+

Wilfred Rhodes : ક્રિકેટ કરિયરમાં 4 હજારથી વધુ વિકેટ, અંદાજે 40 હજાર રન, જાણો કોણ છે આ ખેલાડી

Wilfred Rhodes : ક્રિકેટમાં ઘણા ખેલાડીઓ જબરદસ્ત નામ બનાવી ગયા. ક્રિકેટના મહાન ખેલાડીઓની જ વાત કરીએ તો ત્યારે આપણા ધ્યાનમાં સચિન તેંડુલકર, સર ડોન બ્રેડમેન, વસીમ અકરમ, ઝહીર અબ્બાસ જેવા…

Wilfred Rhodes : ક્રિકેટમાં ઘણા ખેલાડીઓ જબરદસ્ત નામ બનાવી ગયા. ક્રિકેટના મહાન ખેલાડીઓની જ વાત કરીએ તો ત્યારે આપણા ધ્યાનમાં સચિન તેંડુલકર, સર ડોન બ્રેડમેન, વસીમ અકરમ, ઝહીર અબ્બાસ જેવા અનેક નામ આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ક્રિકેટમાં એક એવો ખેલાડી છે જેણે પોતાના કરિયરમાં 4000 થી વધુ વિકેટ અને લગભગ 40,000 રન બનાવ્યા છે. સાંભળીને થોડી નવાઈ લાગી જ હશે. પણ હા આ એકદમ સાચી વાત છે. આવો એક ખેલાડી રહી ચુક્યો છે જેણે આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. શું છે તેનું નામ અને તે કયા દેશનો વતની હતો આવો જાણીએ.

Source : Google

58 ટેસ્ટ મેચોમાં Wilfred Rhodes એ ઈંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું

એક સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર, જેણે પોતાની કારકિર્દીની શરૂઆત નંબર 11 બેટ્સમેન તરીકે કરી હતી પરંતુ તેના શક્તિશાળી પ્રદર્શનથી તે શરૂઆતના સ્થાને પહોંચ્યો હતો. અમે વાત કરી રહ્યા છીએ ઈંગ્લેન્ડના દિગ્ગજ ઓલરાઉન્ડર વિલ્ફ્રેડ રોડ્સ (Wilfred Rhodes)ની. રોડ્સે 52 વર્ષ અને 165 દિવસની ઉંમરે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. વિલ્ફ્રેડ રોડ્સની અંતિમ ટેસ્ટ મેચ જમૈકા ટેસ્ટ હતી, જે 12 એપ્રિલ 1930માં વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી. રોડ્સનો જન્મ 1877માં થયો હતો. જમણા હાથથી બેટિંગ ઉપરાંત ડાબા હાથથી સ્પિન બોલિંગ કરનાર રોડ્સે 58 ટેસ્ટ મેચોમાં ઈંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વિલ્ફ્રેડ રોડ્સે પોતાના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ ઈતિહાસમાં આવો રેકોર્ડ બનાવ્યો, જેને તોડવો કોઈપણ બોલર માટે શક્ય લાગે છે.

Source : Google

બંને સેગમેન્ટમાં રોડ્સનું વર્ચસ્વ

વિલ્ફ્રેડ રોડ્સ (Wilfred Rhodes) ને ઈંગ્લેન્ડનો સર્વકાલીન મહાન ઓલરાઉન્ડર (Great All Rounder) કહેવામાં આવે છે. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત નંબર 11 બેટ્સમેન તરીકે કરી અને બાદમાં તે ઓપનિંગ બેટ્સમેન બન્યો. વાસ્તવમાં, રોડ્સ શરૂઆતમાં ડાબા હાથનો બોલર હતો. તેણે ધીમે ધીમે બોલર તરીકે પોતાની ઓળખ બનાવી. જોકે, પ્રથમ વિશ્વયુદ્ધ સુધીમાં તેણે તેની બેટિંગ કુશળતા એટલી હદે વિકસાવી હતી કે તેની ગણના ઈંગ્લેન્ડના અગ્રણી બેટ્સમેનોમાં થતી હતી. તેણે એશિઝ શ્રેણીમાં જેક હોબ્સ સાથે 323 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી, જે પોતાનામાં એક રેકોર્ડ છે.

Source : Google

52 વર્ષની ઉંમરે તેની છેલ્લી ટેસ્ટ મેચ રમી !

આ દિવસે તેણે તેની ટેસ્ટ કારકિર્દીની છેલ્લી મેચ રમી હતી. બે વિશ્વ વિક્રમો ઉપરાંત રોડ્સના નામે વધુ એક રેકોર્ડ પણ છે. તે ટેસ્ટ ક્રિકેટ રમનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી છે. તેણે છેલ્લી ટેસ્ટમાં 52 વર્ષ અને 165 દિવસની ઉંમરે મેદાન માર્યું હતું. તેણે આ ટેસ્ટ મેચ 1929-30માં વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી. 1930માં ક્રિકેટને અલવિદા કહ્યા બાદ રોડ્સે કોચિંગમાં પણ હાથ અજમાવ્યો હતો પરંતુ તે સફળ થયો નહોતો. વર્ષ 1939 ની આસપાસ, રોડ્સની દૃષ્ટિ નબળી પડવા લાગી અને વર્ષ 1952 સુધીમાં, તેણે તેની દૃષ્ટિ સંપૂર્ણપણે ગુમાવી દીધી. આ દિગ્ગજ ઓલરાઉન્ડરનું 8 જુલાઈ, 1973ના રોજ અવસાન થયું હતું.

Source : Google

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સચિન કરતા વધુ રન

વિલ્ફ્રેડ રોડ્સ (Wilfred Rhodes) ના આંકડા માત્ર બોલિંગમાં જ શ્રેષ્ઠ નથી પરંતુ તેણે બેટિંગમાં પણ સચિન તેંડુલકર (Sachin Tendulkar) કરતાં વધુ રન બનાવ્યા છે. જ્યાં સચિન તેંડુલકરે 310 ફર્સ્ટ ક્લાસ મેચમાં 25,396 રન બનાવ્યા છે. જ્યારે વિલ્ફ્રેડ રોડ્સે પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં 39,969 રન બનાવ્યા છે. આજના સમયમાં ભાગ્યે જ કોઈ એવું હશે જે વિલ્ફ્રેડ રોડ્સ (Wilfred Rhodes) નો આ રેકોર્ડ અને તેના નામને જાણતું હશે.

Source : Google

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 4204 વિકેટ લેવાનો વર્લ્ડ રેકોર્ડ

આ રેકોર્ડ ઈંગ્લેન્ડના મહાન લેફ્ટ આર્મ સ્પિનર ​​વિલ્ફ્રેડ રોડ્સે (Wilfred Rhodes) બનાવ્યો હતો. તેણે 1899 થી 1930 વચ્ચે ઈંગ્લેન્ડ માટે 58 આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ રમી હતી. જેમાં તે માત્ર 127 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. પરંતુ વિલ્ફ્રેડ રોડ્સે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પોતાના બોલ વડે 4204 ખેલાડીઓને ચકમો આપ્યો હતો. વાસ્તવમાં, વિલ્ફ્રેડ રોડ્સે પોતાની લાંબી ફર્સ્ટ ક્લાસ કરિયરમાં 1110 મેચ રમી હતી, જેમાં તેણે 4204 વિકેટ લીધી હતી. આજના સમયમાં ભાગ્યે જ કોઈ એવો બોલર હશે જે વિલ્ફ્રેડ રોડ્સનો આ મહાન રેકોર્ડ તોડવાનું વિચારતો પણ હશે.

આ પણ વાંચો – SL vs AFG : મેદાનમાં ઘુસી આવી Monitor Lizard, લાઈવ મેચને અચાનક રોકવી પડી, Video

આ પણ વાંચો – ICC T20 World Cup 2024 નું Schedule જાહેર, જાણો ભારતની મેચ કયા સમયે શરૂ થશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter