+

આ ત્રણ દમદાર બાઈક 1.5 લાખ રૂપિયાથી પણ ઓછી કિંમતમાં મળી રહ્યા છે, જાણો લો

આજે વિશ્વમાં ભારત સૌથી મોટા મોટરસાયકલ બજારોમાંનું એક છે, જેનો અર્થ એ થયો કે જો બાઈક લેવી હોય તો ભારત શ્રેષ્ઠ દેશ છે. જો તમે નવી બાઈક લેવાનું વિચારી રહ્યા…

આજે વિશ્વમાં ભારત સૌથી મોટા મોટરસાયકલ બજારોમાંનું એક છે, જેનો અર્થ એ થયો કે જો બાઈક લેવી હોય તો ભારત શ્રેષ્ઠ દેશ છે. જો તમે નવી બાઈક લેવાનું વિચારી રહ્યા છો અને તે પણ તમારા બજેટમાં તો ઈન્ડિયન માર્કેટ તમારા માટે ઘણી વિવિધતાથી ભરપૂર છે. જો તમારી પાસે અંદાજે રૂપિયા 1 લાખનું બજેટ છે, તો તમને થોડી નિરાશા થઇ શકે છે. એપ્રિલ 2020 પહેલા તમારી પાસે રૂપિયા 1 લાખની કિંમતની શ્રેણી હેઠળ કેટલીક સ્પોર્ટી બાઈકો જેવી કે Yamaha FZS, TVS Apache RTR 160, Hero Xtreme 160R, Xtreme 200R વગેરે હતી. જોકે, કોવિડના કારણે BS6 ઉત્સર્જન ધોરણો અને વધેલા ઈનપુટ ખર્ચે આ બાઈકોને મોંઘા બનાવી દીધા છે. જોકે, તેનો અર્થ એ નથી કે તમને તમારા બજેટમાં સારી બાઈક નહીં મળે. જોકે, એ વાત પર પણ ધ્યાન રાખવું જરૂરી છે કે તમે તમારું બજેટ થોડું વધારો છો તો તમને સારી અને કમ્ફર્ટેબલ બાઈક મળી શકે છે. જાણો તેવી 3 બાઈક વિશે જેને તમે 1.5 લાખ કે તેથી ઓછામાં ખરીદી શકો છો.

1. TVS Apache RTR 160 4V


TVSની Apache RTR 160 4v નંબર વન પર છે. આ બાઇકમાં 159.7cc એન્જિન છે. તે ફ્યુઅલ ઈન્જેક્શન વેરિઅન્ટમાં 16.5hp પાવર અને 16.8hp પાવર જનરેટ કરે છે. આ બાઇકની કિંમત લગભગ 1 લાખ 24 હજાર રૂપિયા એક્સ-શોરૂમથી શરૂ થાય છે.

2. Yamaha FZ/FZS V3.0


યામાહા એફઝેડ શાર્પ અને મસ્ક્યુલર ડિઝાઈન ધરાવતી આ બાઈક 149cc, એર કૂલ્ડ, 2-વાલ્વ, સિંગલ સિલિન્ડર એન્જિન દ્વારા સંચાલિત છે. તે 13.2hp પાવર અને 12.8Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિન 5-સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે. FZની કિંમત રૂ. 98,400 થી રૂ. 1.45 લાખની વચ્ચે છે અને FZSની કિંમત રૂ. 1.5 લાખથી ઓછી છે. લુક અને ડિઝાઈનના મામલે પણ આ બાઇક ખૂબ જ બેસ્ટ છે.

3. Bajaj Pulsar 180 Neon


તમે આ લોકપ્રિય બજાજ બાઇકને 1.5 લાખ રૂપિયાથી ઓછા બજેટમાં પણ ખરીદી શકો છો. પલ્સર 220Fની જેમ આ બાઇકને સેમી-ફેરિંગ આપવામાં આવ્યું છે. તે 178 cc એર-કૂલ્ડ, કાર્બ્યુરેટેડ એન્જિન દ્વારા સંચાલિત છે. આ એન્જિન 8,500 rpm પર 17 bhp પાવર અને 6,500 rpm પર 14 Nm પીક ટોર્ક જનરેટ કરે છે.

આ પણ વાંચો – માર્કેટમાં જલ્દી જ આવી રહી છે HONDA ની નવી SUV કાર, જાણો ફીચર્સ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter