+

Rajasthan: મીડિયાકર્મીએ જીવના જોખમે દીપડા સાથે બાથ ભીડી, VIDEO થયો વાયરલ

Rajasthan: રાજસ્થાનથી એક મહત્વના સમાચાર સામે આવ્યાં છે. વિગતે વાત કરવામાં આવે તો રાજસ્થાનના ચૌરાસી ડુંગરપુર જિલ્લાના ભાદર ફોરેસ્ટના ગાડિયા ભાદર મેટવાલા ગામમાં એક દીપડાએ મીડિયાકર્મી પર હુમલો કર્યો હતો.…

Rajasthan: રાજસ્થાનથી એક મહત્વના સમાચાર સામે આવ્યાં છે. વિગતે વાત કરવામાં આવે તો રાજસ્થાનના ચૌરાસી ડુંગરપુર જિલ્લાના ભાદર ફોરેસ્ટના ગાડિયા ભાદર મેટવાલા ગામમાં એક દીપડાએ મીડિયાકર્મી પર હુમલો કર્યો હતો. નોંધનીય છે કે, આ દીપડો નીલગાયનો શિકાર કર્યા બાદ ઝાડીઓમાં છુપાઈ ગયો હતો. તેનો પીછો કરી રહેલા લોકો વચ્ચે કવરેજ કરી રહેલા મીડિયાકર્મી પર દીપડાએ તેણે હુમલો કર્યો હતો. દીપડાએ મીડિયાકર્મીનો પગ પોતાના જડબામાં પકડી લીધો હતો. તેમ છતાં પણ મીડિયાવાળાએ હિંમત બતાવી અને દીપડા સામે લડતા રહ્યા. ત્યાં હાજર લોકોએ પણ હિંમત બતાવીને દીપડાને દોરડાથી બાંધી દીધો હતો. આ પછી વન વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને દીપડાને બચાવ્યો હતો.

દીપડાએ મીડિયાકર્મી ગુણવંત કલાલ પર હુમલો કર્યો હતો

નોંધનીય છે કે, ભાદર મેતવાળા ગામમાં આવેલા એક ઘર પાછળ આવેલા તળાવ પાસે આ દીપડો જોવા મળ્યો હતો. દીપડો નીલગાયનો શિકાર કર્યા બાદ ઝાડીઓમાં છૂપાઈ ગયો હતો. આ દરમિયાન ગામના લોકો એકઠા થઈ ગયા. બાંકસીયા નિવાસી મીડિયા પર્સન ગુણવંત કલાલ પણ કવરેજ માટે ત્યાં પહોંચ્યા હતા. ઝાડીઓમાં છુપાયેલા દીપડાને લોકો જંગલ તરફ ભગાડવાની કોશિશ કરી રહ્યા હતા. મોટી સંખ્યામાં લોકો ટેકરી પર ઉભા રહીને જોઈ રહ્યા હતા. તે જ સમયે દીપડો જંગલ તરફ ભાગવાને બદલે લોકો તરફ દોડવા લાગ્યો હતો. જેથી દીપડાએ મીડિયાકર્મી ગુણવંત કલાલ પર હુમલો કર્યો હતો. તેમ છતાં પણ જાબાજ મીડિયાકર્મી ગુણવંત કલાક જીવના જોખમે તેનો સામનો કર્યો હતો.

જીવના જોખમે તેઓ દીપડાનો સામનો કરતા રહ્યા

ઉલ્લેખનીય છે કે, દીપડાના હુમલા પછી ગામ લોકો ત્યાંથી દૂર ભાગી ગયા હતાં. ત્યાં આ ગુણવંત શાહ જીવના જોખમે દીપડાનો સામનો કરતા રહ્યા હતા. પોતાને બચાવવા ગુણવંતે દીપડાના જડબામાં બીજા પગ વડે માર્યો હતો. જેના કારણે પગ છૂટી ગયો હતો પરંતુ દીપડાએ ફરી હુમલો કરીને હાથ પોતાના જડબામાં પકડી લીધો હતો. આ પછી બંને વચ્ચે લગભગ 5 મિનિટ સુધી સંઘર્ષ ચાલુ રહ્યો. દૂરથી જોઈ રહેલા લોકોએ હિંમત એકઠી કરી અને પછી દીપડાને ભગાડવાનો પ્રયાસ શરૂ કર્યો. ત્યાં હાજર લોકો દોરડા વડે દોડવા લાગ્યા.

ઘણી મહેનત બાદ દીપડાને પકડી લેવામાં આવ્યો

દીપડા અને મીડિયા કર્મી વચ્ચે ભારે સંઘર્ષ વચ્ચે દીપડાને દોરડાથી બાંધવાનો પ્રયાસ કર્યો હતો. ઘણી મહેનત બાદ દીપડાને પકડી લેવામાં આવ્યો હતો. મળતી વિગતો પ્રમાણે દીપડાના હુમલામાં ગુણવંત કલાલને હાથે, પગે અને શરીરના ઘણા ભાગોમાં ઘા વાગ્યા હતા.નોંધનીય છે કે,ગુણવંત કલાલની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતાં. આ સાથે ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી દીપડાને બચાવી લીધો હતો.

આ પણ વાંચો: Amit Shah in Jodhpur: કેન્દ્રીય ગૃહમંત્રીના વિપક્ષ પર પ્રહાર, કહ્યુ – ભારતના લોકો BJP ને 400 પાર લઈ જવા તૈયાર

આ પણ વાંચો: BJP Election Manifesto: ચૂંટણી ઢંઢેરાને લઈ 1.70 લાખ સૂચનો આવ્યા, લોકોએ કહ્યું – મોદી હૈ તો મુમકિન હૈ

આ પણ વાંચો: Sudhanshu Trivedi: બીજેપીની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સુધાંશુ ત્રિવેદીએ આમ આદમી પાર્ટી પર કર્યા આકરા પ્રહાર

Whatsapp share
facebook twitter