+

PM Modi Speech: લોકસભાને સંબોધિત કરતા પ્રધાનમંત્રી મોદીની આ ખાસ 15 વાતો

PM Modi Speech: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે સંસદમાં નિચલા સ્તરે લોકસભાને સંબોધિત કરી હતી. પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર ગૃહને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ વિપક્ષ…

PM Modi Speech: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે સંસદમાં નિચલા સ્તરે લોકસભાને સંબોધિત કરી હતી. પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર ગૃહને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું હતું. પ્રધાનમંત્રીએ પોતાના ભાષણ દરમિયાન વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભામાં ભાષણ આપતા કહ્યું કે, લોકતંત્રની ગરિમા વધી છે અને નવી સંસદમાં અત્યારે નવી પરંપરાઓ શરૂ કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી પોતાના ભાષણ કરેલ ખાસ વાતો જાણીએ

 • પ્રધાનમંત્રીએ કહ્યું કે, અમારૂ લક્ષ્ય બઉ મોટું છે. જે અત્યારે દુનિયા તેને જોઈ રહ્યા છે. દેશ જે ગતિએ અત્યારે વિકાસ કરી રહ્યો છે, તેનો કોંગ્રેસે સપનામાં પણ કલ્પના કરી નહીં હોય. અમે ગરીબો માટે 4 કરોડ ઘર બનાવ્યા છે. શહેરી ગરીબો માટે પણ અમે 80 લાખ પાકા ઘર બનાવ્યા છે.
 • મોદીએ કહ્યું કે અમે 10 વર્ષમાં 40 હજાર કિલોમીટરના રેલવે ટ્રેકનું વિદ્યુતીકરણ કર્યું. જો કોંગ્રેસની ગતિએ દેશ ચાલ્યો હોત તો આ કામ પૂર્ણ થતા 80 વર્ષ લાગ્યા હોત. એક રીતે જોઈએ તો ચાર પેઢીઓ વીતી ગઈ હશે. અમે 17 કરોડ ગેસ કેનેક્શન આપ્યા છે. કોંગ્રેસને તેના માટે 60 વર્ષે લાગ્યા હોત.
 • અમારી સરકાર હેઠળ, સ્વચ્છતા કવરેજ 40 ટકાથી 100 ટકા સુધી પહોંચી ગયું છે. જો કોંગ્રેસ ચાલતી હોત તો આ કામ પૂરાં થતાં હજુ 60-70 વર્ષ લાગ્યાં હોત અને ઓછામાં ઓછી ત્રણ પેઢીઓ વીતી ગઈ હોત, પરંતુ હજુ પણ કોઈ ગેરંટી નથી.
 • પ્રધાનમંત્રીએ કહ્યું કે, ‘પ્રથમ પ્રધાનમંત્રી નહેરૂજીએ કહ્યું હતું કે ભારતમાં સામાન્ય રીતે મહેનત કરવાની આદત નથી.’ મોદીએ કહ્યું કે, નહેરુજી ભારતીયોને આળસું સમજતા હતા. આ સાથે ઇન્દિરા ગાંધીની વિચારધારાને નહેરુજી સાથે સરખાવી હતી.
 • કોંગ્રેસ પર પ્રહાર કરતા મોદીએ કહ્યું કે, કોંગ્રેસ પોતાનો શાસક સમજતી હતી. એક પરિવાર સિવાય તેમણે વધુ વિચાર્યું જ નથી. તેમના પર એકબીજા પર ભરોસો જ નથી. પ્રધાનમંત્રીએ કોંગ્રેસની માનસિકતાને ભારતમાં નુકસાનકારક ગણાવી હતી.
 • પીએમ મોદીએ કહ્યું કે, સાંસદોની તાકાતના કારણે 370ની કલમ હટાવી શકાઈ છે. અત્યારે અંતરિક્ષથી લઈને ઓલંપિક સુધી ભારતીય નારીની પ્રસંશા થઈ રહી છે. ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ સુધી, લોકોએ દાયકાઓથી અટવાયેલા પ્રોજેક્ટને સમયસર પૂરા થતા જોયા છે. અમે બ્રિટિશ શાસનના જૂના કાયદાઓથી દૂર જઈને ન્યાયિક સંહિતા તરફ આગળ વધ્યા. અમારી સરકારે આવા સેંકડો કાયદાઓ નાબૂદ કર્યા જે અપ્રસ્તુત બની ગયા હતા.

 • મોદીએ કહ્યું કે, દેશમાં એકથી એક એવા મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું છે જે ભારતની મહાન પરંપરાઓને ઉજાગર કરે છે. અમારી સરકારને ત્રીજો કાર્યકાળ પણ હવે દૂર નથી. તેના માટે હવે વધુમાં વધુ 100 થી 125 દિવસો જ બાકી છે. આખો દેશ અત્યારે કહી રહ્યો છે કે, ‘અબકી બાર મોદી સરકાર’
 • પ્રધાનમંત્રીએ કહ્યું કે, હું આમ તો આંકડા બાબતે ઘણો વિચાર નથી કરતો પરંતુ આ વખતે એનડીએની સીટો 400થી પણ વધારે આવશે અને તેમાં 370 ભાજપની ચોક્કસ હશે. અમારો ત્રીજો કાર્યકાળ આગામી 1000 વર્ષ માટે મજબૂત પાયો નાખવાનું કામ કરશે.
 • વધુમાં કહ્યું કે, કોંગ્રેસને ઓબીસીની લઈને વધારે ચિંતા છે, તેઓ અમારી પાસે હિસાબ માંગે છે કે તમારી સરકારમાં કેટલી ઓબીસી છે. મને એ વાતની હેરાની થાય છે કે, તેમને આટલો મોટો ઓબીસી નજરે નથી આવતો? કોંગ્રેસને મારો જેવો ઓબીસી નજરે નથી આવતો.
 • પ્રધાનમંત્રીએ કહ્યું કે, દેશમાં અત્યારે દરેક સેક્ટરમાં દીકરીઓ માટે દરવાજા ખુલ્લા છે. દીકરીઓ ફાઇટર જેટ ઉડાવી રહી છે. એક કરોડથી વધારે લખપતિ દીદી છે. પહેલા દીકરીના જન્મ વખતે તેના લાલન-પાલન અંગે બધાને ચિંતા રહેતી હતી. જ્યારે હવે દીકરીના જન્મની સાથે સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ ખોલાવાની ચર્ચા થાય છે. આજે એવું કહેવામાં આવે છે કે તમને 26 અઠવાડિયાની પેઇડ લીવ મળશે અને જો તમારે પછી રજા જોઈતી હોય તો.

PM Modi Speech

 • પીએમ મોદીએ કહ્યું કે,થોડા દિવસ પહેલા કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવામાં આવ્યો, ત્યારે આપણે બધા જાણીએ છીએ કે ઓબીસી સમુદાયના તે મહાન વ્યક્તિ સાથે કેવું વર્તન કરવામાં આવ્યું હતું? 1970માં તેઓ બિહારના મુખ્યમંત્રી બન્યા, પરંતુ તેમને પદ પરથી હટાવવા માટે વિવિધ રમત રમાઈ. તેમણે પોતાની સરકારને અસ્થિર કરવા શું કર્યું? વાસ્તવમાં કોંગ્રેસ અત્યંત પછાત લોકોને સહન કરી શકતી નહોતી. કોંગ્રેસે કર્પૂરી ઠાકુરને વિપક્ષના નેતા તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો અને કારણ આપ્યું કે તેઓ બંધારણનું સન્માન કરી શકતા નથી. બંધારણની રક્ષા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનાર કર્પૂરી ઠાકુરનું કોંગ્રેસ પક્ષ દ્વારા અપમાન કરવામાં આવ્યું હતું.
 • પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે, કોંગ્રેસના શાસનકાળમાં ખેડૂતોનો જરા પણ વિચાર કરવામાં નહોતો આવ્યો. કોંગ્રેસે માત્ર ખેડૂતોને રોવડાવ્યા સિવાય કઈ પણ કર્યું નથી. જ્યારે અમે ખેડૂતો માટે વિવિધ યોજનાઓ લાવી છે. અમે 1.25 લાખ રૂપિયાથી વધુની કિંમતની કઠોળ અને તેલીબિયાંની ખરીદી કરી છે. કોંગ્રેસ પીએમ સન્માન નિધિની મજાક ઉડાવી હતી.
 • વધુમાં પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસની સરકારે માછીમારોનું ક્યારેય વિચાર્યું પણ નહોતું જ્યારે અમારી સરકારે પહેલી વાર માછીમારો માટે અલગ મંત્રાલય બનાવ્યું છે. પહેલીવાર પશુપાલક અને માછીમારોને ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા છે.
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અમારી ભ્રષ્ટાચારની સામે લડત હંમેશા ચાલું રહેશે. જેમણે દેશને લૂંટ્યો છે તેમને તે બધું પાછું આપવું પડશે. કોંગ્રેસ ભ્રષ્ટાચારીઓને બચાવતી હતી. જેને ગમે તેવો અત્યાચાર કરવો હોય તો તે કરી શકે છે. અમે ભ્રષ્ટાચાર સામે લડતા રહીશું. તારે મારી સાથે જે પણ અન્યાય કરવો હોય તે કરે. અમે રોકીશું નહીં.
 • મને મારા દેશના સૈન્ય પર પૂરો વિશ્વાસ છે. કલમ 370ને લઈને હોબાળો થયો હતો. પરંતુ કાશ્મીરના લોકોએ આર્ટિકલ 370 હટાવવાનું ખુલ્લા દિલથી સ્વાગત કર્યું. કાશ્મીરના લોકોએ નેહરુજીની ભૂલોની મોટી કિંમત ચૂકવવી પડી છે. તેઓએ ભલે ભૂલો કરે પરંતુ અમે મુશ્કેલીઓનો સામનો કરીને ભૂલોને સુધારવાનો પ્રયાસ ચાલુ રાખીશું. અમે અટકવાના નથી. આપણા માટે રાષ્ટ્ર પ્રથમ છે.

આ પણ વાંચો: PM Modi in Lok sabha: પ્રધાનમંત્રીએ પોતાના ભાષણમાં વિપક્ષ પર સાધ્યું નિશાન

Whatsapp share
facebook twitter