટે તાજેતરમાં જ તેની જામીન અરજી ફગાવી હતી. જૈને દિલ્હી હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. SCમાં સુનાવણી દરમિયાન જૈન તરફથી હાજર રહેલા વકીલે જણાવ્યું કે, સત્યેન્દ્ર જૈનને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ છે, તેમનું વજન 35 કિલો ઘટી ગયું છે અને હવે તેઓ હાડપિંજર બની ગયા છે.

જૈનને સ્વાસ્થ્યની અનેક તકલીફો

સત્યેન્દ્ર જૈન ગુરૂવારે બાથરૂમમાં પડી ગયા બાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પાર્ટીનું કહેવું છે કે આ પહેલા પણ એક વખત તેઓ શૌચાલયમાં પડી ગયા હતા. જેમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પાર્ટીએ દાવો કર્યો હતો કે જૈન ઘણાં બિમાર થઈ ગયા છે અને તેમને ઘણી તકલીફો પડી રહી છે.

શરતી જામીન

સુપ્રીમ કોર્ટે AAP નેતા સત્યેન્દ્ર જૈનને મેડિકલ ગ્રાઉન્ડના આધાર પર 6 અઠવાડિયાના શરતી જામીન મળ્યા છે. જેમાં તેઓ મંજુરી વિના દિલ્હીની બહાર નહી જઈ શકે અને મીડિયાની સામે કોઈ નિવેદન આપી શકશે નહી. જણાવી દઈએ કે સત્યેન્દ્ર જૈન એક વર્ષથી જેલમાં છે.

શું હતો કેસ?

સત્યેન્દ્ર જૈનની ગયા વર્ષે મે મહિનામાં 2017ના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. 24 ઓગસ્ટ 2017ના રોજ, CBI એ સત્યેન્દ્ર જૈન અને અન્ય લોકો સામે IPCની કલમ 109 અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો. આ કેસ અપ્રમાણસર સંપત્તિનો હતો. ડિસેમ્બર 2018માં CBI એ ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, 2015 થી 2017 ની વચ્ચે પદ પર રહીને સત્યેન્દ્ર જૈનની સંપત્તિમાં વધારો થયો છે. CBI એ જણાવ્યું હતું કે સત્યેન્દ્ર જૈન પાસે તેમની આવકના સ્ત્રોતો કરતા 200 ટકાથી વધુ સંપત્તિ છે.

ED એ પણ કેસ નોંધ્યો

CBI ની ફરિયાદના આધાર પર ED એ પણ સત્યેન્દ્ર જૈન વિરૂદ્ધ કેસ નોંધ્યો. ED એ પોતાના તપાસમાં કથિત રીતે જાણ્યું કે, જૈન અને તેના પરિવારના માલિકી હક અને કંટ્રોલવાળી કંપનીઓને હવાલા મારફતે પૈસા મળ્યા. જેનો ઉપયોગ જમીન ખરીદવા માટે કરવામાં આવ્યો.

શું છે આરોપ?

  • ED એ ચાર કંપનીઓ વિરૂદ્ધ તપાસ શરૂ કરી હતી. આ કંપનીઓ પર્યાસ ઈન્ફોસોલ્યૂશન્સ પ્રા.લી., ઈન્ડો મેટલ ઈમ્પેક્સ પ્રા.લી., અકિંચન ડેવલપર્સ પ્રા.લી. અને મંગલાયતન પ્રોજેક્ટ્સ પ્રા.લી. છે. આ કંપનીઓમાં સત્યેન્દ્ર જૈન અને તેના પરિવારના સભ્યો શેર હોલ્ડર્સ છે. ED પ્રમાણે ધારાસભ્ય બનતા પહેલા સત્યેન્દ્ર જૈન તેમાંથી ત્રણ કંપનીઓના ડાયરેક્ટર હતા જ્યારે તમામ ચારેય કંપનીઓમાં તેમના પરિવારની ભાગીદારી હતી.
  • આ કંપનીઓએ 2010 થી 2012 વચ્ચે 11.71 કરોડ રૂપિયાની રકમની હેરાફેરી કરી. આ સિવાય 2015-16 માં જ્યારે સત્યેન્દ્ર જૈન ધારાસભ્ય હતા ત્યારે 4.63 કરોડ રૂપિયાની હેરાફેરી થઈ. સત્યેન્દ્ર જૈને પોતાના કર્મચારીઓ અને એસોસિએટ્સ દ્વારા આ બધા પૈસા રોકડમાં કોલકત્તા સ્થિત શેલ કંપનીઓના એન્ટ્રી ઓપરેટર્સને આપ્યા જે પછી ઓપરેટર્સે ઈન્વેસ્ટમેન્ટ તરીકે આ પૈસાને આ ચાર કંપનીમાં રોક્યા. આ ચાર કંપનીઓમાં કથિત રીતે સત્યેન્દ્ર જૈનનો કંટ્રોલ હતો.

આ પણ વાંચો : સંસદ ભવનના ઉદ્ઘાટન પુર્વે મદુરાઇના આ સંતે PM મોદીને લઇને કરી મોટી ભવિષ્યવાણી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter