Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

SBI એ ગ્રાહકો માટે ચેતવણી કરી જાહેર, SMS થી છેતરપિંડીનું ચાલી રહ્યું કૌભાંડ

06:04 PM May 25, 2024 | Aviraj Bagda

State Bank Of India: જો તમારો કે તમારો ઘરમાં કોઈ પણ વ્યક્તિનું SBI (State Bank Of India) બેંકમાં ખાતું છે, તો તેમના માટે આ અહેવાલ ખુબ જ અનિવાર્ય છે. SBI Bank દ્વારા તેમના ગ્રાહકો માટે ખાસ જાહેરાત કરવામાં આવી છે. SBI Bank એ તેમના ગ્રાહકોને SMS ને સાવધાન રહેવાની ભલામણ કરી છે. ત્યારે જો તમારું પણ ખાતું SBI Bank માં છે, તો તમારે પણ સાવધાન રહેવાની જરૂર છે.

  • SBI Bank તેના X એકાઉન્ટ ચેતવણી જાહેર કરી

  • કોઈ પણ પ્રકારની રિવર્ડ પોઈન્ટ માટે લિંક મોકલી આપતું નથી

  • દરેક રિવર્ડની કિંમત આશરે 25 પૈસા હોય છે

છેલ્લા ઘણા સમયથી SBI Bank ના ગ્રાહકો સાથે સ્પેમ અને SMS દ્વારા છેતરપિંડી થઈ હોવાના અનેક મામલાઓ સામે આવ્યા છે. જોકે હાલ, સાયબર ક્રિમિનલ્સ હવે નવા કીમીયોથી સામાન્ય લોકોનો શિકાર કરી રહ્યા છે. તાજેતરમાં રિવર્ડ પોઈન્ટ સ્કૈમના SMS બેંકના ગ્રાહકોને મોકલવામાં આવે છે. ત્યારે આવા SMS સૌથી વધારે SBI Bank ના ખાતા ધારકોને મોકલી આપવામાં આવતા હોય છે.

આ પણ વાંચો: Mobile : દેશના 6 લાખ મોબાઈલ નંબર થશે બંધ? સરકારે આપ્યા તપાસના આદેશ

કોઈ પણ પ્રકારની રિવર્ડ પોઈન્ટ માટે લિંક મોકલી આપતું નથી

ત્યારે SBI Bank એ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ગ્રાહકો માટે ચેતવણી રૂપે જાહેરાત કરી છે. SBI Bank એ તેના સત્તાવાર X એકાઉન્ટ પર જાણાવ્યું છે કે, સાઈબર ક્રિમિનલ્સ SBI Bank ના ગ્રાહકોને છેતરપિંડીના ઈરાદાથી રિવર્ડ પોઈન્ટ રિડીમની લિંક SMS દ્વારા મોકલી આપવામાં આવે છે. આ લિંક જોકે SBI Bank ની એપ્લિકેશન પર જઈને ઓપન થાય છે. ત્યારે SBI Bank તેના ગ્રાહકોને SMS કે WhatsApp ના માધ્યમથી કોઈ પણ પ્રકારની રિવર્ડ પોઈન્ટ માટે લિંક મોકલી આપતું નથી.

આ પણ વાંચો: Stock Market : ઓલટાઈમ હાઈ બાદ ભારતીય શેરબજાર ફલેટ પર બંધ

દરેક રિવર્ડની કિંમત આશરે 25 પૈસા હોય છે

જોકે SBI Bank ના ગ્રાહકોને અનેક Banking challenges ને લઈ રિવર્ડ પોઈન્ટ્સ આપવામાં આવતા હોય છે. SBI Bank તરફથી મળતા દરેક રિવર્ડની કિંમત આશરે 25 પૈસા હોય છે. જોકે અનેક ગ્રાહકો લાંબાગાળા સુધી આ રિવર્ડ પોઈન્ટને રિડીમ કરાવતા નથી તેના કારણે ખાસા એવા રુપિયા તેમના ખાતમાં જમા થાય છે. તેના કારણે તેમને SBI Bank તરફથી અનેક સુવિધાઓ મળી રહી છે. તેના કારણે તેમને અનેક લાભો થતા હોય છે.

આ પણ વાંચો: Gold Silver Price : તેજી બાદ ચાંદીમાં કડાકો,જાણો સોનામાં કેટલો ભાવ ઘટ્યો