+

Kane Williamson Run out : ન્યૂઝીલેન્ડના આ ખેલાડીએ 12 વર્ષમાં પહેલીવાર કરી આટલી મોટી ભૂલ, Video

Kane Williamson Run out : ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા (New Zealand and Australia) વચ્ચે 2 ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ વેલિંગ્ટનના બેસિન રિઝર્વ ક્રિકેટ ગ્રાઉન્ડ (Basin Reserve Cricket Ground) ખાતે…

Kane Williamson Run out : ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા (New Zealand and Australia) વચ્ચે 2 ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ વેલિંગ્ટનના બેસિન રિઝર્વ ક્રિકેટ ગ્રાઉન્ડ (Basin Reserve Cricket Ground) ખાતે રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગયેલી ઓસ્ટ્રેલિયન ટીમે (Australian Team) પહેલા બેટિંગમાં ધમાલ મચાવી અને પછી બોલિંગ અને ફિલ્ડીંગ (bowling and fielding) કીવીઓની કમર તોડી નાખી હતી. ન્યૂઝીલેન્ડને સૌથી મોટું નુકસાન ત્યારે થયું જ્યારે તેનો ફોર્મમાં ચાલી રહેલો બેટ્સમેન કેન વિલિયમસન (Kane Williamson) કમનસીબે રન આઉટ (Run Out) થયો હતો. વિલિયમસન ખાતું ખોલાવ્યા વિના નિરાશ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. આ સાથે તેણે તેની 12 વર્ષની ટેસ્ટ કરિયરમાં પહેલી ભૂલ પણ કરી, જેનું પરિણામ આખી ટીમને ભોગવવું પડી શકે છે.

એક રન બનાવવાના ચક્કરમાં Kane Williamson રન આઉટ

ન્યૂઝીલેન્ડનો સૌથી અનુભવી બેટ્સમેન કેન વિલિયમસન ઓસ્ટ્રેલિયા સામે વેલિંગ્ટનમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં રનઆઉટ થયો હતો. વિલ યંગ સાથે અથડાયા બાદ કેન વિલિયમસન શૂન્ય પર રનઆઉટ થયો હતો. વળી આ દરમિયાન તે બોલર મિચેલ સ્ટાર્ક સાથે પણ અથડાયો હતો અને આ સાથે તે રન આઉટ થઇ ગયો હતો. જોકે, અહી મિચેલ સ્ટાર્કની કોઇ ભૂલ નહોતી. વિલિયમસન આ દિવસોમાં ખૂબ જ સારી લયમાં છે. આવી સ્થિતિમાં તેનું રન આઉટ થવું અને પેવેલિયન પરત ફરવું ચાહકો માટે દુખદ છે. કેન વિલિયમસનના રન આઉટની વાત કરીએ તો આ ઘટના ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સની 5મી ઓવરમાં બની હતી. ઓવરના છેલ્લા બોલ પર, વિલિયમસન મિડ-ઓફ તરફ શોટ રમીને રન ચોરી કરવા માંગતો હતો. વિલિયમસન બોલ ટેપ કર્યા પછી તરત જ દોડ્યો, પરંતુ નોન-સ્ટ્રાઈકરના છેડે ઊભેલા વિલ યંગની નજર બોલ પર હતી, જેના કારણે બંને ખેલાડીઓએ સંકલન ગુમાવ્યું અને એકબીજા સાથે અથડાયા હતા.  આ મેચમાં કાંગારુઓએ પ્રથમ બેટિંગ કરતા કેમરૂન ગ્રીનની સદીની મદદથી બોર્ડ પર 383 રન બનાવ્યા હતા. ગ્રીને 174 રનની અણનમ ઇનિંગ રમી હતી. જવાબમાં કિવી બેટ્સમેનો પ્રથમ ઇનિંગમાં 179 રનમાં ઓલઆઉટ થઈ ગયા હતા.

સાથી ખેલાડીની ભૂલને કારણે વિલિયમસન થયો રન આઉટ

ન્યૂઝીલેન્ડનો સૌથી ભરોશાપાત્ર બેટ્સમેન કેન વિલિયમસન હંમેશની જેમ પોતાની ટીમ માટે નંબર 3 પર બેટિંગ કરવા આવ્યો હતો. મિચેલ સ્ટાર્ક ઓસ્ટ્રેલિયા માટે ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સની 5મી ઓવર ફેંકી રહ્યો હતો. વિલિયમસને પોતાની ઓવરનો છેલ્લો બોલ રમ્યો અને રન બનાવવા દોડ્યો. બોલ મિડઓફ તરફ ઝડપથી જઈ રહ્યો હતો અને વિલિયમસન નોન-સ્ટ્રાઈકર એન્ડ તરફ દોડી રહ્યો હતો. આવી સ્થિતિમાં નોન-સ્ટ્રાઈકરના છેડે ઊભેલા વિલ યંગ રન લેતી વખતે પોતાના સાથી ખેલાડી સાથે અથડાઈ ગયો અને આ દરમિયાન મિડ-ઑફ પર ફિલ્ડિંગ કરી રહેલા માર્નસ લબુશેનનો ડાયરેક્ટ થ્રો વિકેટ સાથે અથડાઈ ગયો. વિલિયમસન યંગની ભૂલથી રનઆઉટ થયો હતો અને પેવેલિયન શૂન્ય પર હતો. આ મેચમાં કેમેરોન ગ્રીનની 174 રનની શાનદાર ઈનિંગને કારણે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં 383 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ ઇનિંગમાં 179 રનમાં સમેટાઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડ તરફથી કોઈ બેટ્સમેન અડધી સદી પણ ફટકારી શક્યો નહોતો. ઓસ્ટ્રેલિયાની ટીમે બીજી ઇનિંગમાં 13 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી છે.

આ પણ વાંચો – PSL 2024 : પાકિસ્તાનના આ ક્રિકેટરના પરિવાર સાથે થયું ગેરવર્તન

આ પણ વાંચો – BCCI ના નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી આ બે ખેલાડીઓ થયા બાકાત, જુઓ સંપૂર્ણ યાદી

Whatsapp share
facebook twitter