+

Rajya Sabha Election : ભાજપે રાજ્યસભામાં કર્યો મોટો ઉલટફેર, NDA પહોંચી બહુમતની નજીક

Rajya Sabha Election : વર્ષ 2014 બાદ ભાજપ (BJP) માટે બધુ જ All is Well છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસ (Congress) પાર્ટીને સતત ખરાબ પરિણામો જોવા મળી રહ્યા છે. તાજેતરમાં…

Rajya Sabha Election : વર્ષ 2014 બાદ ભાજપ (BJP) માટે બધુ જ All is Well છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસ (Congress) પાર્ટીને સતત ખરાબ પરિણામો જોવા મળી રહ્યા છે. તાજેતરમાં રાજ્યસભાની ચૂંટણી (Rajya Sabha elections) માં પણ કઇંક આવું જ જોવા મળી રહ્યું છે. જ્યા ભાજપ (BJP) પોતાના દમ પર બહુમતી (Majority) ની ખૂબ જ નજીક પહોંચી રહ્યું છે. મંગળવારે ઉત્તર પ્રદેશ (UP), કર્નાટક (Karnataka) અને હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) માં રાજ્યસભાની 15 બેઠકો માટે થયેલી ચૂંટણીમાં ભાજપે મોટો ઉલટફેર કરી દીધો છે. UP માં જ્યા રાજ્યસભાની 10 માંથી 8 રાજ્યસભા બેઠક (Rajya Sabha Seat) પર ભાજપ, કર્નાટકમાં 4 માંથી 1 રાજ્યસભા બેઠક પર ભાજપ અને હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની 1 માત્ર રાજ્યસભાની બેઠક પર પણ ભાજપે મેળવી લીધી છે.

NDA બહુમતીની નજીક

ગત વર્ષે એપ્રિલમાં ખાલી પડેલી રાજ્યસભાની 56 બેઠકોમાંથી 30 બઠકો ભાજપ જીતી ચુકી છે. કોંગ્રેસ માટે આ એક ખરાબ સપનાથી ઓછું નથી. રાજ્યસભાની 56 બેઠકોમાંથી 20 બિનહરીફ ચૂંટાયા હતા તો બીજી 10 બેઠકોને મતદાન દ્વારા જીતી લીધી હતી. મળી રહેલી માહિતી અનુસાર, રાજ્યસભામાં હવે ભાજપના સાંસદોની સંખ્યા વધીને 100 ની નજીક થવા આવી છે. આ સાથે NDA ના સાંસદોની સંખ્યા પણ વધી રહી છે અને તે બહુમતીથી બસ થોડી જ દૂર છે. ઉપલા ગૃહમાં 240 સાંસદોની સંખ્યા છે. બહુમતી માટે કોઇ પણ પક્ષને 121 સાંસદોના સમર્થનની જરૂર છે. ત્યારે NDA પાસે આ બેઠકોની સંખ્યા 117 પર પહોંચી ગઇ છે. હવે બહુમતીથી NDA માત્ર 4 સ્ટેપ દૂર છે. પાર્ટી સ્ટેન્ડિંગની વાત કરીએ તો 97 સાંસદો સાથે ભાજપ રાજ્યસભામાં સૌથી મોટી પાર્ટી છે. જેમાં 5 નામાંકિત સભ્યોનો સમાવેશ થાય છે. કોંગ્રેસ 29 સાંસદો સાથે બીજા સ્થાને છે.

56 સાંસદોમાંથી 41 બિનહરીફ ચૂંટાયા

ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણી થઇ જેમાં ક્રોસ વોટિંગ થયું હતું, જેના કારણે ભાજપને જ બંને રાજ્યોમાં 1-1 બેઠકનો ફાયદો થયો છે. આ સાથે ભાજપના સાંસદોની સંખ્યા વધીને 97 થઈ જશે. આ દ્વિવાર્ષિક ચૂંટણીમાં ચૂંટાયેલા તમામ 56 સાંસદોમાંથી 41 બિનહરીફ ચૂંટાયા હતા. યુપીમાં 10, કર્ણાટકમાં 4 અને હિમાચલ પ્રદેશમાં 1 બેઠક પર ચૂંટણી યોજાઈ હતી. આ પછી ભાજપે 30 સીટો જીતી છે. યુપીમાં સૌથી વધુ 10 બેઠકો દાવ પર હતી. આ પછી મહારાષ્ટ્ર અને બિહારમાં 6-6 સીટો દાવ પર લાગી હતી. મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં 5-5, કર્ણાટક અને ગુજરાતમાં 4-4, ઓડિશા, તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને રાજસ્થાનમાં 3-3 અને ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને છત્તીસગઢમાં 1-1 બેઠક પર ચૂંટણી યોજાઈ હતી.

ઉત્તર પ્રદેશમાં ભાજપની બમ્પર જીત

યુપીમાં રાજ્યસભાની 10 બેઠકો માટે ભાજપના 8 અને સમાજવાદી પાર્ટીના 3 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપના 8 ઉમેદવારો અને સપાના 2 ઉમેદવારો વિજયી હોવાનું મનાય છે. દરમિયાન ભાજપે પોતાના 8 ઉમેદવાર ઉતારીને ચૂંટણીને રસપ્રદ બનાવી છે. ભાજપના 8 ઉમેદવારને વિજયી બનાવવા માટે સમાજવાદી પાર્ટીના માત્ર 9 ધારાસભ્યોએ જ ક્રોસ વોટિંગ કર્યું હતું.

હિમાચલ પ્રદેશમાં ભાજપની જીત થઈ

ભારતીય જનતા પાર્ટી (BJP) ના હર્ષ મહાજને હિમાચલ પ્રદેશની 1 બેઠક માટે રાજ્યસભાની ચૂંટણી જીતી લીધી છે. તેમની સામે કોંગ્રેસના નેતા અને સુપ્રીમ કોર્ટના વકીલ અભિષેક મનુ સિંઘવી હતા. બહુમતી હોવા છતાં, હિમાચલ પ્રદેશ કોંગ્રેસ તેના બળવાખોર નેતાઓના બળવાથી છવાયેલી હતી. અહીં કોંગ્રેસના 9 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું.

કર્ણાટકમાં કોંગ્રેસને રાહત

કર્ણાટકમાં રાજ્યસભાની 4 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસને 3 બેઠકો મળી છે. આ સાથે જ ભાજપને 1 બેઠકથી સંતોષ માનવો પડ્યો છે. કોંગ્રેસના વિજેતા ઉમેદવારો અજય માકન, નાસિર હુસૈન અને જીસી ચંદ્રશેખર છે. અજય માકનને 47 વોટ, નાસિર હુસૈનને 46 વોટ અને જીસી ચંદ્રશેખરને 46 વોટ મળ્યા હતા.

આ પણ વાંચો – હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ સરકાર સંકટમાં, CM બદલવા અંગે કોંગ્રેસમાં ચર્ચા તેજ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter