+

WANKHEDE STADIUM માં જીતની અવિસ્મરણીય ઉજવણી; સર્જાયા અહ્લાદક દ્રશ્યો!

WANKHEDE STADIUM : વિશ્વવિજેતા ટીમના ચેમ્પિયન ખેલાડીઓ આજે ભારતમાં પધારી ચૂક્યા છે. બાર્બાડોસના મેદાન પર ફાઈનલ મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા ત્યાં આવેલા ચક્રવાતી તોફાનના કારણે તરત જ નીકળી શકી…

WANKHEDE STADIUM : વિશ્વવિજેતા ટીમના ચેમ્પિયન ખેલાડીઓ આજે ભારતમાં પધારી ચૂક્યા છે. બાર્બાડોસના મેદાન પર ફાઈનલ મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા ત્યાં આવેલા ચક્રવાતી તોફાનના કારણે તરત જ નીકળી શકી ન હતી. ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ બાર્બાડોસથી એર ઈન્ડિયાની સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા સીધા દિલ્હી પહોંચ્યા બાદ હોટલ માટે રવાના થયા હતા, ત્યારબાદ ટીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે સવારે 11 વાગ્યે પીએમ આવાસ પર પહોંચી હતી. હવે ટીમ ઈન્ડિયા વિજય પરેડ બાદ વાનખેડે સ્ટેડિયમ પહોંચી ગઈ છે. દિલ્હીથી મુંબઈ પહોંચ્યા બાદ પહેલા તો ખેલાડીઓનો ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો હતો. જેમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી હતી.

ભારતીય ટીમને અપાયું 125 કરોડનું ઈનામ

ભવ્ય રોડ શો અને રેલીમાં અવિશ્વસનીય નજારો દેખાયો હતો. હવે ભારતની ટીમ વાનખેડેના મેદાનમાં પહોંચી ત્યારે તો ત્યાં કદી ન ભૂલી શકાય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું. વાનખેડેના મેદાનમાં ભારતની ટીમના ખેલાડીઓ, BCCI ના OFFICIALS અને હજારોની સંખ્યામાં ફેન્સ હાજર રહ્યા હતા. વાનખેડેનું આખુંય મેદાન આજે INDIA….INDIA… જેવા નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. વાનખેડેના મેદાનમાં જાણે અત્યારે જ ભારત મેચ જીત્યું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન ભારતીય ટીમના ખેલાડીઓનું બીસીસીઆઈના અધિકારીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. જય શાહે તેમને 125 કરોડનો ચેક આપ્યો હતો. આ દરમિયાન સમગ્ર ટીમ ઈન્ડિયાને સ્ટેજ પર બોલાવવામાં આવી હતી જેના બાદ ખેલાડીઓએ ટ્રોફી સાથે મેદાનમાં વિજય રેલી કરી હતી.

આ ટ્રોફી આખા દેશ માટે છે – રોહિત શર્મા

WANKHEDE STADIUM ના આ ભવ્ય કાર્યક્રમમાં ભારતીય ટીમના ખેલાડીઓએ વિશ્વકપ અને ફાઇનલની મેચ અંગેનો અનુભવ સૌને સાથે શેર કર્યો હતો. જેમાં રોહિત શર્માએ WANKHEDE STADIUM માં મોટું નિવેદન આપ્યું છે; તેમણે કહ્યું કે – આ ટ્રોફી આખા દેશ માટે છે અને દરેક વર્લ્ડ કપ ટ્રોફી ભારત માટે ખાસ છે. રોહિત શર્માએ હાર્દિક પંડ્યા વિશે કહ્યું કે આ ટ્રોફી જીતવામાં તેની ભૂમિકા સૌથી મહત્વની હતી.

વિરાટના નામથી ગૂંજયું વાનખેડે

રોહિત શર્મા બાદ ભારતીય ટીમના પીઢ સમાન વિરાટ કોહલીએ પણ અહી પોતાના મનની વાત લોકો સામે મૂકી હતી. તેમણે કહ્યું હતું કે – તે આ ક્ષણને તેના આખા જીવનમાં ભૂલી શકશે નહીં. આ સિવાય તેણે કહ્યું કે ભારતની જીતમાં જસપ્રીત બુમરાહની ભૂમિકા સૌથી મહત્વની હતી. તેણે ફાઈનલ મેચની છેલ્લી 5 ઓવરમાં બે ઓવર ફેંકી જે ઘણી મહત્વની હતી.

જસ્સી જૈસા કોઈ નહીં

ભારતીય ટીમને વિશ્વકપ જીતાડવામાં સ્ટાર બોલર જસપ્રિત બૂમરાહનું અમૂલ્ય યોગદાન રહ્યું હતું. તેમણે પણ આ કાર્યક્રમમાં પોતાના અનુભવો વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે – હું અહીં અંડર-19 ક્રિકેટ માટે આવ્યો છું. મેં આ જમીન પર અને શેરીઓમાં જે જોયું છે તે એવું છે જે મેં મારા જીવનમાં ક્યારેય જોયું નથી. આ ક્ષણ ક્યારેય નહીં ભૂલું. હું મારી જાતને યુવા ખેલાડી પણ માનું છું. અમારો ઉદ્દેશ્ય ભારતીય ક્રિકેટને આગળ લઈ જવાનો અને ટીમને શક્ય તેટલી મદદ કરવાનો છે. હું કોઈ રમત પછી ક્યારેય રડતો નથી, પરંતુ ફાઈનલ પછી હું મારા આંસુ રોકી શક્યો નથી.

THE WALL એ આપ્યું ભાવનાત્મક નિવેદન

ટીમના કોચ રાહુલ દ્રવિડે પણ ભારતીય ટીમના વખાણ કર્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે – આ છોકરાઓએ જે કર્યું તે અકલ્પનીય છે. સખત મહેનત, સ્થિતિસ્થાપકતા, ક્યારેય ન કહેવાનું વલણ, સતત સારું થવાનો પ્રયાસ. રોહિત શર્માએ શાનદાર નેતૃત્વ કર્યું હતું. હું આ પ્રેમને ચૂકી જઈશ. આજે આપણે જે જોયું તે આશ્ચર્યજનક છે. ચાહકો અને લોકો જ ક્રિકેટને રમત બનાવે છે. આ વિશ્વની સૌથી મોટી રમત છે. મને ખાતરી નહોતી કે હું 50 ઓવરના વર્લ્ડ કપ પછી રમવાનું ચાલુ રાખીશ કે નહીં. રોહિતનો કોલ ઉપાડીને કહ્યું, “રાહુલ, ચાલો બીજી તક લઈએ”. બાર્બાડોસમાં મેં જે અનુભવ્યું તેના માટે હું ખૂબ જ આભારી છું. કદાચ મારા જીવનમાં મને મળેલા શ્રેષ્ઠ ફોન કોલ્સમાંથી એક. ચોક્કસપણે સારું. સમાપ્ત કરવાની સરસ રીત. ત્યાં ઘણી વસ્તુઓ છે જે હું ચૂકીશ. છોકરાઓ, સપોર્ટ સ્ટાફ. બાકીના સપોર્ટ સ્ટાફના કારણે આજે હું અહીં ઉભો છું.

આ પણ વાંચો : Team India Victory Parade: ભારતીય ક્રિકેટ ટીમના એરક્રાફ્ટ એરપોર્ટ ખાસ સલામી આપવામાં આવી

Whatsapp share
facebook twitter