+

DC VS RR : કાંટેદાર મેચમાં આખરે દિલ્હીની ટીમે મારી બાજી, RR ને મળી ત્રીજી હાર

DC VS RR : IPL 2024 ની 56 મી મેચ રાજસ્થાન અને દિલ્હી વચ્ચે રમાઈ હતી. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં દિલ્હીની ટીમનો શાનદાર…

DC VS RR : IPL 2024 ની 56 મી મેચ રાજસ્થાન અને દિલ્હી વચ્ચે રમાઈ હતી. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં દિલ્હીની ટીમનો શાનદાર વિજય થયો છે. આ મેચમાં રાજસ્થાનના કપ્તાન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ બોલિંગની પસંદગી કરી હતી. જેમાં દિલ્હીની ટીમે પ્રથમ બેટિંગ કરતાં ધુઆધાર બેટિંગ કરી હતી અને સ્કોર બોર્ડ ઉપર 221 રન બનાવ્યા હતા, આ વિશાળ સ્કોરનો પીછો કરતાં સમયે રાજસ્થાનની ટીમ 20 રન પાછળ રહી ગઈ હતી. રાજસ્થાનની ટીમ ફક્ત 201 ના સ્કોર સુધી જ પહોંચી શકી હતી.

દિલ્હીના ઓપનરની ધમાકેદાર શરૂઆત

રાજસ્થાન રોયલ સામેની આ મસ્ટ વિન મેચમાં દિલ્હીની ટીમે પ્રથમ બેટિંગ કરી હતી. દિલ્હીની ટીમને આજે જ્યારે કંઈક ચમત્કાર ની જરૂર હતી અને તેમના ઓપ્નર્સ દ્વારા પણ કંઈક એવું જ કરવામાં આવ્યું હતું. ફ્રેશર અને પોરેલએ પ્રથમ ચાર ઓવરમાં જ ટીમનો સ્કોર 60 સુધી પહોંચાડ્યો હતો અને 60 રન ઉપર આવીને ટીમને પહેલો ઝટકો લાગ્યો હતો. દિલ્હીના ધાકડ ઓપનર ફ્રેશરએ ફક્ત 20 બોલમાં 250ની સ્ટ્રાઈક રેટ સાથે સાત ચોગ્ગા અને ત્રણ છગાની મદદથી 50 રન ફટકાર્યા હતા. ત્યારબાદ ભારતના યુવા બેટ્સમેન અભિષેક પોરલે પણ શાનદાર બલ્લેબાજી કરી હતી. તેણે 36 બોલમાં સાત ચોક અને ત્રણ છગ્ગાની મદદથી 65 રન ફટકાર્યા હતા. ત્યારબાદ દિલ્હીની ટીમનો મિડલ ઓર્ડર કંઈ ખાસ કમાલ કરીને શક્યું હતું.

દિલ્હી ટીમે ખડક્યો 221 નો વિશાળ સ્કોર, ચહલના નામે નોંધાયો વિક્રમ

પરંતુ અંતમાં સ્ટબસની તોફાની પારીએ દિલ્હીને 221 ના વિશાળ કોર્સ સુધી પહોંચાડ્યા હતા. સ્ટબસએ 20 બોલમાં શાનદાર 41 રન બનાવ્યા હતા. રાજસ્થાન માટે સૌથી સારી બોલિંગ રવિચંદ્રન અશ્વિન દ્વારા કરવામાં આવી હતી, તેણે ચાર ઓવરમાં ફક્ત 24 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. વધુમાં આજે ચહલ દ્વારા પણ એક વિકેટ લેવામાં આવી હતી. આ સાથે ચહલ આ T20 ફોર્મેટમાં ભારત માટે 350 વિકેટ્સ લેનાર પ્રથમ બોલર બન્યો છે.

સંજુનો સુપર હિટ શો પણ ટીમ રહી 20 રન પાછળ

દિલ્હી કેપિટલ્સ સામે વિશાળ લક્ષ્યનો પીછો કરતાં રાજસ્થાન રોયલ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમનો સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાલ પહેલી જ ઓવરમાં આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી જોસ બટલર પણ 19 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ સંજુ સેમસન અને રિયાન પરાગે રન બનાવવાની જવાબદારી લીધી હતી. સંજુ સારી બેટિંગ કરી રહ્યો હતો. પરંતુ ત્યારબાદ પરાગ પણ 27 રન બનાવીને રસિખ સલામનો શિકાર બન્યો હતો. ત્યારબાદ રાજસ્થાન માટે કોઈપણ પ્લેયર મેચ વિનિંગ પારી રમી શક્યો ન હતો. રાજસ્થાન માટે સૌથી સારું પ્રદર્શન સંજુ સેમસનનું રહ્યું હતું. તેણે 46 બોલમાં 186 ની સ્ટ્રાઈક રેટથી છ છગ્ગા અને આઠ ચોગ્ગાની મદદથી શાનદાર 86 રન બનાવ્યા હતા. પરંતુ તેમ છતાં રાજસ્થાનની ટીમ આ વિશાળ સ્કોરનો પીછો કરતા 20 રન પાછળ રહી હતી. દિલ્હી માટે ખલીલ અહેમદ, મુકેશકુમાર અને કુલદીપ યાદવ દ્વારા 2-2 વિકેટ લેવામાં આવી હતી.

 

સંજુ સેમસનની વિકેટ કેવી રીતે બન્યો વિવાદ

સંજુ સેમસેન આ મેચમાં શાનદાર ફોર્મ માં દેખાયો હતો. પરંતુ તેના આઉટ થયા ઉપર ખૂબ જ વિવાદ થયો હતો. સમગ્ર બાબત એમ છે કે, 16મી ઓવરમાં તેણે મુકેશ કુમારના બોલ પર એક મોટો સ્ટ્રોક માર્યો, જેને બાઉન્ડ્રી લાઇન પર ઉભેલા સાઈ હોપે કેચ આપી દીધો. આ બહુ નજીકનો મામલો હતો. સાઈ હોપે ઘણી મુશ્કેલીથી બોલ કેચ કર્યો અને તેનો પગ બાઉન્ડ્રી લાઈન સાથે અથડાયો કે નહીં તે જાણી શકાયું નથી. આ પછી થર્ડ અમ્પાયરે રિપ્લે જોઈને સંજુને આઉટ આપ્યો હતો. આ પછી સંજુ સાસમાન થોડીવાર સુધી અમ્પાયર સાથે દલીલ કરતો રહ્યો અને તેના ચહેરા પર નિરાશા દેખાતી હતી. વધુમાં દિલ્હીના ઓનરનું રિએક્શન પણ હાલ ઘણું વાયરલ થઈ રહ્યું છે.

આ પણ વાંચો : DC vs RR : રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને મેદાનમાં ઉતરતા જ રચ્યો ઈતિહાસ

Whatsapp share
facebook twitter