+

Real NCP: મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષે Real NCP કોણ છે, તેના પર પોતાનો મંતવ્ય કર્યો વ્યક્ત ?

Real NCP: મહારાષ્ટ્ર વિધાનસભા (Maharashtra Assembly) ના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર (Ajit Pawar) અને અન્ય 8 ધારાસભ્યો (MLAs) ને ગેરલાયક ઠેરવવા માટે દાખલ કરવામાં આવેલી…

Real NCP: મહારાષ્ટ્ર વિધાનસભા (Maharashtra Assembly) ના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર (Ajit Pawar) અને અન્ય 8 ધારાસભ્યો (MLAs) ને ગેરલાયક ઠેરવવા માટે દાખલ કરવામાં આવેલી અરજી પર પોતાનો નિર્ણય સંભળાવ્યો છે.

  • કોણ છે સાચું NCP જૂથ અધ્યક્ષની નજરમાં ?
  • અધ્યક્ષે ધારાસભ્યોની અરજી ફગાવી
  • વિધાનસભા અધ્યક્ષે પોતાના નિર્ણયમાં શું કહ્યું?

કોણ છે સાચું NCP જૂથ અધ્યક્ષની નજરમાં ?

મહારાષ્ટ્ર વિધાનસભા (Maharashtra Assembly) ના સ્પીકર રાહુલ નાર્વેકરે (Speaker Rahul Narvekar) અજિત પવાર જૂથ (Ajit Pawar) ના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના ચુકાદાની જાહેરાત કરતા કહ્યું હતું કે અજિત પવાર જૂથ ‘Real NCP’ છે.

અધ્યક્ષે ધારાસભ્યોની અરજી ફગાવી

તમને જણાવી દઈએ કે શરદ પવારની આગેવાની હેઠળની NCP (Sharad Chandra Pawar) એ પોતાની અરજીમાં અજિત (Ajit Pawar) પવાર સહિત 9 ધારાસભ્યો (MLAs) ને ગેરલાયક ઠેરવવાની માંગ કરી હતી. તેમના નિર્ણયમાં અધ્યક્ષ નાર્વેકરે ધારાસભ્યો (MLAs) ને ગેરલાયક ગણવા માટે દાખલ કરેલી અરજીને ફગાવી દીધી હતી.

વિધાનસભા અધ્યક્ષે પોતાના નિર્ણયમાં શું કહ્યું?

મહારાષ્ટ્ર વિધાનસભા (Maharashtra Assembly) ના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે પોતાનો નિર્ણય સંભળાવતા કહ્યું કે બંને જૂથો દાવો કરી રહ્યા છે કે તેઓ વાસ્તવિક NCP છે. નાર્વેકરે કહ્યું, ‘Artical 21 મુજબ પાર્ટીની વર્કિંગ કમિટીમાં 21 સભ્યો હોય છે. અજિત પવાર જૂથે 30 જૂને રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી યોજી હતી. તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. અજિત પવારને 41 ધારાસભ્યોનું સમર્થન છે. અજિત પવારના જૂથને ધારાસભ્ય પક્ષનું સમર્થન છે, તેથી અજિત પવારનું જૂથ Real NCP છે.

આ પણ વાંચો: MP Mimi Chakraborty: લોકસભા ચૂંટણી પહેલા TMC પાર્ટીના સૌથી લોકપ્રિય સાંસદે આપ્યું રાજીનામું

Whatsapp share
facebook twitter