+

Mumbai principal: ઈઝરાયેલ અને હમાસ યુદ્ધના કારણે મુંબઈના આચાર્ય ફસાયા, કરી હતી આવી પોસ્ટ

Mumbai principal: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર ભારતમાં જોવા મળી છે. મળતી વિગતો પ્રમાણે મુંબઈમાં આવેલી એક પ્રતિષ્ઠિત શાળાના મેનેજમેન્ટે પેલેસ્ટાઈનના મુદ્દે અને હમાસ-ઈઝરાયેલ વચ્ચે ચાલતા યુદ્ધ…

Mumbai principal: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર ભારતમાં જોવા મળી છે. મળતી વિગતો પ્રમાણે મુંબઈમાં આવેલી એક પ્રતિષ્ઠિત શાળાના મેનેજમેન્ટે પેલેસ્ટાઈનના મુદ્દે અને હમાસ-ઈઝરાયેલ વચ્ચે ચાલતા યુદ્ધ પર સોશિયલ મીડિયા પોસ્ટને લાઈક કરવા બદલ તેના આચાર્યને રાજીનામું આપવા જણાવ્યું છે. તેમના સાથીદારે ગુરુવારે આ માહિતી આપી હતી. મળતી વિગતો પ્રમાણે વિદ્યાવિહાર વિસ્તારની સોમૈયા સ્કૂલના પ્રિન્સિપાલ પરવીન શેખના સહાયકે જણાવ્યું હતું કે, 26 એપ્રિલે તેને સ્કૂલ મેનેજમેન્ટે ઔપચારિક મીટિંગ માટે બોલાવી હતી. પ્રિન્સિપાલને હમાસ-ઇઝરાયેલ સંઘર્ષ અને અન્ય મુદ્દાઓ પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર તેમની ટિપ્પણીઓ અને પસંદોને કારણે રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું હતું.

આચાર્યની ટિપ્પણી શાળાના મેનેજમેન્ટ પસંદ ના આવી

આચાર્યના એક સહયોગીએ જણાવ્યું કે, આ બેઠકમાં શાળાના મેનેજમેન્ટે કહ્યું કે, આચાર્યની આ ટિપ્પણી શાળાના મેનેજમેન્ટને જરાય પસંદ નથી. એટલે જ નહીં પરંતુ કાર્યવાહીના તેમને રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું હતું. જોકે તેમણે રાજીનામું આપવાનો ઈન્કાર કર્યો હતો. તેમના સાથીદારના કહેવા પ્રમાણે, મેનેજમેન્ટે આકરા વલણ સાથે કહ્યું હતું કે તેમને પોતાનું પદ છોડવું પડશે. જોકે આ મામલે પરવીન શેખે આ મુદ્દે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. જોકે, મીડિયા રિપોર્ટ પ્રમાણે પ્રિન્સિપાલની કોમેન્ટ્સ અને લાઈક્સ તેમના એક્સ હેન્ડલ પર હાઈલાઈટ કરવામાં આવી હતી. જેઓ પેલેસ્ટાઈન તરફી અને હમાસ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા ગણાતા હતા.

આ મામલે શાળા મેનેજમેન્ટે પોતાની વાત જણાવી

મળતી વિગતો પ્રમાણે પરવીન શેખનું શાળાકીય કામ ખુબ જ સારૂ રહ્યું છે. જેથી શાળા મેનેજમેન્ટને એ હકીકતને ધ્યાનમાં લેવી જોઈએ કે તેમના નેતૃત્વ હેઠળ શાળાએ શૈક્ષણિક શ્રેષ્ઠતા સહિત ઘણા પુરસ્કારો મેળવ્યા હતા. તમને જણાવી દઈએ કે, પરવીન શેખ છેલ્લા 12 વર્ષમાં શાળા સાથે જોડાયેલ છે અને સાત વર્ષથી તેઓ આચાર્ય તરીકે કાર્યભાર સંભાળી રહ્યા હતાં. આ મામલે શાળા મેનેજમેન્ટે જણાવ્યું કે, આ મામલે અત્યારે તપાસ ચાલી રહીં છે. વધુમાં તેમણે કહ્યું કે, જો કોઈ જાણકારી સામે આવશે તો તેની જાણ કરવામાં આવે છે.

આ પણ વાંચો: Gym in Varanasi: જીમમાં વર્કઆઉટ કરતા કાળ ભરખી ગયો, સામે આવ્યો હૃદય કંપાવતો Video

આ પણ વાંચો: Mumbai Police: નશીલી દવા, બ્લેકમેઈલ અને MMS! પતિ સાથે મળી બ્યુટિશિયન પત્નીએ કર્યો આવો કાંડ

આ પણ વાંચો: Tricks : શખ્સે પાણીના માટલાને બનાવી દીધું ઓટોમેટિક મશીન, જુઓ Video

Whatsapp share
facebook twitter