+

NZ vs AFG : શું ચેપોકના સ્ટેડિયમમાં અફઘાનિસ્તાનની ટીમ ન્યૂઝીલેન્ડને હરાવી વધુ એક અપસેટ સર્જી શકશે ?

ICC ODI World Cup ની 16મી મેચમાં ન્યૂઝીલેન્ડનો મુકાબલો અફઘાનિસ્તાન સામે થશે. આ રોમાંચક મેચ ચેન્નાઈના ચેપૉક સ્ટેડિયમમાં રમાશે. ન્યૂઝીલેન્ડની ટીમે અફઘાનિસ્તાન સામે સાવધાનીથી રમવું પડશે. આ મેચ પહેલા અફઘાન…

ICC ODI World Cup ની 16મી મેચમાં ન્યૂઝીલેન્ડનો મુકાબલો અફઘાનિસ્તાન સામે થશે. આ રોમાંચક મેચ ચેન્નાઈના ચેપૉક સ્ટેડિયમમાં રમાશે. ન્યૂઝીલેન્ડની ટીમે અફઘાનિસ્તાન સામે સાવધાનીથી રમવું પડશે. આ મેચ પહેલા અફઘાન ટીમે વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. ત્યારે ન્યૂઝીલેન્ડની ટીમે અફઘાનિસ્તાનને હળવાસમાં ન લેવું જોઇએ.

ચેપોકમાં આમને-સામને હશે ન્યૂઝીલેન્ડ-અફઘાનિસ્તાનની ટીમ

એક તરફ આ પહેલાના વનડે વર્લ્ડ કપની runner-up ન્યુઝીલેન્ડ છે, જેણે સતત ત્રણ મેચ જીતી છે, તો બીજી તરફ અફઘાનિસ્તાનની ટીમ છે જેણે વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવીને વર્લ્ડ કપ 2023નો સૌથી મોટો અપસેટ સર્જ્યો હતો. બંને ટીમો ચેન્નાઈના મેદાન પર ટકરાશે જ્યાં પિચ સ્પિનરો માટે મદદરૂપ છે. બંને ટીમો પાસે ઘણા સ્પિન બોલરો છે. આવી સ્થિતિમાં ચેન્નાઈની બાઉન્સી વિકેટ પર બંને વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી શકે છે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં બપોરે 2 વાગ્યાથી બંને ટીમો ટકરાશે. ટોસ બપોરે 1.30 કલાકે થશે.

અફઘાનિસ્તાને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવ્યું

ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે ટૂર્નામેન્ટમાં ચોથી મેચ રમાશે. ન્યૂઝીલેન્ડે તેની છેલ્લી ત્રણ મેચમાં જીતનો ઝંડો લહેરાવ્યો હતો. ન્યૂઝલેન્ડ આજે જીત મેળવવાની કોશિશ કરશે. વળી, અફઘાનિસ્તાનને અત્યાર સુધીમાં એક જીત મળી છે અને બે વખત હારનો સામનો કરવો પડ્યો છે. અફઘાનિસ્તાને તેની છેલ્લી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ સામે 69 રનથી જીત મેળવીને મોટો અપસેટ સર્જ્યો હતો. આવી સ્થિતિમાં હશમતુલ્લાહ શાહિદીની આગેવાની હેઠળની અફઘાનિસ્તાન ટીમનું મનોબળ ઘણું ઊંચું હશે અને ન્યૂઝીલેન્ડ તેને હળવાશથી લેવાની ભૂલ નહીં કરે.

ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન નહીં રમી શકે

ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન કુલ બે વનડેમાં ટકરાયા છે. આ બંને મેચ માત્ર વર્લ્ડ કપમાં જ રમાઈ હતી. વર્લ્ડ કપ 2015માં ન્યૂઝીલેન્ડે અફઘાનિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. વર્લ્ડ કપ 2019માં ન્યૂઝીલેન્ડે અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું. વિકેટકીપર બેટ્સમેન ટોમ લાથમ ફરી એકવાર ન્યૂઝીલેન્ડની બાગડોર સંભાળશે. નિયમિત કેપ્ટન કેન વિલિયમસન અંગૂઠામાં ફ્રેક્ચરને કારણે કેટલીક મેચો માટે બહાર થઈ ગયો છે. વિલિયમસનને 13 ઓક્ટોબરે બાંગ્લાદેશ સામેની મેચમાં આ ઈજા થઈ હતી. ઈજાના કારણે વિલિયમસનને 78 રનના વ્યક્તિગત સ્કોર પર રિટાયર હર્ટ થવું પડ્યું હતું. તે આવતા મહિને પરત આવી શકે છે. ટોમ બ્લંડેલને તેના કવર તરીકે બોલાવવામાં આવ્યા છે.

ન્યુઝીલેન્ડની ટીમ: ટોમ લાથમ (વિકેટકીપર/કેપ્ટન), ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, મિશેલ સેન્ટનર, મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન, વિલ યંગ, જીમી નીશમ, ટિમ સાઉથી, ટ્રેન્ટ બોલ્ટ, ઇશ સોથી .

અફઘાનિસ્તાન ટીમઃ હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), રહેમાતુલ્લાહ ગુરબાઝ, ઈબ્રાહીમ ઝદરાન, રહમત શાહ, અઝમતુલ્લા ઉમઝાઈ, ઈકરામ અલીખિલ (વિકેટમાં), મોહમ્મદ નબી, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, નવીન-ઉલ હક, ફઝલહક ફારૂકી, રિયાઝ હસન, નૂર અહેમદ, નજીબુલ્લાહ ઝદરાન, અબ્દુલ રહેમાન.

આ પણ વાંચો – World Cup : ટીમ ઈન્ડિયા વિરુદ્ધ હાર મળ્યા બાદ પાકિસ્તાનની ટીમે ICC ને જાણો શું કરી ફરિયાદ

આ પણ વાંચો – ICC World Cup 2023 માં વધુ એક અપસેટ સર્જાયો, નેધરલેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવીને ઈતિહાસ રચ્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter