+

અદાણી પોર્ટસનું આવક, કાર્ગો અને EBITDA મોરચે વિક્રમરુપ પ્રદર્શન

અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ)એ તા. 30 જૂન 2023 ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળાના તેના પરિણામો આજે જાહેર કર્યા છે. અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક…

અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ)એ તા. 30 જૂન 2023 ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળાના તેના પરિણામો આજે જાહેર કર્યા છે.

Record performance of Adani Ports

અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના મુખ્ય કારોબારી અધિકારી અને પૂર્ણકાલિન ડાયરેક્ટર શ્રી કરણ અદાણીએ જણાવ્યું હતું કે APSEZ એ નાણાકીવર્ષ-24ના પ્રથમ ક્વાર્ટર દરમિયાન તેનું અત્યાર સુધીનું સૌથી મજબૂત ત્રિમાસિક ઓપરેટિંગ પ્રદર્શન કર્યું હતું., જે અંતર્ગત અત્યાર સુધીના સૌથી વધુ ત્રિમાસિક કાર્ગો વોલ્યુમ અને આવક તેમજ EBITDA અને સ્થાનિક બજાર હિસ્સામાં લગભગ 200 bpsનો ઉત્સાહવર્ધક ઉછાળો આવ્યો હતો, કંપનીની કુલ પોર્ટ ક્ષમતાના 50 % ઉપર ચક્રવાત બિપરજોયની લગભગ 6 દિવસ સુધી પ્રતિકૂળ અસર થઈ હોવા છતાં અદાણી પોર્ટસે તેનો શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો.

શ્રી કરણ અદાણીએ ઉમેર્યું હતું કે ઓપરેશનલ કાર્યક્ષમતામાં સુધારો કરવાના અમારા સતત પ્રયાસોના પરિણામે સ્થાનિક પોર્ટ બિઝનેસ EBITDA માર્જિન 72 % અને લોજિસ્ટિક્સ બિઝનેસના EBITDA માર્જિન 28 % રહ્યો છે, જે ભારતમાં લિસ્ટેડ પીઅર્સના અહેવાલ માર્જિન કરતા વધારે છે. અમોએ નવા હસ્તગત કરેલા હાઈફા પોર્ટ અને કરાઈકલ પોર્ટ એ બે બંદરો પર પણ હવે કાર્ગો પરિવહનનો આંક 1 મિલિયન મેટ્રિક ટનના આંકને આંબી ગયો છે. ક્વાર્ટર દરમિયાન અમારા કાર્ગોના વોલ્યુમે 100 મિલિયન મેટ્રિક ટનના આંકને વટાવતા અમારા ઉત્સાહમાં વધારો થયો છે. અમે નાણાકીય વર્ષ-24માં 370-390x મિ.મેટ્રિક ટનના લક્ષ્યને હાંસલ કરવાના પથ ઉપર સારી રીતે સજ્જ છીએ.

ઓપરેશનલ સીમાચિહ્ન

  • APSEZ એ તેના અત્યાર સુધીના સૌથી વધુ ત્રિમાસિક 101.4 મિલિયન મેટ્રિક ટન પોર્ટ કાર્ગો વોલ્યુમ નાણાકીય વર્ષ-૨૪ના પહેલા ક્વાર્ટરમાં નોંધાવ્યું છે. જે વાર્ષિક 12 %નો ઉછાળો દર્શાવે છે.
  • APSEZ ના સ્થાનિક કાર્ગો વોલ્યુમમાં વાર્ષિક ધોરણે 8 %નો વધારો નોંધાયો છે, જે સમાન સમયગાળામાં ભારતના કાર્ગો વોલ્યુમના ત્રણ ગણો વૃદ્ધિ દર છે.
  • APSEZ નો ભારતમાં બજાર હિસ્સો નાણાકીય વર્ષ-24 ના પ્રથમ ત્રિમાસિકમાં વધીને 26 % થયો, જે 200 bps નો ઉછાળો દર્શાાવે છે.
    મુન્દ્રાએ આ ત્રિમાસિકમાં 1.72 મિલિયન TEUs હેન્ડલ કર્યું, જે તેના નજીકના હરીફ કરતા 12 % વધુ છે
  • ત્રિમાસિક ગાળાના તમામ ત્રણ મહિનામાં ક્રિષ્નાપટ્ટનમ બંદરે 5 મિલિયન મેટ્રિક ટન કાર્ગોનું વોલ્યુમ હેન્ડલ કરીને મજબૂત દેખાવ નોંધાવ્યો છે.

ભારતના બંદર ક્ષેત્રને APSEZ પરિવર્તિત કરી રહ્યું છે

ઉદ્યોગને દોરતા જહાજો માટે સરેરાશ 0.7 દિવસના ટર્નએરાઉન્ડ ટાઈમ (TAT) સાથે APSEZ અન્ય ભારતીય બંદરો માટે એક માપદંડ છે અને 2011 માં 5 દિવસથી મુખ્ય બંદરોના TAT માં હાલ 2 દિવસ સુધી સુધારો કર્યો છે.

નાણાકીય વર્ષ-24 માટે માર્ગદર્શન

370-390 મિલિયન મેટ્રિક ટન કાર્ગો સુધીનું વોલ્યુમ અપેક્ષિત છે. પરિણામે રૂ.24,000-25,000 કરોડની આવક અને રૂ. 14,500-15,000 કરોડની EBITDA અને વર્ષ દરમિયાન કુલ મૂડીરોકાણ રૂ. 4,000-4,500 કરોડ રહેવાની ધારણા છે.

Record performance of Adani Ports

નાણાકીય વર્ષ-24ના પ્રથમ ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે વ્યવસાયની મહત્વની ઝલક

ઓપરેશ્નલ ઝલક બંદર વ્યવસાય

  • 15 % કન્ટેનર કાર્ગો વોલ્યુમમાં વૃદ્ધિની દોરવણી હેઠળ ડ્રાય કાર્ગો (10 %) અને (+7 %)ક્રુડ ને બાદ કરતા ઓટોમોબાઈલ સેગમેન્ટનું એકંદર વોલ્યુમ નાના પ્રમાણમાં હોવા છતાં વોલ્યુમમાં 54 % ઉછાળો જોવા મળ્યો છે.
  • વાર્ષિક ધોરણે મુન્દ્રા ડોમેસ્ટિક પોર્ટ વોલ્યુમ ૧૭%ના દરે વધ્યું હતું જ્યારે ચક્રવાત ‘બિપરજોય’ ને કારણે મુન્દ્રાનું વોલ્યુમ 2 % નીચે હતું
  • નાણાકીય વર્ષ-23 ના પ્રથમ ક્વાર્ટર દરમિયાન કાર્ગો બાસ્કેટમાં -મુન્દ્રા સિવાયના સ્થાનિક બંદરોનો હિસ્સો 53 % થી વધીને 58 % થયો

લોજીસ્ટીક વ્યવસાય

  • વાર્ષિક ધોરણે લોજીસ્ટિક્સ રેલ વોલ્યુમમાં 18 % થી 131,420 TEUs નો વધારો નોંધાયો
  • વાર્ષિક ધોરણે GPWIS કાર્ગો વોલ્યુમ 40% વધીને 4.35 મિલિ.મે.ટન થયું
  • ક્વાર્ટર દરમિયાન કુલ રેઇક્સ વધીને 95 (કન્ટેનર -43, GPWIS – 42,એગ્રી -7, AFTO -3) સામે માર્ચના અંત સુધીમાં 93 થયા

અન્ય માહિતી

  • APSEZ દ્વારા કરાઈકલ પોર્ટનું સંપાદન અને મ્યાનમારની અસ્ક્યામતનું વેચાણ સંપન્ન થયું
  • ભારતનું સૌથી મોટું ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ વિઝિંજહમ ખાતે વર્ષના અંત સુધીમાં કાર્યરત થશે
  • નાણાકીય વર્ષ-24ના ત્રીજા ક્વાર્ટરમાં મુંદ્રા ખાતે, 0.8 MTEUની કન્ટેનર ક્ષમતાનું વિસ્તરણ પૂર્ણ થશે. કન્ટેનર હેન્ડલિંગ ક્ષમતામાં 30 % નો વધારો કરવા માટે પાંચ નવી રેલ્વે હેન્ડલિંગ લાઇન ઉમેરવામાં આવી રહી છે.
  • નાણાકીય વર્ષ-24 માં લોની ICD, વલવાડા ICD અને વિરોચનનગર MMLP ના કમિશનિંગ સાથે MMLP સંખ્યા વધીને 12 થશે
  • 15 મી જૂને સાંજે ચક્રવાત બિપરજોયે લેન્ડફોલ કર્યું હતું અને 17મી જૂનથી મુંદ્રા બંદર ફરી કાર્યરત થઈ ગયું હતું, જે ભારે હવામાનની આવી ભયાવહ ઘટનાઓનો સામનો કરવા બંદરની સ્થિતિસ્થાપકતા અને સજ્જતાને પ્રતિબિંબિત કરે છે.

નાણાકીય કામકાજની ઝલક

  • વાર્ષિક ધોરણે એકીકૃત ઓપરેટિંગ આવક 24 % Y-o-Y વધીને રૂ. 6,248 કરોડ થઈ
  • વાર્ષિક ધોરણે ફોરેક્સ ઇમ્પેક્ટ સહિત એકીકૃત EBITDA 80 % વધીને રૂ. 3,765 કરોડ થયો છે.ફોરેક્સ ઇમ્પેક્ટ એકીકૃત EBITDA ને બાદ કરતાં રૂ. 3,754 કરોડ છે.
  • સુધારેલી વાસ્તવિકતા અને ઓપરેટીંગ કાર્યદક્ષતા સાથે બિઝનેસ EBITDA માર્જિન 150 bps વિસ્તારીને 72 % સુધી થયો છે
  • કાર્ગો વોલ્યુમમાં વધારો અને અસ્કયામતોના ભરપૂર ઉપયોગના કારણે લોજિસ્ટિક્સ બિઝનેસ EBIDTA માર્જિન 150 bps થી વધીને 28 % થયો

2024ના નાણા વર્ષ માટે માર્ગદર્શન

  • સમયગાળા દરમિયાન કાર્ગો વોલ્યુમ 370-390 મિલિ.મે.ટન થશે
  • સમયગાળા દરમિયાન આવક રુ. 24 હજાર કરોડથી રુ. 25 હજાર કરોડ થશે
  • સમયગાળામાં EBIDTA રુ. 14,500-થી 15,000 કરોડ
  • નેટ ડેબ્ટ ટુ EBITDA 2.5 ગણું ઘટાડાશે
  • સમય ગાળામાં કેપેક્ષ રુ. 4,000-4,500 કરોડ થશે

ESG હાઇલાઇટ્સ અને પુરસ્કારો

  • તીવ્રતામાં સુધારો: નાણા વર્ષ-24ના પહેલા ત્રિમાસિક મુજબ, ઉત્સર્જનની તીવ્રતામાં 47%નો ઘટાડો અને પાયાના વર્ષ (નાણા વર્ષ-2016) થી પાણીની તીવ્રતામાં 47%નો ઘટાડો. આ સમય ગાળામાં રિન્યુએબલ ઇલેક્ટ્રિસિટીની વીજળીનો હિસ્સો લગભગ 14% છે.
  • કાર્બન ઓફસેટીંગ: APSEZ એ તેના 2025 ના 5,000 હેક્ટરના લક્ષ્‍યાંક સામે 4,000 હેક્ટરમાં મેન્ગ્રોવ પ્લાન્ટેશન પૂર્ણ કર્યું છે.
  • નેટ-ઝીરો પ્લાનિંગ પ્રોસેસ: અમે સાયન્સ બેઝ્ડ ટાર્ગેટ ઇનિશિયેટિવ (SBTi)માં નેટ ઝીરો પ્લાન સાથે સબમિશન માટે સજ્જ છીએ.
  • બિઝનેસ વર્લ્ડ દ્વારા ભારતની ટોચની ટકાઉ કંપનીઓમાં અદાણી પોર્ટસ અને સ્પશ્યલ ઇકોનોમિક ઝોનને માન્યતા મળી છે.

અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડ અંગે

વૈશ્વિક સ્તરે વિવિધિકરણ ધરાવતા અદાણી ગ્રુપના હિસ્સારૂપ, અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) પોર્ટ કંપનીમાંથી પોર્ટસ એન્ડ લોજીસ્ટીક્સ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવી છે. છ વ્યૂહાત્મક સ્થળોએ આવેલા ગુજરાતમાં મુંદ્રા, દહેજ, તુના અને હજીરા, ઓડીશામાં ધામરા, ગોવામાં માર્મુગોવા, આંધ્ર પ્રદેશમાં ગંગાવરમ, વિશાખાપટ્નમ અને ક્રિશ્નાપટનમ, મહારાષ્ટ્રમાં દીઘી અને ચેન્નાઈમાં એનરોન સહિત 12 પોર્ટસ અને ટર્મિનલ્સ સાથે તે સૌથી મોટી પોર્ટ ડેવલપર અને ઓપરેટર છે, જે દેશની કુલ પોર્ટ ક્ષમતામાંથી 26 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. આ પોર્ટ સાગરકાંઠાના વિસ્તારો અને હિન્ટરલેન્ડનો વ્યાપક જથ્થો હેન્ડલ કરે છે. કંપની કેરાલામાં વિઝીન્ઝામ ખાતે ટ્રાન્સશીપમેન્ટ પોર્ટ વિકસાવી રહી છે. અમારા પોર્ટસ એન્ડ લોજીસ્ટીક પ્લેટફોર્મમાં ઈન્ટિગ્રેટેડ લોજીસ્ટીક્સ ક્ષમતાઓ અને ઈન્ડસ્ટ્રિયલ ઈકોનોમિક ઝોન્સના બંદરો અને એકમોનો સમાવેશ થાય છે, જે અમને લાભદાયી સ્થિતિમાં મૂકે છે અને ગ્લોબલ સપ્લાય ચેઈનમાં પ્રભાવક સ્થાન આપે છે. અમારૂં વિઝન આગામી દાયકામાં દુનિયાના સૌથી મોટા પોર્ટસ અને લોજીસ્ટીક્સ પ્લેટફોર્મ બનવાનું છે. વર્ષ 2025 સુધીમાં કાર્બન ન્યૂટ્રલ બનવાના બેઝ સાથે સાયન્સ બેઝ્ડ ટાર્ગેટ ઈનિશ્યેટિવ (SBTi) ઉપર હસ્તાક્ષર કર્યા છે અને તે મારફતે ગ્લોબલ વોર્મિંગને પ્રિ-ઈન્ડસ્ટ્રિયલ લેવલના 1.5 સેન્ટીગ્રેડ સુધી રાખીને એમિશનમાં ઘટાડો કરવાની કટિબધ્ધતા દાખવી છે.

આ પણ વાંચો : મુંબઇને વધુ તેજોમય અને હરીયાળું બનાવવાની દીશામાં અદાણીનું પ્રયાણ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter