+

શેરબજારમાં રેકોર્ડબ્રેક હરિયાળી, Sensex 65,500 ને પાર

આજે સતત ત્રીજા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં ઓપન થયું છે. આ સાથે સેન્સેક્સ 300 પોઈન્ટના વધારા સાથેપહેલીવાર 65,500 પર ખૂલ્યો છે. નિફ્ટી પણ 56 પોઈન્ટના વધારા સાથે 19,400 ને પાર…

આજે સતત ત્રીજા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં ઓપન થયું છે. આ સાથે સેન્સેક્સ 300 પોઈન્ટના વધારા સાથેપહેલીવાર 65,500 પર ખૂલ્યો છે. નિફ્ટી પણ 56 પોઈન્ટના વધારા સાથે 19,400 ને પાર ખૂલ્યું છે.

મહત્વનું છે કે, આજે સેન્સેક્સ 65,503.85 ઉપર ખુલ્યો હતો. આ સમયે ઇન્ડેક્સમાં 298.80 અંક અથવા 0.46%નો વધારો જોવા મળ્યો હતો. નિફટી પણ 19,406.60 ઉપર ખુલ્યા હતો.

સવારે 9.17 વાગે સેન્સેક્સ અને નિફટી 0.40% કરતા વધુ તેજી નોંધાવી કારોબારને આગળ ધપાવી રહ્યા હતા. સોમવારે સપ્તાહના પહેલા દિવસે કારોબાર પૂર્ણ કર્યો ત્યારે સેન્સેક્સ 486 પોઈન્ટ ઉપર 65,205 પર જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 134 પોઈન્ટના ફાયદા થે 19,322 પોઈન્ટ પર હતો.

આ પણ વાંચો : તહેવાર શરૂ થયા પૂર્વે તેલના ભાવમાં વધારો, જાણો ડબ્બે કેટલો ભાવ વધારો થયો

Whatsapp share
facebook twitter