+

દિલ્હી એરપોર્ટ પર વીજળી ગુલ, તમામ કામગીરી ઠપ્પ, મુસાફરોને ભારે મુશ્કેલી

Power outage at Delhi airport : દેશની રાજધાની દિલ્હીના એરપોર્ટ પર આજે અંધારપટ (blackout) છવાઈ ગયો હતો. અહીં લગભગ 20 મિનિટ સુધી વીજળી (Electricity) ગુલ થઇ ગઇ હતી જેના કારણે…

Power outage at Delhi airport : દેશની રાજધાની દિલ્હીના એરપોર્ટ પર આજે અંધારપટ (blackout) છવાઈ ગયો હતો. અહીં લગભગ 20 મિનિટ સુધી વીજળી (Electricity) ગુલ થઇ ગઇ હતી જેના કારણે એરપોર્ટ પર હડકંપ શરૂ થઇ ગયો હતો. વીજળી (Electricity) ન હોવાના કારણે એરપોર્ટ પર તમામ કામ ઠપ્પ થઇ ગયા હતા. આ અંગે એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું કે, અહીં અચાનક જ વીજળી ગુલ થઇ ગઇ હતી. સિસ્ટમની નિષ્ફળતાને કારણે આવું બન્યું હોવાનું કહેવા છે. વીજ પુરવઠો ખોરવાતા અનેક કર્મચારીઓના રેકર્ડ ડીલીટ થતા મુસાફરોને જ નહી પરંતુ કર્મચારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

દિલ્હી એરપોર્ટ પર બ્લેક આઉટ

છેલ્લા ઘણા દિવસોથી દિલ્હી-એનસીઆરના લોકો જ પાવર કટની સમસ્યાનો સામનો કરી રહ્યા નથી. આ વખતે દિલ્હી એરપોર્ટની લાઈટો પણ બંધ થઈ ગઈ છે. વાસ્તવમાં દિલ્હી એરપોર્ટ પર છેલ્લા 20 મિનિટથી વીજળી નહોતી. આ પાવર કટના કારણે એરક્રાફ્ટની કામગીરી ખોરવાઈ ગઈ હતી. આ કારણે ઘણા વિમાનોની ઉડાન પર અસર થઇ હતી. જણાવી દઈએ કે ટર્મિનલ 2 થી ઘણી ફ્લાઈટ્સ માત્ર વિલંબિત જ નથી પણ કેન્સલ પણ થઈ છે. જણાવી દઈએ કે એરપોર્ટ પર પાવર કટના કારણે રાજધાની દિલ્હીના એરપોર્ટ પર અંધારપટ છવાઈ ગયો છે. જેના કારણે એરપોર્ટ પર તમામ કામગીરી ઠપ થઈ ગઈ છે. ફ્લાઈટમાં વિલંબ હોય કે કાળઝાળ ગરમી, દિલ્હી એરપોર્ટ પર મુસાફરોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. અહેવાલો અનુસાર, એરપોર્ટની લાઈટો કપાઈ જવાના કારણે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બંને ફ્લાઈટને અસર થઈ છે. પાવર કટના કારણે મુસાફરોને ગરમીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત મુસાફરો ચેક-ઈન કરી શકતા નહોતા અને સુરક્ષા ચેક-ઈન પણ ઠપ્પ થઈ ગયું હતું. ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટરનો ઉપયોગ સુરક્ષા માટે થાય છે. આ માટે વીજળીની જરૂર પડે છે. આ સાથે જ ઈમિગ્રેશન બ્યુરોના તંત્રની સાથે એરોબ્રિજની કામગીરી પણ ઠપ્પ થઈ ગઈ છે. આનું પરિણામ એ છે કે કેટલાક એરપોર્ટ માટે, દિલ્હી એરપોર્ટ સંપૂર્ણપણે બ્લેક આઉટ થઈ ગયું છે એટલે કે ગાયબ થઈ ગયું છે.

  • દિલ્હી એરપોર્ટ પર વીજળી ગુલથી હડકંપ
  • IGI એરપોર્ટ પર અફરાતફડીનો માહોલ
  • ઘરેલું, આતંરરાષ્ટ્રીય ઉડાનો પર પડી અસર
  • ટર્મિનલ-3 પર મુસાફરોને ભારે મુશ્કેલીઓ
  • 10 મિનિટ સુધી વીજળી ગુલ રહેતા હાલાકી
  • એરપોર્ટની તમામ કામગીરી થઈ હતી ઠપ્પ
  • બોર્ડિંગ, ચેક-ઈન પ્રક્રિયાઓ ઠઈ ઠપ્પ

20 મિનિટ પછી લાઇટ આવી

જણાવી દઈએ કે આવી ઘટનાઓ ભાગ્યે જ કોઈ એરપોર્ટ પર જોવા મળે છે. ખાસ કરીને જ્યારે એરપોર્ટ દેશની રાજધાની દિલ્હીમાં હોય ત્યારે આવી ઘટના ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે. જો કે, હવે એવી માહિતી સામે આવી રહી છે કે લગભગ 20 મિનિટ સુધી લાઈટો કપાયા બાદ હવે દિલ્હી એરપોર્ટ પર લાઈટો પાછી આવી ગઈ હતી. તેમજ તમામ સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી છે. પરંતુ આ સિસ્ટમોને ફરીથી શરૂ કરવામાં ઘણો સમય લાગ્યો છે. જેના કારણે ફ્લાઈટ ઓપરેશન પુન: શરૂ કરવામાં ઘણો સમય લાગ્યો હતો.

આ પણ વાંચો – Delhi-NCR માં ધૂળનું તોફાન, ઘણા વિસ્તારોમાં વીજળી ડૂલ, બદ્રામાં 2 દિવસ સુધી વરસાદ પડશે…

આ પણ વાંચો – Ban Free Electricity : આસામ સરકારનો ચોંકાવનારો નિર્ણય, નહીં મળે કોઈને મફત વીજળી

Whatsapp share
facebook twitter