+

એવું શું થયું કે પાકિસ્તાની એંકરે ભારતીય ફેન્સની માંગવી પડી માફી ?

બાબર આઝમની આગેવાનીમાં પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કરી રહી છે. પાકિસ્તાની ફેન્સ પોતાની ટીમના પ્રદર્શનથી ઘણા ખુશ છે. પરંતુ એક સમાચાર એવા આવ્યા કે જેણે સૌ કોઇને…

બાબર આઝમની આગેવાનીમાં પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કરી રહી છે. પાકિસ્તાની ફેન્સ પોતાની ટીમના પ્રદર્શનથી ઘણા ખુશ છે. પરંતુ એક સમાચાર એવા આવ્યા કે જેણે સૌ કોઇને ચોંકાવી દીધા હતા. જણાવી દઇએ કે, પાકિસ્તાનની એન્કર Zainab Abbas ને વર્લ્ડ કપ અધવચ્ચે છોડીને ભારતથી પરત ફરવું પડ્યું હતું. જોકે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી મેચ પહેલા પાકિસ્તાની સ્પોર્ટ્સ એન્કરે સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું છે કે તેણે ટૂર્નામેન્ટની વચ્ચે ભારત કેમ છોડવું પડ્યું.

પાકિસ્તાની ટીવી એન્કર અને સ્પોર્ટ્સ પ્રેઝન્ટર ઝૈનબ અબ્બાસે તેણીને વર્લ્ડ કપ 2023માંથી દેશનિકાલ કરવાના સમાચાર પર ટિપ્પણી કરી છે. અબ્બાસ ભારતમાં ચાલી રહેલા વર્લ્ડ કપ 2023 માટે પ્રસ્તુતકર્તા તરીકે ભારત આવી હતી. તેણે 9 ઓક્ટોબરે ભારત છોડી દીધું હતું. જોકે, આ મામલે ICCએ કહ્યું હતું કે તેમનો નિર્ણય અંગત કારણો પર આધારિત છે. લાહોરની આ 35 વર્ષીય સ્પોર્ટ્સ એન્કરે તેના ઓફિશિયલ એક્સ હેન્ડલ દ્વારા સોશિયલ મીડિયા પર ચાલી રહેલા સમાચારો અંગે સ્પષ્ટતા આપી હતી. શું કહ્યું તેણે આવો જાણીએ…

મને દેશનિકાલ કરવામાં આવી નથી : Zainab Abbas

ઝૈનબે ટ્વિટર પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “મને ગમતી રમતનું પ્રતિનિધિત્વ કરવાની તકો માટે હું હંમેશા ખૂબ જ ભાગ્યશાળી અને આભારી અનુભવું છું.” ભારતમાં પોતાના દિવસોને યાદ કરતા અબ્બાસે કહ્યું કે દરેક સાથેની તેમની વાતચીત સંબંધની ભાવનાથી ભરેલી હતી. આ પછી તેણે સ્પષ્ટતા કરી – “મને ન તો જવા માટે કહેવામાં આવ્યું હતું અને ન તો મને દેશનિકાલ કરવામાં આવી હતી.” જણાવી દઇએ કે, ઝૈનબ પાકિસ્તાનની રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, હૈદરાબાદમાં યોજાનારી મેચને કવર કરવાની હતી. તે 6 ઓક્ટોબરે પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચેની મેચમાં પણ હાજર રહી હતી. જ્યારે તેની જૂની પોસ્ટ્સ ઇન્ટરનેટ પર વાયરલ થઈ ત્યારે તેને સોશિયલ મીડિયા પર ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. દરમિયાન, ઝૈનબે માફી માંગી અને કહ્યું કે જો તેના શબ્દોથી કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો તે માફી માંગે છે.

મારા કુટુંબીજનો અને મિત્રોને મારી ચિંતા હતી : Zainab Abbas

તેણીએ સોશિયલ મીડિયા પર લખ્યું, ‘હું હંમેશા મારી જાતને નસીબદાર અને આભારી માનું છું કે મને જે રમત પસંદ છે તે માટે મને મુસાફરી કરવાની અને પ્રસ્તુત કરવાની તક મળે છે. આ બહુ ખાસ વાત છે. તેણે આગળ લખ્યું, ‘હું ત્યાં હતી ત્યારે મેં જે લોકો સાથે વાત કરી તે બધા ખૂબ જ દયાળુ અને ખુશખુશાલ હતા. હું મારા પોતાના ઘણા લોકોને મળી – આવી જ મને અપેક્ષા હતી. મને ન તો ભારત છોડવાનું કહેવામાં આવ્યું કે ન તો મને દેશનિકાલ કરવામાં આવી. જોકે મને સોશિયલ મીડિયા પર જે પ્રતિક્રિયાઓ મળી રહી હતી તેનાથી હું ડરી ગઇ હતી. જોકે ત્યાં મારી સલામતી માટે તાત્કાલિક કોઈ ડર નહોતો, પરંતુ સરહદની બંને બાજુએ રહેતા મારા કુટુંબીજનો અને મિત્રોને મારી ચિંતા હતી. અને જે પણ થઈ રહ્યું હતું તેનો સામનો કરવા માટે મને થોડી જગ્યા અને સમયની જરૂર હતી.

હું માફી માંગુ છું… : Zainab Abbas

‘હું સંમત છું અને મને ખૂબ જ દુઃખ છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી પોસ્ટથી લોકોને દુઃખ થયું છે. હું અહીં સ્પષ્ટ કરવા માંગુ છું કે તે પોસ્ટ્સ મારા મૂલ્યો અને આજે હું જે વ્યક્તિ છું તેનું પ્રતિનિધિત્વ કરતી નથી. આ પ્રકારની ભાષા માટે કોઈ સ્થાન કે બહાનું નથી. અને હું દરેક વ્યક્તિની માફી માંગવા માંગુ છું જેમની ભાવનાઓને ઠેસ પહોંચી છે. આ સાથે, હું તે લોકોનો આભાર માનું છું જેમણે આ મુશ્કેલ સમયમાં મારી ચિંતા કરી અને મારો સંપર્ક કર્યો.’

આ પણ વાંચો – World Cup 2023 : ભારત-પાક વચ્ચેની હાઇવોલ્ટેઝ મેચ પર ફરી શકે છે પાણી, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

આ પણ વાંચો – SA vs AUS : ટૂર્નામેન્ટની સૌથી મજબૂત ટીમ ઓસ્ટ્રેલિયાને દક્ષિણ આફ્રિકાએ 134 રને આપી માત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter