Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ફોટો કે વીડિયો શેર કરતા પહેલા થઈ જાઓ સાવધાન! Deepfake મામલે આવ્યા આવા કાયદા!

04:44 PM May 01, 2024 | VIMAL PRAJAPATI

Deepfake: વિશ્વમાં અત્યારે મોટા પ્રમાણમાં Deepfake ના ફોટો અને વીડિયો બની રહ્યા છે.ખાસ કરીને વાત કરવામાં આવે તો ભારતમાં પણ આવા અનેક બનાવો સામે આવ્યા છે. પરંતુ શું આપણે જાણીએ છીએ કે Deepfake ને લઈને ભારતમાં કેવા કાયદાઓ છે? ભારતમાં Deepfake વીડિયો કે ફોટો બનાવવા માટે કેટલી સજા અને દંડ કરવામાં આવે છે. શું તમે જાણો છો કે,Deepfake કઈ રીતે આપણા પર કેવી રીતે હાવી થઈ રહ્યું છે. અત્યારે નાના બાળકોથી લઈને મોટા રાજકીય લોકો પણ Deepfake નો શિકાર બની રહ્યા છે. તમને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે ગયા વર્ષે ડીપફેક અને એઆઈને લઈને પોતાનું કડક વલણ દર્શાવ્યું છે. નોંધનીય છે કે, ભારતમાં ડીપફેકનો કોન્ટેન્ટના પ્રચાર કે પ્રસાર માટે સજાની પણ જોડવાઈ કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ તેના માટે જેલની સજાની પણ જોડવાઈ કરવામાં આવેલી છે.

McAfee દ્વારા કરવામાં આવ્યો સર્વે

ભારતમાં ડીપફેકના આંકડાની વાત કરવામાં આવે તો, McAfee દ્વારા આના પર સર્વે કરવામાં આવ્યો છે. 2023 ના આંકડા પ્રમાણે 80 ટકાથી વધારે લોકો અત્યારે ડીપફેકથી પરેશાન છે. આ મામલે 60 ટકા લોકોએ કહ્યું કે, AI દ્વારા મોટા પ્રમાણે સાયબર ક્રાઈમ ફ્રોડ થઈ રહ્યા છે, જેમાં અસલી અને નકલી વિશે જાણી જ શકાતું નથી. જો કે, આ સર્વેમાં 30 ટકા લોકો AI દ્વારા બનાવવામાં આવેલ કોન્ટેન્ટને જાણી શકે છે. તમને જણાવી દઈએ કે, આ સર્વેમાં વિશ્વભરમાંથી 7000 લોકોએ ભાગ લીધો હતો.

ભારતમાં Deepfake ના કાયદાઓ કેવા છે?

  • ભારતમાં અત્યારે Deepfake ને લઈને કડક કાયદાઓ છે. IT Act 66E અને IT Act 67 માં આ પ્રકારનું કોન્ટેન્ટ ઓનલાઈન મુકવા માટે દંડની સાથે સાથે જેલની સજાનું પણ પ્રવધાન છે. IT Act 66E ના પ્રમાણે વાત કરવામાં આવે તો, કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાનો ફોટો તેમની પરવાનગી વિના સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવે તો તેના માટે 3 વર્ષની જેલ અને 2 લાખ સુધીનો દંડ કરવાનું પ્રવધાન છે.
  • તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે 7 નવેમ્બર 2023મા કેન્દ્ર સરકારે ડીપફેક્સ અને AI જનરેટેડ કન્ટેન્ટ અંગે સોશિયલ મીડિયા ઈન્ટરમીડિયરીઝ (SMI)ને એડવાઈઝરી જારી કરવામાં આવી હતી. તેની એડવાઈઝરીમાં સરકારે SMIને ડીપફેક કન્ટેન્ટની ઓળખ કરવા અને તેમની સામે પગલાં લેવા જણાવ્યું હતું. જો કોઈ ડીપફેક કન્ટેન્ટની જાણ કરવામાં આવે છે, તો રિપોર્ટના 36 કલાકની અંદર તેને સોશિયલ અને ઓનલાઈન પ્લેટફોર્મ પરથી હટાવી દેવી જોઈએ, અન્યથા ઈન્ડિયન પીનલ કોડ હેઠળ પ્લેટફોર્મ વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે.
  • IT Act 67 માં પ્રાવધાન છે કે, કોઈ પણ વ્યક્તિના અભદ્ર ફોટા બનાવવા કે તેને શેર કરવા માટે 3 વર્ષની સજા અને 5 લાખની સજાની જોગવાઈ કરવામાં આવેલી છે. આ સાથે જો આ ભૂલને વારંવાર કરવામાં આવી હોય તો તેને 5 વર્ષની જેલ અને 10 લાખના દંડની જોડવાઈ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ઘરમાં Wi-Fi Router લગાવવાનું વિચારો છો તો થઇ જજો સાવધાન! જાણો શું છે કારણ

આ પણ વાંચો: દેશનું સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર જલ્દી જ થશે લોન્ચ, જાણો શું હશે કિંમત

આ પણ વાંચો: X Server Down: કેમ Elon Musk ના હાથમાં ટ્વિટર આવતા ખામીઓ સર્જાવા લાગી છે?