ICC ODI World Cup 2023 માં આજે ભારત અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રમાવાની છે. વર્લ્ડ કપમાં 2023 માં ટીમ ઈન્ડિયા હાલમાં ટેબલ પર બીજા સ્થાને હોવાના કારણે સારી સ્થિતિમાં દેખાય છે. જ્યારે ગત વખતની ચેમ્પિયન ટીમ ઈંગ્લેન્ડ પોઈન્ટ ટેબલ પર સૌથી નીચે છે. ઈંગ્લેન્ડની સ્થિતિ આ વર્લ્ડ કપમાં એટલી ખરાબ છે કે તેના કરતા પણ નબળી ટીમો તેના કરતા પોઈન્ટ ટેબલમાં તેના ઉપરના સ્થાને છે. બાંગ્લાદેશ, નેધરલેન્ડ અને અફઘાનિસ્તાન જેવી ટીમો ઈંગ્લેન્ડથી ઉપર છે.
વિજય રથ પર સવાર ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડને હળવાશમાં નહીં લે
ICC વર્લ્ડ કપ 2023ની 29મી મેચમાં ટીમ ઈન્ડિયાનો મુકાબલો ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ સામે થશે. આ મેચ લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયા આ વર્લ્ડ કપમાં વિજય રથ પર સવાર છે, તેણે અત્યાર સુધી 5 મેચ રમી છે અને તે તમામમાં જીત મેળવી છે. બીજી તરફ આ વખતનો વર્લ્ડ કપ ઈંગ્લેન્ડ માટે ઘણો નિરાશાજનક રહ્યો છે. ગત વર્લ્ડકપની વિજેતા ટીમનું આવું પ્રદર્શન જોઈને દરેકને આશ્ચર્ય થાય છે. અફઘાનિસ્તાન જેવી ટીમે પણ આ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડને હરાવ્યું છે. ઈંગ્લેન્ડ 5માંથી ચાર મેચ હારી ચૂક્યું છે. જોકે, ભારત ડિફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયનને હળવાશથી લેવાનું પસંદ કરશે નહીં. સેમી ફાઈનલમાં પહોંચવા માટે ઈંગ્લેન્ડને કોઈપણ ભોગે જીતવું પડશે. વળી, જો ભારત આ મેચ જીતે છે, તો સેમી ફાઇનલમાં તેનું સ્થાન લગભગ નિશ્ચિત થઈ જશે.
Hosts take on the defending champions
Who takes home the points in Lucknow?#CWC23 | #INDvENG pic.twitter.com/Ntc6NHhWxO
— ICC (@ICC) October 29, 2023
IND vs ENG – વર્લ્ડ કપમાં પરિણામોની યાદી
ભારત અને ઈંગ્લેન્ડ ની મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે, જ્યારે બંને કેપ્ટન, રોહિત શર્મા અને જોસ બટલર ટોસ માટે અડધો કલાક વહેલા ફિલ્ડ પર જોવા મળશે. ટીમ ઈન્ડિયાની નજર આ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેવા પર રહેશે. ભારતે આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી રમાયેલી તમામ 5 મેચ જીતી છે, તેથી ટીમ ઈન્ડિયા જીતની બેવડી હેટ્રિક ફટકારવા ઈચ્છશે. ઈંગ્લેન્ડ વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલની રેસમાંથી લગભગ બહાર થઈ ગયું છે, તેથી તેની નજર ભારતને તેની પ્રથમ હારનો સ્વાદ ચખાડવા પર રહેશે. વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારત અને ઈંગ્લેન્ડ 8 વખત સામસામે આવી ચૂક્યા છે, જેમાં ઈંગ્લિશ ટીમે 4 અને ભારતે 3 મેચ જીતી છે. 2011 વર્લ્ડ કપ દરમિયાન બંને વચ્ચે રમાયેલી મેચ ટાઈ થઈ હતી. આજે ભારતની નજર આ મેચમાં ઈંગ્લેન્ડ સાથે હેડ ટૂ હેડ કરવા પર રહેશે.
ટીમ ઈન્ડિયા 20 વર્ષથી ઈંગ્લેન્ડ વિરુદ્ધ જીત્યું નથી
જણાવી દઈએ કે, ભારતીય ટીમ 20 વર્ષથી વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે જીત મેળવી શકી નથી, તેથી આજે ટીમ ઈન્ડિયા પાસે આ રેકોર્ડ સુધારવાની તક છે. ટીમ ઈન્ડિયાએ છેલ્લે 2003ના વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું, ત્યારથી મેચ ટાઈ થઈ હતી અથવા ઈંગ્લેન્ડ જીતી ગયું હતું. 2011ના વર્લ્ડ કપમાં જ્યારે આ બંને ટીમો સામસામે આવી ત્યારે મેચ ટાઈ રહી હતી, જ્યારે 2019ના વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડનો વિજય થયો હતો. હવે રોહિત શર્મા પાસે આ પરાજયનો બદલો લેવાની સુવર્ણ તક છે.
આ પણ વાંચો – Indian Cricketer : વર્લ્ડ કપ 2023 દરમિયાન BCCI દ્વારા કડક કાર્યવાહી, આ ભારતીય ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ
આ પણ વાંચો – World Cup 2023 માં ટોપ 4માં પહોંચવાની રેસમાં છે ટીમ ઈન્ડિયા, જાણો કઇ ટીમની થઇ ઘર વાપસી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે